Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 Dairy gamta geetoni
Location: Blogsગમતાનો ગુલાલ    
Posted by: vijay 7/12/2006 6:18 AM
આજે જાગવું છે
આંખમાં ઊંઘ સળવળે છતાં આજે જાગવું છે.
વીતેલી ક્ષણોને જીવંત કરી આજે જાગવું છે.
વાતવાતમાં લડવું, રિસાવું
દૂર જઇ વળી પાછા ફરવું
એ અમથું અમથું ઇતરાવું
વળી છુટ્ટાં પડતાં કરમાવું
તન્હા બેચૈન રાતોની યાદમાં આજે જાગવું છે.
        લાગણીઓનું મનમાં છુપાવું
        ને અંતે આંખોમાંથી છલકવું
        સાંત્વનનું વાળમાં ફરવું
        ને ઉકળાટનું શાંત પડવું
અવ્યક્ત ઉર્મિની વ્યથાની યાદમાં આજે જાગવું છે.
ડો. ભૂમિકા મહેતા
(‘’કવિ’’ સામયિક, જૂન 2005)
મૌનના પરદે રહીને એકલા બળશુ નહી
આજથી એવા મળીશુ કે અલગ પડશુ નહી
 
આપણા નયને સવારે સૂર્ય થઇ જાગ્યુ મિલન
હૂંફના તડકા સમુ હેમંતમા લાગ્યુ મિલન
સાંજના ભારે નયનમા અસ્ત થઇ જાતુ મિલન
રોજ આવી વેદના લઇ સાંજના ઢળશુ નહી
આજથી...
 
શીત રાતે હુ અધૂરા ચન્દ્ર મા શોધુ તને
ના અટકતા ઊંઘ કે શમણાય તારી પાંપણે
ઝૂરવુ શુ આંખમા ઉજાગરા લઇ આપણે
આપણી આ લાગણીને આપણે છળશુ નહી
આજથી...
                ડો. નીરજ મેહતા
 
આ સમયની ગીચતા
ઇંતજારીમા ભળે
 
તો સમયનો સૂર્ય પણ
ખૂબ મોડેથી ઢળે
 
માત્ર તારુ નામ લઇને
કોઇ અફવા નીકળે
 
સાંજના આકાશમા
નિતનવા રંગો ભળે
 
જોઇ તારુ આગમન
સૂર્ય છૂપ્યો વાદળે
 
રૂપ તારુ જોઇને
ચન્દ્ર પણ ભડકે બળે
 
સાંભળુ સંગીત હુ
હોઠ ખોલે એ પળે
 
મૌન એવુ બોલકુ
બન્ધ આંખો સાંભળે
 
                   - ડો. નીરજ મેહતા

"સાગર અને શશિ"

આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હ્રદયમાં હર્ષ જામે,

સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !

જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સ્રુષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સ્રુષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
–કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

http://urmi.wordpress.com/tag/%e0%aa%8a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b8%e0%aa%82%e0%aa%a6/

 

 
Permalink |  Trackback

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft