Register | Login Search

ગુજરાતી સાહિત્ય

વડિલોને આદર આપો

Sep 25 2007

માર્કંડેય ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી તેઓ ચિરાયુ બન્યા હતા. આ માર્કંડેય ઋષિ એ માર્કંડ ઋષિના પુત્ર હતા. માર્કંડ ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ હતું.
 
તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં. એકવાર સપ્તર્ષિ તેમના પિતાના ઘરે આવ્યા. મૃકંડ ઋષિએ તેમની ટેવ પ્રમાણે સપ્તર્ષિને પ્રણામ કર્યા અને બદલામાં આશિષ મેળવ્યા. આશિષ હતા "દિર્ઘાયુષ્ય ભવ!" તેઓની જીંદગી ટૂંકી હોવાનું જાણતા તેઓ બંને બ્રહ્મા પાસે ગયા. મૃકંડ ઋષિએ બ્રહ્માને પણ પ્રણામ કર્યા અને બ્રહ્માએ પણ "દિર્ઘાયુષ્ય ભવ!" ના જ આશિષ આપ્યા.
 
વાર્તામાંથી મળતો બોધ
  • પોતાના માતાપિતા અને વડિલોનો આદર કરવો એ ભારતીય પરંપરાનું મુળ છે. ભગવાન રામ અને કૃષ્ણ પણ દરેક વડિલોને આદર આપતા હતા અને પોતાનું મસ્તક નમાવતા હતા.
  • સપ્તર્ષિ હંમેશા સાચુ જ બોલતા હોવાથી તેમનું બોલેલું પણ સત્ય જ થઇ ગયું.
  • આપણે પણ હંમેશા સત્ય જ બોલવું જોઇએ.

ગુજરાતી સાહિત્ય