Search
Friday, May 16, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 શરત્પૂર્ણિમા -કીર્તિદા બ્રહ્મભટ્ટ્
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 10/6/2006 7:38 AM
નિશા નિર્ઝરી નિર્મલ નભ થકી ઉજ્જ્વલ આ
અરે, રાત્રી લુપ્ત, ઝળહળ અભિભૂત ધરણી
પ્રસારી પૂંજી આભે ગગનવિહારી ઝળળતો
અને તેજે સૌમ્યા ધવલ વિભાવરી મહકતી
વહાવે આભેથી શતશત શશી શીત લહરી
શું આ શર્વરી શોભિત અક્ષત શ્વેત શશિયરે
ઊગી ઊભો કેવો મસરિક ભણી ઇન્દુ હસતો
સર ઉત્ફુલ્લિત, ઉત્પલ રજનીકર નિરખી
ઝિલાયાં વેરાયાં રજનિકિરણ અંજલી થકી
 
અનુરક્તા પ્રુથ્વી અનુપમ ગ્રહી તેજ મલકે
રહી સંતૃપ્ત અમૃતમય થઇ આજ વિલસી
દિસે સ્નાતા સ્નિગ્ધા શુભ્ર શીતલ સ્ફટિક જલ શી
પ્રવાસી પૌર્ણિમા શરદ અવતરી સ્વર્લોકથી

Permalink |  Trackback

Comments (3)   Add Comment
Re: શરત્પૂર્ણિમા -કીર્તિદા બ્રહ્મભટ્ટ્    By YOGESH BAROT- GANDHINAGAR on 10/9/2006 2:21 AM
આ પ્રાસંગિક રચના વાંચતાં તેનું શબ્દ વૈભવ જાણે ગુજરાતી સાહિત્યના મહાકવિ નાન્હાલાલ , કલાપી કે ઉમાશંકરની કવિતાઓની યાદ અપાવે તેટલું માતબર છે તેમ કહું તો અતિશયોક્તિ નહીં જ ગણાય. ખુબ જ સુંદર રચના વાંચી શરત્પૂર્ણિમાનો આનંદ અનુભવું છું. અભિનંદન કીર્તિદાબેન...

Re: શરત્પૂર્ણિમા -કીર્તિદા બ્રહ્મભટ્ટ્    By vijay on 11/16/2006 4:04 AM
સુંદર રચના

Re: શરત્પૂર્ણિમા -કીર્તિદા બ્રહ્મભટ્ટ્    By nita brahmbhatt on 3/27/2007 9:50 AM
very fine poem. I like & I enjoy.I want some more poems from you.


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft