Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું એકરૂપપણુ
Location: Blogsબોધ કથા    
Posted by: ગુર્જરદેશ બોધકથા 7/12/2006

એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી. ભુલોક પર આવીને માતાને થયુ કે આ વખતે માત્ર ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે. તેમણે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા. માતાએ કહ્યુ "તમે અને વિષ્ણુ બંને સરખા છો, પરમાત્મા છો. મને મદદ કરો." ભગવાન શિવે કહ્યુ "હે દેવી! તમે કેમ જાણો છો કે અમે બંને સરખા જ છીએ?" માતાએ કહ્યુ "વિષ્ણુએ મને કહ્યુ હતુ. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે મેં તેમને પ્રશ્ન પુછ્યો કે સમુદ્રમંથન વખતે મેં તમને સર્વના કર્તાહર્તા જાણીને હું તમને વરી હતી તો પછી તમે કોનું ધ્યાન ધરો છો?". ભગવાને ઉત્તર આપ્યો "હું ભગવાન શિવનું ધ્યાન ધરુ છુ. હું અને તે બંને સરખા છીએ. સર્વ જ્ઞાની લોકો આ વાત જાણે છે. જો કોઇ મારો ભક્ત હોય અને તે ભગવાન શિવની નિંદા કરતો હોય તો હું તેને નર્કમાં નાખુ છુ."

માતાએ ભગવાન શિવને વિનંતિ કરી કે તેઓ ભગવાન વિષ્ણુને મનાવે અને તેમને બાળક આપે. ભગવાન શિવે ચિત્રરુપને તેના દુત તરીકે ભગવાન વિષ્ણુને મનાવવા માટે મોકલ્યો. ભગવાન વિષ્ણુ ભુલોક પર આવે છે અને માતાને એકવિર નામનો બાળક અર્પે છે.

કથામાંથી મળતો બોધ

ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને એક જ છે.
ઇશ્વરના કોઇ પણ રુપ પ્રત્યે અણગમો ન હોવો જોઇએ.
Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft