Search
Friday, May 16, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 સુરતી ગઝલ - મનહરલાલ ચોકસી
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 9/14/2006 10:36 AM
ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.

ઓટલા ડા'પણની ડાળે હ્ળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.

એક હેરીમાં ઉત્તું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.

કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.

લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

માણહાઈ ચેહ પર જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.
Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft