Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ભગવાન રામચંદ્રની કથા
Location: Blogsબોધ કથા    
Posted by: ગુર્જરદેશ બોધકથા 8/30/2006
ભગવાન રામ ખુબ જ મોટા લડવૈયા હતા. તેમણે સઘળા શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. મહર્ષિ વિશ્વામિત્રે તેમને એવા શસ્ત્રો આપ્યા હતા કે જેને બ્રહ્માંડમાં માત્ર તેમને જ ખબર હતી. વળી અગત્સ્ય ઋષિએ તેમને ઘણી જ શક્તિ આપી હતી. જો આપણે ભગવાન રામની બહાદુરીના પરચા જોઇએ તો
૧) માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી.
૨) બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો.
૩) ખુબ જ આસાનીથી ભગવાન શિવના ધનુષ્યને ઉપાડ્યુ કે જેને સ્વયંવરના સ્થળ પર લાવવા માટે ૫૦,૦૦૦ લોકોનો સહારો લેવો પડ્યો હતો.
૪) રામે ખર, દુષણ, તેમના ૧૦૦૦ ભાઇ અને તેમના સૈન્યનો માત્ર ૧૪ મિનિટમાં એકલા હાથે નાશ કર્યો હતો.

આટલા શક્તિશાળી હોવા છતાં પણ તેઓએ આ શક્તિનો ઉપયોગ પ્રદર્શન માટે ક્યારેય પણ કર્યો નહોતો. સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગ પરથી આ સારી રીતે જાણી શકાય છે. પ્રસંગ કંઇક આવો બન્યો હતો.
રાવણે સીતા માતાને ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જો સીતાજી રાવણ સાથે લગ્ન માટે માને નહી તો રાવણ તેમને મારી નાખે. બીજી તરફ ભરતજીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ૧૪ વર્ષના વનવાસ પછી જો રામ પરત નહી આવે તો પોતાની જાતની આહુતી આપશે. ભગવાન રામ અને તેની સેના જ્યારે દક્ષિણ કિનારે પહોંચી ત્યારે લગભગ ૩૦ દિવસ બાકી રખ્યા હતા. આ ૩૦ દિવસોમાં તેમને સમુદ્ર ઓળંગવાનો, રાવણનો નાશ કરવાનો, સીતામાતાને પરત લાવવા અને અયોધ્યા પરત ફરવાનું હતું. આ સમયની ભીડને લીધે લક્ષ્મણે સાગરદેવને રસ્તો આપવા હુકમ આપવા માટે સુચન કર્યુ.

આ સમયે ભગવાન રામ જે રીતે વર્ત્યા તે ઘણુ જ ઉદાહરણીય છે. તેમની પાસે સાગરદેવને અંકુશમાં રાખવાની સત્તા અને શક્તિ હતી પરંતુ તેમણે ૩ દિવસ સુધી સાગરદેવની ઉપાસના કરી તેમને રીઝવવાનો પ્રયત્ન કર્યો. ૩ દિવસ પછી સાગરદેવને તેમની ફરજ યાદ કરાવવા માટે શસ્ત્ર ઉગામ્યુ. તરત જ સાગરદેવ ઉપસ્થિત થયા અને તેમને સાગર પાર કરવા માટેનો ઉપાય બતાવ્યો.

વાર્તામાંથી મળતો બોધ

આપણને જો થોડી પણ સફળતા કે શક્તિ મળે તો આપણે સર્વને દેખાડતા ફરીએ છીએ પરંતુ મહાન લોકો પોતાની શક્તિ હંમેશા પ્રચ્છન્ન રાખે છે.
આપણે હંમેશા વિનયી થવું જોઇએ.
Permalink |  Trackback

Comments (1)   Add Comment
Re: ભગવાન રામચંદ્રની કથા    By vijay on 10/24/2006
something good to refreash old days memory!


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft