Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 એ સોળ વરસની છોરી - પ્રિયકાન્ત મણિયાર
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 5/31/2006 12:37 AM
એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી.
ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કંઈ ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર
ગોરાં ગોરાં ચરણે એનાં ઘુઘરિયાળાં રૂપાનાં નૂપુરઃ
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમદોરી

એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ
એના બીડયા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી
એ સોળ વરસની છોરી
Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft