Jul
8
Written by:
ગુર્જરદેશ બોધકથા
7/8/2006
શીબી ચક્રવર્તીની
વાર્તા ઘણી જ પ્રસિદ્ધ છે. તે પોતાના દયા અને દાનના ગુણથી ઘણા જ ખ્યાતનામ છે. તેના
રાજ્યમાં નારાયણ નામનો એક કંજુસ રહેતો હતો. નારાયણ દસ કરોડ કમાયો હતો પરંતુ કોઇને એક
રાતી પાઇ પણ આપી નહોતી. પડોશી અથવા પશુઓની વાત તો છોડો પરંતુ પોતાની માતાને પણ વ્યવસ્થિત
જમવાનું આપતો નહોતો.
એક દિવસ તેણે ફળ
લેવાના હતા. તેણે ભાવતાલ કરવાનું શરૂ કર્યુ. ફળની કિંમત વધારે લાગતા તે બાજુના ગામમાં
ચાલતો ગયો અને સસ્તી કિંમતે ફળ ખરીદવાનું વિચાર્યુ. જો વેપારી ૧ આનો કહે તો તે ૧/૨
આના જ કહેતો. છેવટે તેણે ખેતરમાં જઇને ચોરી કરવાનું નક્કી કર્યુ કે જેથી મફતમાં ફળ
મળી જાય. ખેતરમાં તે ખુબ ચાલ્યો. તે જુવાન નહોતો છતાં પણ મહેનત કરીને વૃક્ષ પર ચડ્યો.
મહામહેનતે તેને થોડાક ફળ મળ્યા. લાલચને કારણે તે વૃક્ષ પર ઊંચે ને ઊંચે ચડવા માંડ્યો.
અચાનક જ તે લપસી પડ્યો અને એક ડાળીને
આધારે લટકી રહ્યો પરંતુ તે ખુબ જ ઊંચાઇએ હતી.
સદનસીબે એક મહાવત
ત્યાંથી પસાર થતો હતો. તેણે મદદ માટે બુમ મારી. તે મદદ માટે પોતાની અડધી મિલકત દેવા
તૈયાર હતો. મહાવત મિલકતની લાલચને કારણે તેની મદદ કરવા તૈયાર થયો. હાથીને ઊભો રાખીને
તે નારાયણને નીચે લાવવા માટે પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન હાથીએ તળાવ જોઇને પાણી પીવાનું
મન થયુ. હાથી ચાલ્યો ગયો અને મહાવત નારાયણના પગ પકડીને લટકી પડ્યો. મહાવતે નારાયણને
કહ્યુ "ભાઇ, હું તમને મારો હાથી આપીશ પરંતુ તમે ડાળી બરોબર પકડી રાખજો.".
ત્યાંથી તરત જ એક ઘોડેસવાર પસાર થયો. મહાવતે તેને હાથીની લાલચ આપીને મદદ માટે બોલાવ્યો.
ઘોડેસવાર તેમની મદદ કરવા માટે આવ્યો પરંતુ ઘોડાએ પણ હાથીનો માર્ગ અપનાવ્યો.
આ વાર્તામાંથી મળતો
બોધ
લાલચ બુરી બલા છે.
લાલચને કારણે માણસ વિચારી શકતો નથી અને મુર્ખ રીતે વર્તે છે.
લાલચુ માણસ પોતાને
તથા અન્ય લોકોને પણ મુશ્કેલીમાં મુકે છે.
લોકોએ એકબીજાની મદદ પૈસા
કે અન્ય બદલાની અપેક્ષા વિના કેવળ પ્રેમને ખાતર કરવી જોઇએ.
Tags:
5 comment(s) so far...
Re: એક કંજુસની વાર્તા
વાર્તાને અંતે બોધ લખવાની રીત સારી છે. જોડણીની શુદ્ધિ સતત જરૂરી છે જ ! બોધને યાદ રાખીશુ ?
By manvant on
7/26/2006
|
Re: એક કંજુસની વાર્તા
વાર્તાને અંતે બોધ લખવાની રીત સારી છે. જોડણીની શુદ્ધિ સતત જરૂરી છે જ ! બોધને યાદ રાખીશુ ?
By manvant on
7/26/2006
|
Re: એક કંજુસની વાર્તા
su junujunu lakho choo???
By pradip doshi on
4/5/2007
|
Re: એક કંજુસની વાર્તા
JUNU TE SONU
By vijay van on
6/27/2009
|
Re: એક કંજુસની વાર્તા
lalch buri bala che ane je kare lalach te pachaldi pachatay
By mahendra on
3/4/2010
|