Search
Friday, May 16, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 જીવ્યો છું - ઘાયલ
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 9/25/2006 1:05 PM
શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું
Permalink |  Trackback

Comments (5)   Add Comment
Re: જીવ્યો છું - ઘાયલ    By Hetal on 9/26/2006 4:38 AM
વરસાવો અમ પર સ્નેહ તો સદાય આપના બની જઈશુ,
લઈ મદદ સહિયરની આપ હ્રદય મા વસી જઈશુ,
હશે અમ પ્રત્યે પ્રેમ તો ભવસાગર પન તરી જઈશું.......

Re: જીવ્યો છું - ઘાયલ    By vivek on 9/29/2006 7:48 AM
સુંદર ગઝલ....

Re: જીવ્યો છું - ઘાયલ    By Yogesh Barot - Gandhinagar on 10/9/2006 4:57 AM
ઘાયલ સાહેબની આ પ્રખ્યાત ગઝલ તો જાણે તેમના જીવનની કેફિયત જ ના હોય તેમ અદ્લ લાગે છે. ખ્યાતનામ ગઝલકારને માનભેર સલામ...

Re: જીવ્યો છું - ઘાયલ    By sagarika on 6/21/2007 12:02 PM
khub saras.

Re: જીવ્યો છું - ઘાયલ    By DR.CHANDRAVADAN MISTRY on 1/9/2008 7:16 PM
gazal bahu ja gami...


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft