|
|
|
|
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
7/1/2006 11:08 PM |
સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા
સખી, એને જોવા તું ચાહી રહી છે જે સપનું રહે છે હંમેશાં અધૂરું પ્રીતમનો પરિચય તું માગી રહી છે વિષય તારો સુંદર, કુતૂહલ મધુરું
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે હ્રદય એનું ભોળું, જીવન એનું સાદું ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો ન આંખોમાં ઓજસ, ન વાતોમાં જાદુ
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે છે ચૂપકીદી એની સદંતર નિખાલસ નથી એની પાસે દલીલોની શતિ કદી પણ નથી કરતા ચર્ચાનું સાહસ
જુએ કોઈ એને તો હરગિઝ ન માને કે આ માનવીમાં મહોબ્બત ભરી છે કોઈના બૂરામાં, ન નિદા કોઈની નસેનસમાં એની શરાફત ભરી છે
જગતની ધમાલોથી એ પર રહે છે છે પોતાના રસ્તે જ સૂરજની માફક સખી, મારા પ્રીતમની છે એ જ ઓળખ છે સૌ લોક માટે જીવન એનું લાયક
ગરીબોની પાસે, કે રાજાની પડખે જગા કોઈ પણ હો એ શોભી શકે છે પરંતુ સખી, આવી દુનિયાની અંદર ભલા, એવા માણસને કોણ ઓળખે છે?
|
|
| Permalink |
Trackback |
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|