Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 પ્રાર્થના
Location: Blogsગમતાનો ગુલાલ    
Posted by: vijay 8/2/2006 7:06 AM

પ્રાર્થના
                        

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ -

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

ઉમાશંકર જોશી

 

 

Permalink |  Trackback

Comments (2)  
Re: પ્રાર્થના    By Kedar Desai on 1/29/2008 9:12 AM
ખૂબ સરસ! આવાં કાવ્યો વાંચવાથી જીવન જીવવા માટેનું બળ વડી જાય છે...!!<br>- કેદાર દેસાઈ, વડોદરા.<br>(૦૯૮૯૮૭ ૯૬૬૧૧)

Re: પ્રાર્થના    By Kedar Desai on 1/29/2008 9:14 AM
...બળ વધી જાય છે..!! (આગલી commentમાં શરતચૂકથી spelling mistake થઈ. ક્ષમાયાચના!)...કેદાર દેસાઈ


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft