|
|
|
|
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
5/20/2006 11:58 PM |
સોગંદ, પેલી રસ્તા પર નીકળેલી છત્રીના સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના સોગંદ, પેલા પગને પંપાળનારા પાણીના ઓ રે વરસાદ! જેના બારણા ખૂલ્યા, તેને આપ્યા તે દિવસો ઉજાણીના
ઠાલવે છે સૂંડે ને સૂંડે તુ ખણખણતી મુદ્રાઓ - જેણે જે માગી એક સાથે આખીયે રૈયતને આજ પોતપોતાની લોટરીઓ લાગી! ફાડે છે સહુ પોતપોતાના ચોપડા ઉધારીના ને ઉઘરાણીના...
માણસને બદલ હું છત્રી જો હોત, તો તો ઉઘાડ્યો હોત મને કોઇએ ઓ રે વરસાદ! મને એટલું યે ભાન નથી - કેવો વરસાદ મારે જોઇએ કિયા સોય દોરા બખિયા મારીને બધાં ચીંથરાં સાંધ્યાં તેં મારી વાણીના? |
|
| Permalink |
Trackback |
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|