Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 હોય છે - મરીઝ
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 8/25/2006 1:09 PM
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

Permalink |  Trackback

Comments (2)   Add Comment
Re: હોય છે - મરીઝ    By vivek on 9/6/2006 7:32 AM
મરીઝની અત્યંત લબ્ધપ્રતિષ્ઠ ગઝલ... બધા જ શેર સુંદર.. કોને વધુ સારો કહેવો એ નક્કી કરવું જ અશક્ય...

Re: હોય છે - મરીઝ    By yogesh barot- gandhinagar on 10/10/2006 2:04 AM
ગઝલ ક્ષેત્રના નામી ગઝલકારોનો લાભ વેબસાઇટના વાચકોને ઉપલબ્ધ કરાવી આપવા બદલ આભાર..
નામી ગઝલકાર પૈકીના મરીઝની ગઝલનો અંદાજ કંઇ અનોખો જ હોય છે.ગઝલમાં રસ લેતા કરી દે તેવી રસિકતા તેમાં ભારોભાર હોય છે....મરીઝ સાહેબને સલામ....


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft