|
|
|
|
|
|
એક મધ્યરાત્રે - રાવજી પટેલ
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
7/8/2006 11:17 AM |
અરે, આ ઓચિતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે! પથારી ખીલી ગૈ, કુસુમ ટહુયાં કૈં રુધિરમાં! ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં! અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા નયા દૂર્વાકુરો ફર ફર થતાં. સ્હેજ ચમયું સૂતેલી પત્નીનું શરીર; ઝબયો હુંય, પરખી. જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલયું. વીતેલા વષોમાં કદીય પણ ચાહી નવ તને. સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
(ઊષર - પડતર, પરિમલ્યા - ખીલ્યા, દૂર્વાકુરો - ઘાસનો અંકુર)
|
|
| Permalink |
Trackback |
Comments (1)
Add Comment
|
Re: એક મધ્યરાત્રે - રાવજી પટેલ |
By manvant on
7/26/2006 3:26 PM |
મારી આંખે કંકુના સૂરજ ઉગિયા ! ...તમે રે તિલક રાજા રામના..કાવ્યો રચનારો સદ્ગત કવિ ગુજરાતને બહુ સાંભરશે ! એનાં'અશ્રુઘર' ઝંઝા' ને 'અંગત્' પુસ્તકો વાંચવા જેવાં છે.ડાકોર પાસેનો વતની કેંન્સરને શરણે થયો ! |
|
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|