|
|
|
|
|
|
Location: Blogs બોધ કથા |
 |
| Posted by: ગુર્જરદેશ બોધકથા |
8/15/2006 |
ગૌરમુખ મહર્ષિ એ ખુબ જ જાણીતા મહર્ષિ છે. તેઓ સેમિકા ઋષિના આજ્ઞાંકિત શિષ્ય હતા. પોતાનો અભ્યાસ પુરો થયા બાદ તેઓએ પોતાના જ્ઞાનને વહેંચવા માટે એક આશ્રમ સ્થાપ્યો. આશ્રમ એકદમ શાંત હતો. જો ગૌરમુખ મહર્ષિના શિષ્યો સમિધ માટે જંગલમાં જાય તો વૃક્ષો લળી લળીને તેમને પોતાની ડાળીઓ આપતા. જો તેમના શિષ્યો મંત્રોચ્ચારમાં ભુલ કરે તો પંખીઓ પોતાના મધુર સ્વરમાં તેમની ભુલ સુધારતા. કળીઓ પણ ભગવાનની પુજામાં ચડી શકે એ માટે આરતી સમયે જ ખીલતી. આ બધુ જ મહર્ષિના તપોબળને કારણે જ શક્ય બન્યુ હતુ.
એક દિવસ રાજા દુર્જય પોતાની સેના લઇને જંગલમાં આવ્યો. ગૌરમુખ મહર્ષિએ રાજાને જોઇને તેની આગતાસ્વાગતા કરી અને રાત રોકાઇ જવા માટે વિનંતી કરી. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ કોઇ પણ ઋષિના આશ્રમમાં જતા ત્યારે પોતાના આયુધ આશ્રમની બહાર રાખતા અને પછી ઋષિની પરવાનગી માંગતા હતા. જ્યારે દુર્જય પોતાની આખી સેનાને લઇને આવ્યો હતો. ગૌરમુખ ઋષિએ ક્રોધ પર કાબુ મેળવી લીધો હોવાને કારણે તેમણે રાજાની સારી રીતે આગતાસ્વાગતા કરી. ઋષિ પાસે આટલા લોકોને ઉતારો તેમ જ જમવા માટેની વ્યવસ્થા ન હોવાથી તેમણે નદીમાં એક ડુબકી લગાવી શુદ્ધ થઇને ભગવાન વિષ્ણુને યાદ કર્યા. ભગવાન વિષ્ણુ તરત જ દૃશ્યમાન થયા અને તેમને એક મણી આપ્યો. આમણીની સહાય થી ગૌરમુખ મહર્ષિએ એક મોટુ નગર બનાવ્યુ અને જમવા માટેની વ્યવસ્થા પણ કરી.
બીજા દિવસે જ્યારે રાજા અને તેના સૈનિકો જતા હતા ત્યારે મણીએ કરેલું નગર અદ્રશ્ય થઇ ગયુ. દુર્જય આ મણીના પ્રતાપથી ઘણો જ પ્રભાવિત થયો અને પોતાના રાજ્યમાં જઇને એક દુતને એ મણી લેવા માટે મહર્ષિ પાસે મોકલ્યો. મહર્ષિએ "આ મણી અંગત ઊપયોગમાં લેવા માટે નહી પરંતુ લોકો તથા સમાજના ભલા માટે છે." એમ કહીને દુતને પાછો મોકલ્યો. પોતાની આજ્ઞાનો અનાદર થવાથી રાજા કોપાયમાન થયો.
ગૌરમુખ મહર્ષિએ મણિને પ્રાર્થના કરી અને મણિમાંથી એક વિશાળ સૈન્ય બહાર આવ્યુ. તેણે દુર્જયના સૈન્યનો નાશ કર્યો. મણિમાંથી ભગવાન વિષ્ણુનુ ચક્ર પણ બહાર આવ્યુ અને તેણે દુર્જયનો નાશ કર્યો. નિમિષમાત્રમાં જ દુર્જય અને તેના સૈન્યનો નાશ થયો હોવાથી આ જંગલને નૈમિષારણ્ય એવું નામ આપવામાં આવ્યુ.
આ વાર્તામાંથી મળતો બોધ પોતાની શક્તિનો કદી પણ અહંકાર કરવો જોઇએ નહી. ભગવાનના સ્મરણ માત્રથી કંઇ પણ થઇ શકે છે.
|
|
| Permalink |
Trackback |
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|