Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 રાજા નહુષની વાર્તા
Location: Blogsબોધ કથા    
Posted by: ગુર્જરદેશ બોધકથા 7/20/2006

આ વાર્તા રાજા નહુષની છે કે જે આયુનો પુત્ર હતો અને યયાતિનો પિતા હતો. નહુષનો બ્રહ્મર્ષિ વસિષ્ઠ દ્વારા બાળપણમાં ઉછેર થયો હતો. તેને સુખ અને દુઃખથી પર હોવાને લીધે તેને કોઇ પણ જાતનો અહંકાર નહતો. બાળપણમાં દેવતાઓએ તેમના વખાણ કર્યા છતાં પણ તેમને અહંકાર આવ્યો ન હોવાથી તેમનું નામ નહુષ પાડ્યુ. તેમણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજા બની ગયો. તેમના સદગુણોની સુવાસ થોડા જ વખતમાં ચોતરફ પ્રસરવા લાગી. તેમણે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞો કર્યા અને તેઓ ઇન્દ્ર બનવા માટે લાયક બન્યા.

 એક વખત ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો. વૃત્રાસુર અસુર હતો છતા પણ તે બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાતક લાગ્યુ અને નહુષને ઇન્દ્ર બનવાનો મોકો મળ્યો. નહુષને જ્યાં સુધી ૧૪ લોકના રાજા હોવાનુ માન ન આવ્યુ ત્યાં સુધી તે સારો રહ્યો. અચાનક જ તેમાં અહંકાર આવ્યો. તેને લાગ્યુ કે તે મહાશક્તિશાળી છે અને ક્યારેય પણ ખોટો હોઇ શકે નહી. તેણે શચીદેવી જેવી પતિવ્રતા સ્ત્રીને સંદેશો આપ્યો કે હવેથી તે ઇન્દ્ર બન્યો હોવાથી પોતાની આજ્ઞા પાળે. જે ક્ષણથી તેણે એક પતિવ્રતા સ્ત્રી પર દ્રષ્ટિ નાખી, તે જ ક્ષણથી તેના સદગુણો, પુણ્ય, તપોબળ નાશ પામ્યા અને તેનો અંત નિશ્ચીત બન્યો.

શચીદેવીએ નહુષને કહ્યુ કે તમે તો મહાન રાજન છો. તમને મારા ઘર પર આમંત્રણ છે પરંતુ જો સપ્તર્ષિ તમારી પાલખી ઉપાડે તો જ તમારા મોભાને છાજશે. નહુષે વિચાર્યુ કે શચી જે કહે છે તે સાચુ જ છે. અને તરત જ તેમણે સપ્તર્ષિને પોતાની પાલખી ઉપાડવા માટે આજ્ઞા કરી. સપ્તર્ષિએ પોતાનો અહંકાર અને ક્રોધ પર અંકુશ મેળવી લીધો હોવાથી તેમણે નહુષની પાલખી ઉપાડી. અગત્સ્યમુનીના પગ ધીરે ચાલતા હોવાથી નહુષે તેમને ઝડપથી ચાલવા માટે ગર્વભેરે બોલ્યો. તેથી નહુષેને પાઠ ભણાવવા માટે અગત્સ્યમુનીએ નહુષને સર્પ બનવાનો શ્રાપ આપ્યો. તેથી નહુષનું ઇન્દ્રના સ્થાન પરથી પતન થયુ અને અજગરરૂપે ગાઢ જંગલમાં ગયો.

હજારો વર્ષો સુધી તે પોતાની એક ભુલ માટે પછતાતો રહ્યો. એક વખત પાંડવો વૃષપર્વાના આશ્રમમાં રહેતા હતા. ભીમ જંગલમાં ગયો અને તેણે આ વિશાળકાય સર્પને જોયો અને તેણે સર્પને વિશે જાણકારી મેળવવા માટે પુછ્યુ. નહુષે પોતાની કથા કહી અને ભીમને કહ્યુ કે માત્ર યુધિષ્ઠીર કે જેઓ ક્યારેય પણ ધર્મચ્યુત થયા નથી તે જ તેમને મદદ કરી શકે એમ છે. આ દરમિયાન યુધિષ્ઠીર ભીમને શોધતા શોધતા જંગલમાં આવી ચડે છે. યુધિષ્ઠીર આ અજગરને નહુષ જાણીને તેમને દંડવત પ્રણામ કરીને આશિર્વાદ માંગે છે. તે નહુષના દરેક પ્રશ્નના ઉત્તર આપે છે અને નહુષ પોતાના આ સર્પરુપમાંથી મુક્તિ મેળવે છે અને દિવ્ય -દેહ ધારણ કરીને દિવ્ય વિમાનમાં ઉર્ધ્વલોક તરફ ગતિ કરી.

આ વાર્તામાંથી મળતો બોધ

જ્યાં સુધી નહુષને વિવેક હતો ત્યાં સુધી તેને દરેક માન આપતા હતા. જ્યારે તેના ઉપર અહંકારનો પ્રભાવ પડ્યો ત્યારે તેણે ઘોર પાપ કર્યુ અને તેનું મોટુ ફળ ભોગવવું પડ્યુ.

સત્તા આવવાને કારણે નહુષ જેવો મોટો માણસ પણ અહંકારી બન્યો અને તેનું પતન થયુ. જ્યારે પણ કોઇ વ્યક્તિ સત્તા પર આવે ત્યારે તેણે વધારે ને વધારે નમ્ર બનવું જોઇએ.

યુધિષ્ઠીર પાસેથી શીખ મળે છે કે મોટાને હંમેશા આપણે આદર આપવો જોઇએ.

શાસ્ત્રોના જ્ઞાનથી યુધિષ્ઠીરને પ્રશ્નોના જવાબ આપવા માટે સમર્થ થયો. આપણે હંમેશા વ્યવસ્થિત રીતે ભણવું જોઇએ.

પર સ્ત્રીની ઇચ્છા કરવી એ મહાપાપ છે.

Permalink |  Trackback

Comments (2)   Add Comment
Re: રાજા નહુષની વાર્તા    By manvant on 7/26/2006
પૌરાણિક ને જાણીતી વાર્તા છે .
બોધવાક્યો બહુ ઉપયોગી છે. આભાર !

Re: રાજા નહુષની વાર્તા    By Neela Kadakia on 1/16/2007
જીવન્માંઉતારવા જેવી બોધકથા છે.


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft