By ગુર્જરદેશ બોધકથા on
10/30/2007
આપણે એ જાણીએ જ છીએ કે પાંડવોએ ૧૩ વરસ સુધી વનવાસ ભોગવ્યો. અર્જુને માત્ર વચન ખાતર જ માત્ર એકલા જ વનવાસ ભોગવ્યો હતો કે જેની કથા આ પ્રમાણે છે.
દ્રૌપદીના પાંડવો સાથેના લગ્ન કંઇક અનોખી રીતે થયા હતા પરંતુ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણ પણ હતા. દ્રૌપદી એ એક મહાન પતિવ્રતા છે અને તેના વખાણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પણ સાંભળવા મળે છે. દ્રૌપદી અને પાંડવોના લગ્નની ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણતા નીચેના કારણોથી મુલવી શકાય છે.
૧. કુંતી માતા કે જેઓને ખોટુ શું છે એ જ ખબર નહોતી તેમણે પોતાના સંતાનોને આ લગ્ન માટે સંમતિ આપી.
૨. મહર્ષિ વ્યાસ કે જેઓ ભગવાન વિષ્ણુના એક અવતાર છે તેઓએ આ લગ્ન માટેનો આદેશ આપ્યો.
૩. ભગવાન શિવ દ્રૌપદીના તપથી પ્રસન્ન થઇને દ્રૌપદીને પાંડવો સાથે લગ્ન કરવા માટે આશિષ આપે છે.
૪. પાંડવો દૈહિક રીતે પાંચ હતા પરંતુ તેઓ ઇન્દ્રનો અંશ હોવાથી એક જ હતા.
નારદજી કે જેઓ ભગવાનનું મન કહેવાય છે તેઓએ પાંડવો અને દ્રૌપદીએ સાથે રહેવા માટેના કેટલાક નિયમો ઘડી આપ્યા. કારણકે પાંડવો અને દ્રૌપદી ભલે તેઓ દૈવિક અંશ હતા પરંતુ તેઓ મનુષ્યરૂપે અવતર્યા હોવાથી મનુષ્યધર્મનું પણ પાલન કરવુ...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
9/25/2007
માર્કંડેય ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી તેઓ ચિરાયુ બન્યા હતા. આ માર્કંડેય ઋષિ એ માર્કંડ ઋષિના પુત્ર હતા. માર્કંડ ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ હતું.
તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં. એકવાર સપ્તર્ષિ તેમના પિતાના ઘરે આવ્યા. મૃકંડ ઋષિએ તેમની ટેવ પ્રમાણે સપ્તર્ષિને પ્રણામ કર્યા અને બદલામાં આશિષ મેળવ્યા. આશિષ હતા "દિર્ઘાયુષ્ય ભવ!" તેઓની જીંદગી ટૂંકી હોવાનું જાણતા તેઓ બંને બ્રહ્મા પાસે ગયા. મૃકંડ ઋષિએ બ્રહ્માને પણ પ્રણામ કર્યા અને બ્રહ્માએ પણ "દિર્ઘાયુષ્ય ભવ!" ના જ આશિષ આપ્યા.
વાર્તામાંથી મળતો બોધ
પોતાના માતાપિતા અને વડિલોનો આદર કરવો એ ભારતીય પરંપરાનું મુળ છે. ભગવાન રામ અને કૃષ્ણ પણ દરેક વડિલોને આદર આપતા હતા અને પોતાનું મસ્તક નમાવતા હતા.
સપ્તર્ષિ હંમેશા સાચુ જ બોલતા હોવાથી તેમનું બોલેલું પણ સત્ય જ થઇ ગયું.
આપણે પણ હંમેશા સત્ય જ બોલવું જોઇએ.
...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
8/30/2006
ભગવાન રામ ખુબ જ મોટા લડવૈયા હતા. તેમણે સઘળા શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. મહર્ષિ વિશ્વામિત્રે તેમને એવા શસ્ત્રો આપ્યા હતા કે જેને બ્રહ્માંડમાં માત્ર તેમને જ ખબર હતી. વળી અગત્સ્ય ઋષિએ તેમને ઘણી જ શક્તિ આપી હતી. જો આપણે ભગવાન રામની બહાદુરીના પરચા જોઇએ તો૧) માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી.૨) બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો.૩) ખુબ જ આસાનીથી ભગવાન શિવના ધનુષ્યને ઉપાડ્યુ કે જેને સ્વયંવરના સ્થળ પર લાવવા માટે ૫૦,૦૦૦ લોકોનો સહારો લેવો પડ્યો હતો.૪) રામે ખર, દુષણ, તેમના ૧૦૦૦ ભાઇ અને તેમના સૈન્યનો માત્ર ૧૪ મિનિટમાં એકલા હાથે નાશ કર્યો હતો.આટલા શક્તિશાળી હોવા છતાં પણ તેઓએ આ શક્તિનો ઉપયોગ પ્રદર્શન માટે ક્યારેય પણ કર્યો નહોતો. સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગ પરથી આ સારી રીતે જાણી શકાય છે. પ્રસંગ કંઇક આવો બન્યો હતો.રાવણે સીતા માતાને ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જો સીતાજી રાવણ સાથે લગ્ન માટે માને નહી તો રાવણ તેમને મારી નાખે. બીજી તરફ ભરતજીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ૧૪ વર્ષના વનવાસ પછી જો રામ પરત નહી આવે તો પોતાની જાતની આહુતી આપશે. ભગવાન રામ અને તેની સેના જ્યારે દક્ષિણ...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
8/15/2006
ગૌરમુખ મહર્ષિ એ ખુબ જ જાણીતા મહર્ષિ છે. તેઓ સેમિકા ઋષિના આજ્ઞાંકિત શિષ્ય હતા. પોતાનો અભ્યાસ પુરો થયા બાદ તેઓએ પોતાના જ્ઞાનને વહેંચવા માટે એક આશ્રમ સ્થાપ્યો. આશ્રમ એકદમ શાંત હતો. જો ગૌરમુખ મહર્ષિના શિષ્યો સમિધ માટે જંગલમાં જાય તો વૃક્ષો લળી લળીને તેમને પોતાની ડાળીઓ આપતા. જો તેમના શિષ્યો મંત્રોચ્ચારમાં ભુલ કરે તો પંખીઓ પોતાના મધુર સ્વરમાં તેમની ભુલ સુધારતા. કળીઓ પણ ભગવાનની પુજામાં ચડી શકે એ માટે આરતી સમયે જ ખીલતી. આ બધુ જ મહર્ષિના તપોબળને કારણે જ શક્ય બન્યુ હતુ.એક દિવસ રાજા દુર્જય પોતાની સેના લઇને જંગલમાં આવ્યો. ગૌરમુખ મહર્ષિએ રાજાને જોઇને તેની આગતાસ્વાગતા કરી અને રાત રોકાઇ જવા માટે વિનંતી કરી. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ કોઇ પણ ઋષિના આશ્રમમાં જતા ત્યારે પોતાના આયુધ આશ્રમની બહાર રાખતા અને પછી ઋષિની પરવાનગી માંગતા હતા. જ્યારે દુર્જય પોતાની આખી સેનાને લઇને આવ્યો હતો. ગૌરમુખ ઋષિએ ક્રોધ પર કાબુ મેળવી લીધો હોવાને કારણે તેમણે રાજાની સારી રીતે આગતાસ્વાગતા કરી. ઋષિ પાસે આટલા લોકોને ઉતારો તેમ જ જમવા માટેની વ્યવસ્થા ન હોવાથી તેમણે નદીમાં એક ડુબકી લગાવી શુદ્ધ થઇને ભગવાન વિષ્ણુને યાદ કર્યા. ભગવાન વિષ્ણુ તરત જ દૃશ્યમાન થયા...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
8/7/2006
એક સમયે બે સંતો નદી કિનારે પોતાના આશ્રમમાં રહેતા હતા. બંને ભાઇઓ હતા. એક દિવસ નાનો ભાઇ મોટા ભાઇના આશ્રમે ગયો. મોટા ભાઇ ન હોવાથી તે આંબાના વૃક્ષ નીચે બેસીને મોટા ભાઇની રાહ જોવા લાગ્યો. નાના ભાઇએ આંબા પરથી તેના માલિકને પુછ્યા વિના એક કેરી તોડીને ખાધી. મોટો ભાઇ જ્યારે આશ્રમે આવ્યો ત્યારે તેને ખબર પડી કે પોતાના નાના ભાઇએ તેના માલિકન પુછ્યા વિના કેરી તોડીને ખાધી. મોટા ભાઇએ નાના ભાઇને કહ્યુ "તારે પારકી વસ્તુ કદી પણ લેવી જોઇએ નહી. તને ખબર છે તેના માલિકે આ આંબાને ઉછેરવા માટે કેટલો પરિશ્રમ કરેલો છે? જ્યારે તેનો માલિક તને પરવાનગી આપે ત્યારે જ તારે કેરીને ખાવી જોઇએ."
મોટા ભાઇએ નાના ભાઇને રાજા પાસે જઇ સઘળી હકીકત જણાવી, સજા માંગવા માટે જણાવ્યુ. નાનો ભાઇ મોટા ભાઇની આજ્ઞા પ્રમાણે રાજા પાસે ગયો અને સઘળી હકીકત જણાવી અને રાજાને પોતાને યોગ્ય સજા આપવા માટે અનુરોધ કર્યો.
રાજા સઘળા શાસ્ત્રોનો અભ્યાસી હતો. તેને જવાબ આપ્યો, "હે સંત! તમે સામાન્ય માણસને ગમતી સઘળી સગવડોનો ત્યાગ કરીને માનવોના ઉત્કર્ષ માટે તમે તપ કરો છો. હું આપને કઇ રીતે સજા આપી શકું?". નાના ભાઇએ જવાબ આપ્યો, "હે રાજન! રાજાએ પોતાના કર્તવ્યમાંથી...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/20/2006
આ વાર્તા રાજા નહુષની
છે કે જે આયુનો પુત્ર હતો અને યયાતિનો પિતા હતો. નહુષનો બ્રહ્મર્ષિ વસિષ્ઠ દ્વારા બાળપણમાં
ઉછેર થયો હતો. તેને સુખ અને દુઃખથી પર હોવાને લીધે તેને કોઇ પણ જાતનો અહંકાર નહતો.
બાળપણમાં દેવતાઓએ તેમના વખાણ કર્યા છતાં પણ તેમને અહંકાર આવ્યો ન હોવાથી તેમનું નામ
નહુષ પાડ્યુ. તેમણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજા બની ગયો. તેમના સદગુણોની સુવાસ
થોડા જ વખતમાં ચોતરફ પ્રસરવા લાગી. તેમણે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞો કર્યા અને તેઓ ઇન્દ્ર બનવા
માટે લાયક બન્યા.
એક વખત ઇન્દ્રે વૃત્રાસુરને
માર્યો. વૃત્રાસુર અસુર હતો છતા પણ તે બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું
પાતક લાગ્યુ અને નહુષને ઇન્દ્ર બનવાનો મોકો મળ્યો. નહુષને જ્યાં સુધી ૧૪ લોકના રાજા હોવાનુ માન ન આવ્યુ ત્યાં સુધી
તે સારો રહ્યો. અચાનક જ તેમાં અહંકાર આવ્યો. તેને લાગ્યુ કે તે મહાશક્તિશાળી છે અને
ક્યારેય પણ ખોટો હોઇ શકે નહી. તેણે શચીદેવી જેવી પતિવ્રતા સ્ત્રીને સંદેશો આપ્યો કે
હવેથી તે ઇન્દ્ર બન્યો હોવાથી પોતાની આજ્ઞા પાળે. જે ક્ષણથી તેણે એક પતિવ્રતા સ્ત્રી
પર દ્રષ્ટિ નાખી, તે જ ક્ષણથી તેના સદગુણો, પુણ્ય, તપોબળ નાશ પામ્યા અને તેનો અંત નિશ્ચીત...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/12/2006
એક દિવસ ભગવાન વિષ્ણુ
અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના
ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને
શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો
જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી. ભુલોક પર આવીને માતાને થયુ કે આ
વખતે માત્ર ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે. તેમણે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન
કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા. માતાએ કહ્યુ "તમે અને વિષ્ણુ બંને સરખા છો, પરમાત્મા
છો. મને મદદ કરો." ભગવાન શિવે કહ્યુ "હે દેવી! તમે કેમ જાણો છો કે અમે બંને
સરખા જ છીએ?" માતાએ કહ્યુ "વિષ્ણુએ મને કહ્યુ હતુ. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા
હતા ત્યારે મેં તેમને પ્રશ્ન પુછ્યો કે સમુદ્રમંથન વખતે મેં તમને સર્વના કર્તાહર્તા
જાણીને હું તમને વરી હતી તો પછી તમે કોનું ધ્યાન ધરો છો?". ભગવાને ઉત્તર આપ્યો
"હું ભગવાન શિવનું ધ્યાન ધરુ છુ. હું અને તે બંને સરખા છીએ. સર્વ જ્ઞાની લોકો
આ વાત જાણે છે. જો કોઇ મારો ભક્ત હોય અને તે ભગવાન શિવની નિંદા કરતો હોય તો હું તેને
નર્કમાં નાખુ છુ."
માતાએ ભગવાન શિવને...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/8/2006
શીબી ચક્રવર્તીની
વાર્તા ઘણી જ પ્રસિદ્ધ છે. તે પોતાના દયા અને દાનના ગુણથી ઘણા જ ખ્યાતનામ છે. તેના
રાજ્યમાં નારાયણ નામનો એક કંજુસ રહેતો હતો. નારાયણ દસ કરોડ કમાયો હતો પરંતુ કોઇને એક
રાતી પાઇ પણ આપી નહોતી. પડોશી અથવા પશુઓની વાત તો છોડો પરંતુ પોતાની માતાને પણ વ્યવસ્થિત
જમવાનું આપતો નહોતો.
એક દિવસ તેણે ફળ
લેવાના હતા. તેણે ભાવતાલ કરવાનું શરૂ કર્યુ. ફળની કિંમત વધારે લાગતા તે બાજુના ગામમાં
ચાલતો ગયો અને સસ્તી કિંમતે ફળ ખરીદવાનું વિચાર્યુ. જો વેપારી ૧ આનો કહે તો તે ૧/૨
આના જ કહેતો. છેવટે તેણે ખેતરમાં જઇને ચોરી કરવાનું નક્કી કર્યુ કે જેથી મફતમાં ફળ
મળી જાય. ખેતરમાં તે ખુબ ચાલ્યો. તે જુવાન નહોતો છતાં પણ મહેનત કરીને વૃક્ષ પર ચડ્યો.
મહામહેનતે તેને થોડાક ફળ મળ્યા. લાલચને કારણે તે વૃક્ષ પર ઊંચે ને ઊંચે ચડવા માંડ્યો.
અચાનક જ તે લપસી પડ્યો અને એક ડાળીને
આધારે લટકી રહ્યો પરંતુ તે ખુબ જ ઊંચાઇએ હતી.
સદનસીબે એક મહાવત
ત્યાંથી પસાર થતો હતો. તેણે મદદ માટે બુમ મારી. તે મદદ માટે પોતાની અડધી મિલકત દેવા
તૈયાર હતો. મહાવત મિલકતની લાલચને કારણે તેની મદદ કરવા તૈયાર થયો. હાથીને ઊભો રાખીને
તે નારાયણને નીચે લાવવા માટે પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન હાથીએ તળાવ જોઇને પાણી પીવાનું...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/5/2006
બલી રાજા એક મોટો
રાજા હતો. જો કે તે દૈત્ય હતો પરંતુ ધર્મના માર્ગમાંથી તે કદી વિચલીત થયો નહોતો. તે
ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે ઘણો જ લોકપ્રિય હતો. ધર્મ સાથે હોવાને લીધે તેની
શક્તિ અને સત્તા વિસ્તરતા હતા. એક વખત તેણે ઇન્દ્ર સાથે યુધ્ધ કરવાનું નક્કી કર્યુ.
આ જાણીને ઇન્દ્રે ભગવાન વિષ્ણુને પોતાને બચાવવા આજીજી કરી. બલી વિષ્ણુનો પરમ ભક્ત હતો
અને ધર્મપ્રિય હોવા છતાં તેને સત્તા અને સંપત્તિની લાલસા હતી. વિષ્ણુએ ઇન્દ્રને અભયદાન
આપ્યુ અને પોતે અદિતિ અને કશ્યપ મહર્ષિના ઘરે જન્મ લીધો. આ વામન બલી રાજાને ત્યાં નાના
નાના પગલા ભરીને પહોંચ્યા. બલીએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યુ "હે વિપ્ર! તમને
દાનમાં શું આપુ? તમને હું વસ્ત્ર, ફળ, હાથી, ગાય, ઘોડા, રથ, રત્નો, સોનુ, જમીન, કન્યા
આપવા માટે સમર્થ છું"
વામને કહ્યુ
"હે મહાનુભાવ બલી! હું તો બ્રહ્મચારી છુ. આ બધી ચીજનું હું શું કરીશ? મને તો માત્ર
ત્રણ પગલા જમીન જોઇએ છીએ." બલી રાજા તો ત્રણ પગલા જમીન આપવા તૈયાર થઇ ગયો પરંતુ
દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને શંકા પડી કે આ કોઇ સામાન્ય વિપ્ર બાળક નથી. આ તો સ્વયં
વિષ્ણુ જ છે. તેમણે બલીને કહ્યુ "હે બલી! આ કોઇ સામાન્ય બાળક...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/1/2006
દેવતા અને દૈત્ય
વચ્ચે હંમેશા યુધ્ધ થતું જ રહેતું હોય છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાના
જાણકાર હતા. આ વિદ્યા તેમને ભગવાન પાસેથી ઘણા વર્ષોની તપશ્ચર્યાને અંતે પ્રાપ્ત થઇ
હતી. આ વિદ્યાનો ઉપયોગ કરીને તેઓ મરેલા દૈત્યોને ફરીથી જીવંત કરતા હતા. જો કે દેવતા
આ વિદ્યાથી અજાણ હતા. વળી તેમની પાસે અમૃત પણ નહોતું. દેવતાઓએ તેમના ગુરૂ બૃહસ્પતિને
કહ્યુ. બૃહસ્પતિએ તેમના પુત્ર કચને શુક્રાચાર્યના શિષ્ય બનવા કહ્યુ. કચે તરત જ પિતાની
આજ્ઞાનો અમલ કર્યો અને શુક્રાચાર્યના આશ્રમમાં આવી પહોંચ્યો.
તેણે શુક્રાચાર્યને
સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યો "હે ગુરૂદેવ! હું દેવતાના ગુરૂ બૃહસ્પતિનો પુત્ર
અને આગ્નીરસ ગોત્રનો છુ. લોકો મને કચના નામે ઓળખે છે. હું અહીં આપના વિદ્યાર્થી તરીકે
આવ્યો છુ".
શુક્રાચાર્યે કચને
પોતાના શિષ્ય તરીકે રાજીખુશીથી સ્વીકારી લીધો. કચ હંમેશા સૂર્યોદય પહેલા ઊઠી જતો. તે
હંમેશા ગુરૂની આજ્ઞામાં જ રહેતો અને ખુબ જ રસપુર્વક વિદ્યાભ્યાસ કરતો. કોઇપણ જાતના
વિકારોને તે પોતાના મનમાં પ્રવેશવા દેતો નહીં અને ગુરૂસેવા અને વિદ્યાભ્યાસમાં જ પોતાનું
મન પરોવી રાખતો.
શુક્રાચાર્યને દેવયાની...
Read More »
|