Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 તો કહેવાય નહી - ઘાયલ
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 6/21/2006 11:21 PM
મન મરણ પહેલાં મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દિલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખડી ભોળી, વદન ભોળું, અદાઓ ભોળી,
પ્રાણ એ રૂપ હરી જાય તો કહેવાય નહીં

ચાંદની રાત, ભર્યા જામ, સૂરીલાં ગીતો,
આજ મારો દી ફરી જાય તો કહેવાય નહીં

કંઈ મજા મીઠી તડપવામાં મળે છે એને,
દિલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દિલને બદલે,
ચોર નિદોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માયો મરી જાય તો કહેવાય નહીં.
Permalink |  Trackback

Comments (2)   Add Comment
Re: તો કહેવાય નહી - ઘાયલ    By Mrugesh Shah on 6/25/2006 11:07 PM
it is good gazal. fine.
From :
mrugesh shah (editor)
www.readgujarati.com

Re: તો કહેવાય નહી - ઘાયલ    By Jayshree on 7/18/2006 2:32 PM
Really.. very nice gazal. The first lines are so touchy...

Regards,
Jayshree.

My Marathon Page:
http://aidsmarathon.com/participant.asp?runner=SF-6601&EventCode=RW06

My Blogs :
http://jhbhakta.blogspot.com/
http://j-bhakta.blogspot.com/


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft