Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 આદમી - અમૃત 'ઘાયલ'
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 7/20/2006 9:41 PM
ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ

હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ

અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ

નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર!
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ

ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ
Permalink |  Trackback

Comments (3)   Add Comment
Re: આદમી - અમૃત 'ઘાયલ'    By Pancham Shukla on 7/26/2006 4:11 AM
અભિનંદન વિશાલ....

Re: આદમી - અમૃત 'ઘાયલ'    By MANvANT on 7/26/2006 3:00 PM
અભિનંદનો !!!!!!!!!!!!!!
પણ અમે તો કાઠિયાવાડી છૈયે ........છાશ પીને રૈયે !
'અમૃત' પીતાં જૈયે !દિલનાં 'વિશાલ' થૈયે !

Re: આદમી - અમૃત 'ઘાયલ'    By vivek on 7/31/2006 8:31 AM
ખાનાખરાબીને બોલાવવાની વાત ગમી ગઈ...


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft