|
|
|
|
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
10/10/2006 12:10 PM |
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો ! તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે. |
|
| Permalink |
Trackback |
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|