ચ્યવન ઋષિ ભૃગુ મહર્ષિ
અને પુલોમા દેવીના પુત્ર હતા. જ્યારે પુલોમા દેવી ગર્ભવતી હતા ત્યારે ભૃગુ ઋષિને બહાર
જવાનું થયુ. તેમણે અગ્નિદેવને પુલોમા દેવીની રક્ષા કરવા માટે વિનંતિ કરી. ત્યારે પુલોમા
નામનો રાક્ષસ ત્યાં આવ્યો અને અગ્નિદેવને પુછ્યુ "આ પુલોમા છે?" અગ્નિદેવને
કંઇ ખબર ના પડી કે તેને શું જવાબ આપવો. જો તે સાચો જવાબ આપે તો ભૃગુ ઋષિ કોપાયમાન થાય
અને જો ખોટુ બોલે તો તેમને ખોટુ બોલવાનું પાપ લાગે. તેથી તેમણે જવાબ આપ્યો "તે
ભૃગુ ઋષિના પત્ની છે.". તરત જ રાક્ષસે વરાહનું સ્વરૂપ લીધું અને પુલોમા દેવીને
ઉપાડી ગયો. આ દરમિયાન પુલોમા દેવીના ગર્ભમાંથી બાળક પડી ગયુ. (તેથી આ બાળકનું નામ ચ્યવન
રાખવામાં આવ્યુ.)
આ બાળકના ચહેરા પર
બ્રહ્મતેજ હતું જેને કારણે તેને જોઇને રાક્ષસ બળીને ભસ્મ થઇ ગયો. બાદમાં ચ્યવને ખુબ
જ કઠીન તપ કર્યુ અને મોટા મહર્ષિ બન્યા. તે અને તેમની પત્ની સુકન્યાને દધિચિ, પ્રમતિ
અને આપ્રવાન નામે સંતાનો હતા. ખુબ જ સમય પછી ચ્યવન ઋષિએ પાણીની અંદર ૧૨ વર્ષ સુધી તપ
કર્યુ. આ તપ દરમિયાન એક માછીમાર આવ્યો અને તેણે માછલા પકડવા માટે જાળ નાખી. પરંતુ માછલાની
જગ્યાએ આ ચ્યવન ઋષિ જાળમાં ફસાયા. માછીમાર તો ડરનો માર્યો ફફડવા લાયો ત્યારે ચ્યવન
ઋષિ બોલ્યા "મારા તપમાં અડચણ કરવામાં તારો કોઇ જ વાંક નથી. તુ તો માત્ર તારી ફરજ
પુરી કરતો હતો" પરંતુ માછીમારને લાગ્યુ કે આ ઋષિનો તપ ભંગ કરવા બદલ પોતે જ જવાબદાર
છે તેથી તે રાજા નહુષ પાસે ગયો અને પોતાની ભુલ કબુલી.
મહર્ષિએ રાજાને કહ્યુ
"હે રાજન! માછીમારનો કોઇ જ વાંક નથી. તે તો માત્ર તેનો ધર્મ બજાવતો હતો. તમે મારી
કિંમત નક્કી કરો. માછીમારને તેની મહેનતનું યોગ્ય વળતર મળવું જોઇએ". રાજા નહુષને
મહર્ષિની કિંમતનો ખ્યાલ નહોતો. તેમણે અર્ધુ રાજ્ય આપવાનું વિચાર્યુ. ચ્યવન ઋષિએ કહ્યુ
"તે પુરતુ નથી". રાજાએ પોતાનું આખું રાજ્ય આપવાનું કહ્યુ. મહર્ષિ કહે
"તે પણ પુરતું નથી." આ દરમિયાન કવિજાત નામના મહર્ષિ આવ્યા. તેમણે રાજાને
કહ્યુ "રાજન! એક ગાય દાનમાં આપો. તેની કિંમત આ ઋષિ જેટલી થશે". આ જાણીને
નહુષે એક ઉમદા ગાય માછીમારને આપી અને તેને રવાના કર્યો.
માછીમાર પણ એક ચારિત્ર્યવાન
વ્યક્તિ હતો. તેણે વિચાર્યુ "ધન તો હું ગમે ત્યારે કમાઇ શકીશ. પરંતુ આ મહાન ઋષિને
ગોદાન નો મોકો મને જીંદગીભર ક્યારેય મળી શકશે નહી". આમ વિચારીને તેણે આ ગાય મહર્ષિ
ચ્યવનને દાનમાં આપી. મહર્ષિ ચ્યવને તેને ખુબ આશિષ આપ્યા.
આ વાર્તામાંથી મળતો
બોધ
ચ્યવન ઋષિને પોતાના
તપમાં અડચણ આવી છતાં પણ ગુસ્સે થયા નહી.
ગોદાનનો મહિમા અહીં
વર્ણવેલો છે.
રાજા નહુષ રાજા તરીકેનો
ધર્મ બજાવવા પોતાના આખા રાજ્યનું દાન આપવા માટે તૈયાર થઇ ગયા