|
|
|
|
|
|
પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
8/19/2006 9:52 AM |
શબ્દ એનો રોજ પડઘાયો હતો તે છતાં ક્યાં અર્થ સમજાયો હતો
મૂલ્ય જેવું કૈક બાજુમાં મૂકી હું વિના મૂલ્યે જ ગરવાયો હતો
રેતને ઢાંકી શકે ને જે કનક શોધમાં એની જ રઘવાયો હતો
એક રાખી મેં ય બારી કેમ કે દ્વારે ઉંબર એક અટવાયો હતો
એ હિસાબો પણ બધાં ખોટાં ઠર્યાં સાવ ખોટો આંક મંડાયો હતો
રાતના અંધારને જે જઇ મળ્યો એ જ મારો એક પડછાયો હતો
એટલે તો હું પ્રકાશી ના શક્યો પંડ મારો ક્યાંક ઢંકાયો હતો
|
|
| Permalink |
Trackback |
Comments (5)
Add Comment
|
Re: પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By vijay on
8/21/2006 1:20 AM |
| આ ગઝલઅનેક રસથી ભરપુર જોવા મળઇ. |
|
|
Re: પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By યોગેશ બારોટ- ગાંધીનગર on
8/21/2006 2:26 AM |
| આ ગઝ્લ એ કવયત્રિનું મૌલિક સર્જન છે અને સર્જન એ એક અર્થમાંતો ઇશ્વરનું જ કામ છે. દરેક શબ્દનો એક અર્થ હોય છે અને સાચો અર્થ તો કદાચ એનો સર્જક કહી શકે કે ના પણ કહી શકે તો પણ આપણે તેનો અર્થ સમજવાનો છે. માત્ર વાચ્યાર્થ કે શબ્દાર્થની રીતે જ નહી પણ સૂક્ષ્મ ભાવથી પણ....પડછાયો હતો...એક સૂક્ષ્મભાવથી જોવી પડે તેવી બેશક સુંદર ગઝ્લ છે. અભિનંદન ,આભાર કીર્તિદાબેન... |
|
|
Re: પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By Alok Brahmbhatt on
8/26/2006 1:41 AM |
| Hi Mom... happy to read you Gazal... You have taught me to listen or read Gazal and interpretation it in one one's way. But this you piece of creation has some quality to know one's own self. It makes reader look into his own self and not to other. I has something which suggests reader to look at his own qualities and weaknesses. We often compare and conquer. But as Gold covers (Holds) gem into it we also have quality of gold to preserve gem. Good work ma… Keep up the good work… I’m not able to write on every line if I do so then this Comment will be an essay… |
|
|
Re: પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By વિવેક on
9/4/2006 3:51 AM |
| સુંદર ગઝલ... |
|
|
Re: પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By Dhara on
11/23/2007 7:20 AM |
| Excellent Poem Madam, I am reading your all poems since 2 years. Its too Deep and bring me back to that land from which i came.Keep Writing. I Love your poems.<br><br>Dhara |
|
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|