Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 લાખોમાં એક છે - શૂન્ય
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 7/5/2006 6:43 AM
જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે 'શૂન્ય'મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો 'શૂન્ય' તો લાખોમાં એક છે."
Permalink |  Trackback

Comments (2)   Add Comment
Re: લાખોમાં એક છે - શૂન્ય    By gadhvi ajit v on 8/4/2006 12:55 AM
very good really "sunya" lakho maa ek chhe

Re: લાખોમાં એક છે - શૂન્ય    By gadhvi ajit v on 8/4/2006 12:56 AM
very good really "sunya" lakho maa ek chhe


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft