Search
Friday, May 16, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 9/22/2006 6:59 AM
ઢોલી તારા ઢોલીના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો
 
ગોરી તારા ઝાંઝરના ઝણકારે
ગરબો રણઝણ રણઝણ થાય
દીવડો ઝગમગિયો
 
ગરબે ઊતર્યાં રે આકાશ
શિરે તારલિયો અજવાસ
નીરખી ચાંદલિયો હરખાય
આંગણ અવતરિયો
 
ગોરી તારી તાલીઓના તાલે
ઝીંણાં ચાંદરણાં પથરાય,
સરખી સહિયર ઝીલતી જાય
લેતી ઘુમ્મરિયો.
 
ગોરી તારા ઢોલના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો.
Permalink |  Trackback

Comments (3)   Add Comment
Re: ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્    By YOGESH BAROT GANDHINAGAR on 10/9/2006 2:04 AM
પ્રસ્તુત રચનામાં જાણે હજુ નવરાત્રિ ચાલી રહી છે અને આપણી નજર સમક્ષ જાણે ગરબો માથે લઇ સરખી સહિયરો તારલીઓના પ્રકાશમાં, ઝાંઝરના રણકારમાં, તાલીઓના તાલે....ગરબા લઇ રહી છે તેવો તાદ્ર્શ્ય ભાવ ખુબ જ સુંદર રીતે આ રચનામાં બરાબર ગુંથાયો છે. સુંદર રચના બદલ અભિનંદન.....

Re: ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્    By jayti on 11/16/2006 4:05 AM
સુંદર રચના

Re: ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્    By Nita brahmbhatt on 3/27/2007 9:57 AM
What a fine Garbo, Really this is a fine Iam glad to read this garba.


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft