Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 રઘુમહારાજની કથા
Location: Blogsબોધ કથા    
Posted by: ગુર્જરદેશ બોધકથા 6/24/2006

આ કથા રામચંદ્રજીના દાદા રઘુમહારાજના વખતની છે. રઘુમહારાજ તેમના કુળના અન્ય રાજાઓ જેટલા જ ધર્મપ્રિય હતા. તેમના રાજ્યમાં કેટલાય ગુરુકુળ હતા જેમાના કેટલાકમાં ૧૦૦૦ કરતા પણ વધારે શિષ્યો  અભ્યાસ કરતા હતા. એક ગુરુકુળમાં ગુરૂ શિષ્યને કહી રહ્યા હતા. "હે શિષ્ય! મેં તને બધી જ વિદ્યા શિખવી દીધી છે. તે પણ ઘણા ખંતપુર્વક અભ્યાસ કર્યો છે. હવે તુ ગૃહસ્થશ્રમમાં પ્રવેશ કર અને સમાજને ઉપયોગી બન." શિષ્યએ પ્રત્યુત્તર આપ્યો "હે ગુરૂજી! મને ગુરૂદક્ષિણા આપવાનો મોકો આપો." ગુરૂ બોલ્યા "તુ ગરીબ છે. તારે કંઇ પણ દેવાની જરૂર નથી." શિષ્ય આગ્રહ કર્યે જતો હતો અને ગુરૂ ના પાડ્યે જતા હતા. પછી ગુરૂ બોલ્યા. "ભલે! મેં તને ૧૪ વિદ્યા શિખવી છે એટલે મને તુ ૧૪ મણિ ધનરાશિ આપ પણ એ શરત છે કે દરેક મણિની ઊંચાઇ હાથી પર ઊભા રહેલા માણસ જેટલી ઊંચાઇએ પથ્થર ફેંકે તેટલી હોવી જોઇએ.". શિષ્યએ કહ્યુ "ભલે" અને તે ચાલ્યો ગયો પરંતુ તે હવે ખુબ જ ચિંતિત હતો કે ગુરૂદક્ષિણા આપવી કઇ રીતે?

 રાજાને પિતાતુલ્ય જાણીને   તે રઘુમહારાજ પાસે પહોંચ્યો. આગલા દિવસે રઘુમહારાજે મોટો યજ્ઞ કર્યો હતો અને પોતાનું સઘળું દ્રવ્ય દાનમાં આપી દીધું હતું. જ્યારે આ શિષ્ય આવ્યો ત્યારે રઘુમહારાજ માટીનો ઘડો લઇને સંધ્યાવંદન કરતા હતા. સોનાના પાત્રને બદલે માટીનું પાત્ર જોઇને શિષ્યે કંઇ પણ માંગ્યુ નહી. શિષ્યને જોઇને મહારાજે તેને બોલાવ્યો અને આવવા માટેનું કારણ પુછ્યુ. શિષ્યે ખચકાઇને કહ્યુ "તમારે માટે મને આપવું ઘણુ જ અઘરુ છે.". રઘુમહારાજ બોલ્યા "રાજાના મહેલમાંથી ખાલી હાથે જવું સારુ નહી. કહે તારે શું જોઇએ છે?" શિષ્યે આવવાનું કારણ બતાવ્યુ. રધુમહારાજે શિષ્યને કહ્યુ "તુ કાલે આવજે. હું તને ધનરાશિ આપીશ."

 રાજપુરોહિત જ આ બાબતમાં મદદ કરી શકશે એવા વિશ્વાસે રઘુમહારાજ મહર્ષિ વસિષ્ઠ પાસે પહોંચ્યા. "હે રાજન! તમારી પાસે એટલું ધન કમાવાનો સમય નથી. તમે ઇંદ્ર પર ચડાઇ કરો." મહર્ષિ વસિષ્ઠે કહ્યુ. તરત જ રઘુમહારાજે ઇંદ્ર પર ચડાઇ કરી. ઇંદ્રે આ સાંભળીને તેના સેવકોને કહ્યુ, "રઘુમહારાજ એ એક ધર્માત્મા છે. તેમના ધનના ભંડારને છલકાવી દો.".

 બીજા દિવસે સવારે રઘુમહારાજને તેમના સેવકોએ કહ્યુ કે તેમના ધનભંડાર છલોછલ ભરેલા છે. જ્યારે શિષ્ય આવ્યો ત્યારે રઘુમહારાજે તેને કહ્યુ "તારુ ધન અમારી પાસે સુરક્ષીત છે. આપ બધુ જ લઇ જાઓ.". શિષ્યએ કહ્યુ "હે રાજન! મારે તો માત્ર ૧૪ રત્નો જ જોઇએ છે. બાકી હું કંઇ પણ નહી લઉ.". રઘુમહારાજાને બાકીના ધનનું શું કરવું તેની ખબર જ નહોતી એટલે ઇંદ્રને પાછુ આપી દીધુ.

 આ વાર્તામાંથી મળતો બોધ

રઘુમહારાજનો દાન આપવાનો ગુણ આપણે બધાએ જીવનમાં શિખવો જોઇએ.

Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft