|
|
|
|
|
|
ક્યાં જીવાય છે - સૈફ પાલનપુરી
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
9/7/2006 4:27 PM |
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ એ એકલા શરમાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે. આ વિરહની રાત છે તારીખનું પાનું નથી, અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે. એક પ્રણાલીકા નિભાવું છું, લખું છું 'સૈફ' હું, બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે.
|
|
| Permalink |
Trackback |
Comments (2)
Add Comment
|
Re: ક્યાં જીવાય છે - સૈફ પાલનપુરી |
By વિવેક on
9/12/2006 4:06 AM |
| સુંદર ગઝલ... ગઝલો જેવું જીવન હવે ખરે જ ક્યાં જીવી શકાય છે? |
|
|
Re: ક્યાં જીવાય છે - સૈફ પાલનપુરી |
By pravina Avinash Kadakia on
2/27/2008 11:24 AM |
| તારા વિયોગે આ જીવન જીવાય છે<br> તે કાનમા ઘણું બધુ કહી જાય છે |
|
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|