હવે મન વગર મળાતું નથી
બરફની વરાળે બળાતું નથી
તમારાં ચરણ ચિન્હની કેડીએ
અમસ્તુ હવે નીકળાતું નથી
સમય સાથે આગળ ઢસડાઊં છું
વિતેલી પળોમાં વળાતું નથી.
ચણાય છે દિવાલ પાછળ અને
મને કાંઇ આગળ કળાતું નથી
હજુ હોઠ પર સુરની તાજગી
ફક્ત મને સંભળાતું નથી
હું છેદાઇ ચાલ્યો બધી બાજુથી
હવે હું માં હું થી ભળાતું નથી
મુજ શ્વાસે શ્વાસે યાદ તારી
હવે શ્વસનનું કબુતર પળાતું નથી
અહીં જ્યોત પત્થરની છે ઠરેલ
અને મીણથી પીગળાતું નથી.
જો આપને આ ગઝલના રચનાકારનું નામ ખબર હોય તો આપવા વિનંતી.