|
|
|
|
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
6/24/2006 11:55 PM |
ક બહુ લિસ્સો હતો, લપસી ગયો ખના પગમાં ખોડ, તે મોડો પડયો ગના બે કટકા, છતાં સાથે રહ્યા ઘનું મોઢું બંધ, ગૂંગળાઈ મર્યો ચ બગાસાં ખાય છે, તે જોઈને છને આવી છીંક, ૨ ૩ ૪ ૬ જનો હાથ ઊંચો થયો સત્કારમાં ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો ટ બહુ ચંચળ ઊછળતો કૂદતો લપસ્યો, પછડાયો ને ઠ ડ ઢ થયો ગ જતો'તો રમવા સંતાકૂકડી હાથ દૈ રોયો તો ગનો ણ થયો ત હતો તૈયાર કૂદકો મારવા થએ કાઢી આંખ, તો થીજી ગયો દને પગ નહોતા, કે ઊભો રહી શકે લૈને ટેકણલાકડી ધ થૈ ગયો નને વાંકી પૂંછડી નડતી રહી, પએ વીંઝી પાંખ, પીંખાઈ ગયો કને ઊગી પૂંછડી, કહેવાયો ફ, બના પેટે ગાંઠ તે રડતો રહ્યો ભ ફરે છે સૂંઢને ડોલાવતો સૂંઢ તૂટી ગૈ તો ભનો મ થયો ય ફૂલેલા પેટથી શરમાય ને રને દુર્બળ દેહનો છે વસવસો લ લડે છે ઢાલ ને તલવાર લૈ વને લાગી બીક, તે નાસી ગયો શને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ ચોથો ભાઈ હ જે પિત્રાઈ હતો ળ ક્ષ ને જ્ઞ રહી ગ્યા એકલા, આમ આ કક્કો અહીં પૂરો થયો.
|
|
| Permalink |
Trackback |
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|