Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 એક ખેડુતની વાર્તા
Location: Blogsબોધ કથા    
Posted by: ગુર્જરદેશ બોધકથા 6/21/2006

એક નાનકડા ગામમાં ખુબ જ મહેનતુ ખેડુત રહેતો હતો. તેની પાસે ૧ એકર જમીન હતી. ખુબ જ મહેનતુ હોવાને કારણે તેને પોતાના કુટુંબના ભરણપોષણ જેટલું મળી રહેતું હતુ જેથી તેને કોઇની પાસે હાથ લાંબો કરવાની જરૂર રહેતી નહોતી. તેને જેટલું મળતું તેનાથી સંતુષ્ટ હોવાને કારણે તેને કોઇ પણ જાતની કમી નહોતી. પરંતુ સમય હંમેશા બદલાતો રહે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વરસાદ ઓછો થતો ગયો અને એક સમય એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો. બીજા બધા જ સામાન્ય ખેડુતોની હાલત કફોડી થઇ ગઇ.

 આ ગરીબ ખેડુતની દશામાં કંઇ ફરક પડ્યો નહોતો. તેના જીવનમાં ચોમેર અંધકાર જ ફેલાયેલો હતો. આશાનું એક પણ કિરણ દેખાતુ નહોતુ છતાં પણ તેની જીવવાની પધ્ધતીમાં કોઇ પણ જાતનો ફેરફાર થયો નહોતો. હંમેશની જેમ તે સૂર્યોદય થતા પહેલા ઊઠી જતો અને થોડુંઘણું ખાઇને ખભા ઉપર હળ નાખીને પોતાના ખેતરે જવા નીકળી પડતો. તેને ખબર હતી કે તે જે કંઇ કરતો હતો તેનો કોઇ જ મતલબ નહોતો. એક દિવસ ખેડુત પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતો. ભગવાન શંકર ત્યાંથી નિકળ્યા.તેમણે આ ગરીબ મહેનતુ ખેડુતને જોયો.

 મુસાફરના વેશમાં આવેલા પરમેશ્વરે આ ખેડુતને પુછ્યુ "તને ખબર છે કે વરસાદ વરસવાનો નથી છતાં પણ કેમ ખેતર ખેડે છે?"  આ ખેડુતે જવાબ આપ્યો "અરે! તમે આ ગામમાં નવા લાગો છો. આ તો મારી રોજની દિનચર્યા છે. જેણે મને અન્ન આપ્યુ એ વૃત્તિને હું ભુલી જઇશ તો પછી જ્યારે વરસાદ પડશે ત્યારે હું ખુબ મહેનત કરી શકીશ નહી. હું મારી મહેનત ક્ષમતાને વિસારી જવા માંગતો નથી.". પરમેશ્વર બોલ્યા "જો હું વર્ષા આપીશ તો જ હું ખરા અર્થમાં શિવ બનીશ. મારે પણ મારો સ્વભાવ ન છોડવો જોઇએ અને તમને વર્ષા આપવી જોઇએ." ભગવાન શિવે એ ગામને વરસાદ આપ્યો.

 આ વાર્તામાંથી મળતો બોધપાઠ

સમય ગમે તેટલો દુષ્કર હોય તો પણ આપણે કઠીન મહેનત કરતી રહેવી જોઇએ.

શિસ્ત એ માનવીનું આભુષણ છે. તેનાથી કોઇ પણ મુશ્કેલ કાર્યો પણ પાર પડી શકે છે.

Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft