Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 પ્રેરક વાર્તાઓ
Location: Blogsગમતાનો ગુલાલ    
Posted by: vijay 5/27/2006 11:22 PM

માનવીનાં મન -

ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી, અને જે કાંઈ જીવ અને જગત બનાવ્યાં તેમાં જીવંત પ્રાણીઓમાં કેટલીક શક્તિઓ મૂકી, જેને કારણે તે પોતાનો વ્યવહાર ચલાવી શકે. નીચી કોટિના જીવોમાં પોષણ અને વૃદ્ધિની શક્તિ મુખ્ય રહી છે. બેકટેરીયા, એકકોષી જીવો વગેરે સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને પોષણ મળે ત્યાં સુધી જીવે છે. વનસ્પતિ તેનાથી ઊંચી કોટિમાં ગણી શકાય. તેનામાં પણ પોષણથી જ જીવન પાંગરે છે, તે પણ વૃદ્ધિ પામવા માટે પ્રકાશ અને પાણી તરફ અંદર-બહાર ગતિશીલ રહે છે. લાગણીનું તંત્ર વનસ્પતિમાં હજુ બહુ જ નીચી કક્ષાનું છે. ત્યાર પછી પ્રાણીઓમાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ તેનાથી ઊંચી કોટિનાં ગણી શકાય. તેમનામાં લાગણીતંત્ર વિક્સેલું જણાય છે. તે સુખ અને દુ:ખની લાગણી પ્રગટ કરે છે, અને જીવનની ચાર મૂળભૂત પ્રેરણાઓથી જીવનની ગાડી ગબડાવે છે. ઊંઘ, ભૂખ, ભય અને મૈથુન દ્વારા તે પોતાનું જીવન વ્યતિત કરે છે. પાલતું પ્રાણીઓમાં આ પ્રેરણાઓ ઉપરાંત થોડું વિકસિત લાગણીતંત્ર વધારે સ્પષ્ટ કામ કરતું જોવામાં આવે છે. તેને પ્રતિક્રિયા કરનારું નીચી કક્ષાનું મન કહી શકાય. કૂતરાને કોઈ પથ્થર મારે તો તરત એ પથ્થરને બચકુ ભરવા દોડે છે. અહીં મન પ્રતિક્રિયા જ કરે છે; પરંતુ નિર્ણય કરતું નથી કે પથ્થર કોણે માર્યો ?’

પણ મનુષ્યમાં મન ખૂબ જ વિકસિત દશામાં રહેલું છે, તેથી મનવાળોમાનવકહેવાય છે. મનુષ્યમાં રહેલ આ મન માનવીને પૂરી સ્વતંત્રતા આપે છે. આ સ્વતંત્રતાનો તે પોતાના ભલામાં ઉપયોગ કરે કે બૂરામાં તેના ઉપર તેના જીવનનો આધાર રહેલો છે. આ સ્વતંત્રતા જ તેની બેડી બની ગઈ છે. તેથી જ જ્યારે પોતાની પાસે શ્રેય અને પ્રેય આવે છે ત્યારે, શ્રેયને પડતું મૂકીને ઘણીવાર પ્રેય તરફ દોરાઈ જઈને, પોતાનો વિનાશ નોતરે છે. મનમાં ઉત્પન્ન થતી આ પ્રેય (પ્રિય) ઈચ્છાઓ બધી જ અમલમાં મૂકાય તો સમાજ તૂટી પડે અને સ્વછંદી બની જતાં તેમાં કલેશ-ઝઘડા-અશાંતિ વ્યાપી જાય. તેથી કેટલાક સામજિક, ધાર્મિક અને નૈતિક નિયમો બનાવવામાં આવ્યા છે.

વહેલા ઊઠી, સ્વચ્છ બની, પ્રાર્થના કરવા માટે ધર્મના જે નિયમો ઘડાયેલા છે તે શ્રેય છે. પણ દેખીતી રીતે તો નિરાંતે મોડા મોડા ઊઠવાનું, નિરાંતે બપોર સુધી નાહવાનું અને પ્રાર્થના ન કરવાનું પ્રિય-પ્રેય લાગે છે. પરિણામે તબિયત બગડે છે. શ્રેયનો નિશ્ચય મન કરી શકે તે માટે મનને સમજવા માટે આપણે અહીં પ્રયત્ન કરીશું. તે માટે એક દષ્ટાંત લઈએ.

એક પ્રખ્યાત વૈદરાજ ના જીવનમાં બનેલી આ ઘટના છે. તેઓ એક સાંજે એક વૃદ્ધ પુરુષને જોવા ગયા. નાડી અને અન્ય લક્ષણો જોતાં લાગ્યું કે તે માંડ અડતાલીસ કલાક કાઢશે. હાંફ પણ ખૂબ ચડતી હતી. તાત્કાલિક રાહત માટે હવા અને માંદગીનો અહેવાલ તેને રાત્રે જ મોકલી આપવાનું કહી ઘેર આવવા નીકળ્યા.

એક ધનિકનો યુવાન પુત્ર માંદો હતો. રોજ તેને ત્યાંથી તેની દવા લઈ જતા હતા. તેમને થયું : ઘર રસ્તામાં આવે છે તો તેને પણ જોઈ આવું તો સારું.તેઓ તેને જોવા ગયા. તેની નાડી વગેરે જોઈ. તે ધનિક પુત્ર થોડો વહેમી હતો. વૈદરાજને તેણે કેટલાય સવાલ પૂછ્યા. વૈદરાજે ટૂંકમાં તેને જણાવ્યું કે, ‘તમારી માંદગીનો પૂરો અહેવાલ અને દવા હું હમણાં જ મોકલું છું, તેથી તમારે હવે પ્રશ્ન પૂછવાપણું નહિ રહે. હિંમત રાખજો, સૌ સારા વાનાં થઈ જશે.

રાત્રે તેણે બન્ને સ્થળે, પોતાના માણસ સાથે દવા અને રિપોર્ટ મોકલી આપ્યાં. યુવક માટે દવા સાથે લખ્યું હતું : જીવનનો વહેલોમોડો અંત આવે જ છે. મૃત્યુ નિશ્ચિત વસ્તુ છે, માટે તેનો ભય રાખવો નહિ અને પ્રભુભજન કરવું. હવે તમારા જીવનના ગણતરીના કલાકો જ બાકી છે, તો સત્કાર્ય કરી લેશો. સાથે મોકલેલી દવાથી તાત્કાલિક સત્કાર્ય કરી શકો ને તમારી મિલકતની વ્યવસ્થા કરી શકો તેટલી તાકાત આવી જશે.

યુવાને આ રિપોર્ટ વાંચ્યો અને તના હાંજા ગગડી ગયા. વહેલી સવારે તેને માટે વૈદરાજને તેડવા માણસ આવ્યો. વૈદરાજે જણાવ્યું : મોટા માણસ છે એટલે બોલાવે તે તેમને પોષાય, પણ ખરેખર હવે મારે ત્યાં આવવું જરૂરી નથી. હું મારાં પૂજાપાઠ, નિત્યકર્મ પતાવી નિરાંતે આવી જઈશ. મારી દવાથી આરામ થઈ જ જશે.વૈદરાજે આવવાનું જરૂરી ન માન્યું એટલે યુવાનને મૃત્યુની ખાતરી થઈ ગઈ અને તે એકદમ મૂંઝાઈ કલ્પાંત કરવા લાગ્યો. તેનાં માતાપિતા બીજા શહેરમાં હતા, ત્યાંથી બોલાવવા તાર થયા. વૈદરાજ છેવટે તેને જોવા માટે બે પહોર દિવસ ચડી ગયો ત્યારે પહોંચ્યા. યુવાનની ગંભીર હાલત જોઈ. ગઈ સાંજે તો તેને ઠીક હતું અને આમ કેમ થયું ? વૈદરાજ સામે જોઈ યુવાન ક્ષીણ અવાજે બોલ્યો : ગઈ રાતથી ઊંઘી શક્યો નથી. મૃત્યુ સતાવે છે. મારી બધી મિલકત લઈ લો, પણ બેઠો કરો. મારે મરવું નથી.તે રડવા લાગ્યો. રડતાં રડતાં હાંફ ચડી ગઈ.

વૈદરાજ બોલ્યા : કોણે કીધું કે તમે મરી જવાના છો ? તમારી તબિયત તો ખૂબ જ સારી છે. તેથી તો મેં માત્ર તમને સાંત્વના રહે એટલે શક્તિની દવા મોકલી છે. તમને તો દવા ન આપું તો પણ ચાલે તેમ હતું.
યુવાન દયામણું હસી બોલ્યો : વૈદરાજ, આપ મને ખોટું આશ્વાસન શા માટે આપો છો ? ગઈ રાત્રે તો આપે અહેવાલમાં મારા મૃત્યુની સ્પષ્ટ ચેતવણી આપી હતી.

વૈદરાજ તાજ્જુબ થયા. તેમણે એ અહેવાલ જોવા માગ્યો.
પછી ખૂબ હસ્યા. તેમણે કહ્યું, ‘ગઈ રાત્રે એક વૃદ્ધને જોવા ગયો હતો. તે પાકું પાન હોઈ, તેમજ તેમની ગંભીર હાલત હોઈ, તેમને મેં ઉત્તેજક દવા મોકલી હતી અને પ્રભુનામમાં તેનો અંતકાળ જાય એટલે ચેતવણી લખી મોકલી હતી. ભૂલથી મારો માણસ તે રિપોર્ટ અને દવા, એને બદલે તમોને આપી ગયો છે; બાકી તમોને તો ખરેખર કાંઈ જ નથી. આવી ભૂલ ન થાય તેવી વધુ દરકાર મારે રાખવી જોઈતી હતી.

શું કહો છો ?’ કહેતોક એ યુવાન બેઠો થઈ ગયો. જેને થોડીવાર પહેલાં પડખું ફરવામાં પણ કષ્ટ પડતું હતું અને પત્નીની મદદથી તે પડખું પણ માંડ માંડ ફરી શકતો, તેવી હાલતવાળો તે યુવાન કોઈની પણ મદદ વિના એકદમ બેઠો થઈ ગયો.

વૈદરાજ બોલ્યા : સાવ સાચું કહું છું. જુઓ, એ વાત સાંભળતા જ તમે કેવા બેઠા થઈ ગયા ! તમારા શરીરમાં કંઈ ખામી નથી. એક નાના ભ્રમમાં તમે તમારું શરીર કેવું ભાંગી નાખ્યું હતું ! તે તમારા મનનું જ કારણ હતું. મનથી તમે મૃત્યુને નજીક જોયું એટલે તમારા શરીરમાંથી કૌવત ચાલી ગયું. નિદ્રા ન આવી, અને આવી હાલત રહી હોત તો ખરેખર કદાચ થોડા સમયમાં તમારી સ્થિતિ ખૂબ જ વણસી જાત. ભલા માણસ, હવે આ ઘટના ઉપરથી બોધપાઠ લઈને મનને મજબૂત બનાવો, વહેમ છોડો ને મૃત્યુને સદા નજર સામે રાખી પ્રભુપરાયણ રહો.

આ સાંભળીને યુવાન ખૂબ જ આનંદમાં આવી ગયો. તે વૈદ્યને પગે લાગ્યો : વૈદરાજ, મને જોવા આવવા અને દવા આપવા માટે તમોને હવે ઘરમાં કદી બોલાવવા નહિ પડે. અહા, મારે હાથે જ મેં મારી સ્થિતિ બગાડી હતી. પણ વૈદ્યરાજ, પેલા વૃદ્ધજનને મારી સ્થિતિનો અહેવાલ મળ્યો છે, તેનું શું થયું હશે ? ચાલો, હું તમારી સાથે તેમને જોવા આવું.હવે તે ચાલીને બહાર નીકળવા પણ શક્તિમાન થઈ ગયો હતો !

બન્ને જણ પેલા વૃદ્ધજનને મળવા ગયા. તેની પથારી પહેલે માળે હતી. પણ વૈદ્યરાજ ઘરે પહોંચ્યા તો તેણે જોયું કે તે વૃદ્ધ પુરુષ નીચે રસોડામાં આવીને રોટલોને દૂધ જમતા હતા. એકદમ તે ઊભા થયા અને બોલી ઊઠ્યા, ‘વૈદ્યરાજ, ભલુ થજો તમારું. તમારી દવા પણ ખૂબ જ સારી અને તમારો અહેવાલ વાંચ્યો ત્યારે જ મને ખબર પડી કે હું નાહક સેવાચાકરી લઈ રહ્યો છું. મારામાં જરાય રોગ નથી અને ફક્ત નબળાઈ જ છે. એ વાત જો રૂબરૂ કહી હોત તો હરકત નહોતી. બે માસ હું મૂર્ખામીમાં ખાટલે પડી રહ્યો અને અનેક વૈદ્ય-ડૉકટરોને બતાવી નાહક ખુવાર થયો. અનુભવી તે અનુભવી. જો તમોને જ પહેલાં મળ્યો હોત તો આવી તકલીફમાં ન મુકાત. બેસો, બેસો, જલપાન કરો.

પેલો યુવાન કશુંક કહેવા જતો હતો, તેને રોકીને વૈદ્યરાજ બોલ્યા, ‘જુઓ, આ વૃદ્ધ છે એમ કોઈ કહે ? યુવાનને પણ શરમાવે તેવા છે ને ?’ પછી વૃદ્ધજનને સંબોધી કહ્યું :અમોને ઉતાવળ છે. તમે નિરાંતે જમો અને સાંજે ફરી દવા મંગાવી લેજો.

ત્યાર પછી તે વૃદ્ધ માણસ લગભગ ત્રણેક માસ જીવ્યા. એક પ્રખ્યાત વૈદ્યના જીવનમાં બનેલી આ સાચી હકીકત છે. આ બનાવ ઉપરથી ખાતરી થાય છે કે આ શરીરની સ્થિતિ મન પર આધારિત છે. જેમ એક સ્ટીલના ગ્લાસમાં બરફ રાખીએ તો ગ્લાસની બહાર પાણીની વરાળ જામી જાય છે, તેવી રીતે મનુષ્યના મનની આસપાસ તેનું શરીર બંધાયું છે.                                   પુષ્કર ગોકાણી

http://rdgujarati.wordpress.com/2006/06/14/maanvi-naamaan/

 

 

ચાર સ્ત્રી અને ચાર પુરુષ

એક મનુષ્ય જંગલમાંથી પસાર થતો હતો. એને રસ્તામાં ચાર સ્ત્રીઓ મળી.

પહેલી સ્ત્રીને એણે પૂછ્યું :
બહેન, તારું નામ શું ?’
એણે કહ્યું : બુદ્ધિ
ક્યાં રહે છે ?’
મનુષ્યના મગજમાં
બીજી સ્ત્રીની સામે જોઈને એણે પૂછયું :
બહેન, તારું નામ શું ?’
લજ્જા
અચ્છા, તું ક્યાં રહે છે ?’
આંખોમાં
ત્રીજી સ્ત્રીની તરફ વળીને એણે પૂછયું :
શું છે તારું નામ ?’
હિંમત
બહેન, તું ક્યાં રહે છે ?’

હ્રદયમાં
ચોથી સ્ત્રીને પૂછયું :
બોલ, તારું નામ શું ?’
તંદુરસ્તી
તું ક્યાં રહે છે ?’
પેટમાં

આ બધા ઉત્તરો સાંભળીને પ્રસન્ન મને તે આગળ ચાલ્યો. એટલામાં એને ચાર પુરુષો મળ્યા. એમાંથી એકને બોલાવીને પૂછયું :
ભાઈ, તારું નામ શું ?’
ક્રોધ
તારું રહેવાનું ?’
મગજમાં
પણ મગજમાં તો બુદ્ધિ રહે છે, તું કઈ રીતે રહી શકે ?’
જ્યારે હું આવું છું ત્યારે બુદ્ધિ ત્યાંથી વિદાય લેતી હોય છે.
બીજા પુરુષ તરફ ફરીને એણે સવાલ કર્યો :
તારું શું નામ ?’
લોભ
તારું રહેવાનું ક્યાં ?’
આંખોમાં
પણ ભાઈ, આંખોમાં તો લજ્જા રહે છે. તું કેમ રહી શકે ?
વાત એમ છે કે જ્યારે હું આવું છું ત્યારે લજ્જા ત્યાંથી ભાગી જાય છે.
ત્રીજા પુરુષને પૂછયું :
તારું નામ શું ?’
ભય
તું ક્યાં રહે છે ?’
હ્રદયમાં
અરે, હ્રદયમાં તો હિંમત રહે છે. તું કેવી રીતે વસી શકે ?’
જ્યારે હું આવું છું ત્યારે હિંમત ત્યાંથી રવાના થાય છે.
ચોથા પુરુષને સવાલ કર્યો.
તારું નામ શું ?’
રોગ
તું ક્યાં રહે છે?’
પેટમાં
અરે, પેટમાં તો તંદુરસ્તી રહે છે, તું કેવી રીતે રહી શકે ?’
હું આવું છું ત્યારે તંદુરસ્તી ત્યાંથી ચાલી જાય છે.
આ ચાર સ્ત્રીઓના પ્રતીકમાં ગુણ દર્શાવ્યા છે અને ચાર પુરુષોના પ્રતીકમાં દોષ દર્શાવ્યા છે. જ્યારે જીવનમાં દોષનો પ્રવેશ થાય છે ત્યારે એના પ્રતિપક્ષી ગુણો નાશ પામે છે.

 - મુનિ રાકેશકુમાર

[ અનુવાદ: મધુમહેન મહેતા. | સંકલન : ડૉ. જયંત મહેતા અને ગુણવંત બરવાળિયા ] http://www.readgujarati.com/SahityaMaster.asp

 

કર વિચાર તો પામ

      કોઈ પણ આચારને પહેલાં વિચારના બુગદામાંથી પસાર થવું પડે છે. વિચાર વિના આચાર શક્ય નથી. આચારની કાચી સામગ્રી વિચાર છે. જો વિચારનું વણાટ કાચું હશે તો આચારનું પોત પણ પાંખું જ રહેવાનું.
      મૂલ્યવાન આચાર છે એ ખરું પણ એ મુલ્ય વિચારાધીન છે. તમે જેવું વિચારશો એવા બનશો. આ પ્રક્રિયા નરી આંખે દેખાય તેવી હોય છે. સારા બનવા માટે પહેલાં તો સારું વિચારવું જરૂરી છે. ખરાબ વિચારીને કોઈ પણ માણસ સારો ના બની શકે.
      આધુનિક તબીબી વિજ્ઞાન પણ એ કબુલ કરે છે કે વિચારોની અસર શરીર પર પડતી હોય છે. વિચાર દવા બની શકે છે અને વિચાર આંતરિક દવ પણ બની શકે છે. વિચારનું પણ વિજ્ઞાન છે અને એ જાણવું જરૂરી છે.
      અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. એમણે ફાંસીની સજા પામેલા એક ગુનેગારને સરકાર પાસેથી માગી લીધો. એની હાજરીમાં એક ઝેરી નાગ લાવવામાં આવ્યો અને એને કહ્યું : ‘તને કાતિલ નાગ કરડાવીને મારી નાખવામાં આવશે.’ કેદીની આંખે ચુસ્ત પાટા બાંધવામાં આવ્યા અને પછી એના પગે સોય મારવામાં આવી. કેદી તુરત જ મૃત્યુ પામ્યો. એના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો હ્રદયમાંથી ઝેર નીકળ્યું.
      વિચાર એક પદાર્થ છે. એની રાસાયણિક પ્રક્રિયા શરીર પર થાય છે. ઉપરના કિસ્સામાં કેદીને ખરેખર સાપ કરડાવવામાં આવ્યો નહોતો, છતાં સોયના ચટકાથી એણે માની લીધું કે સર્પે ડંખ દીધો. આ સર્પના વિચારથી તે મૃત્યુ પામ્યો.
      ધૌમ્ય મુનિનો એક શિષ્ય એકવાર દારૂની લતે ચડી ગયો. પછી એ પસ્તાવા લાગ્યો. એણે ધૌમ્ય મુનિ પાસે આવી આજીજી કરતાં કહ્યું : ‘ગુરુદેવ, મને આ વ્યસનમાંથી બચાવો.’
      ‘એ મારું ગજું નહીં.’
      ‘આપ સિવાય મને કોણ બચાવી શકે?’
      ‘તું પોતે જ તારી જાતને બચાવી શકે.’
      ‘એ કેવી રીતે?’
      ‘જે રીતે વિચારથી તારું પતન થયું છે. એ રીતે જ હવે વિચારો વડે જ તારા અભ્યુદય માટે પ્રયત્ન કર.’
      વિચાર બદલાતાં આચાર બદલાવા માંડે છે. જીવનનો પાયો વિચાર છે. મહાત્મા ગાંધીજીના અધ્યાત્મ ગુરુ અને પ્રબળ આત્મા શ્રીમદ્ રાજચંદ્રે સકલ શાસ્ત્રનો મર્મ એક જ પંક્તિમાં કહ્યો છે. પંક્તિ છે:
      ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય, ધન, સ્વયં જ્યોતિ સુખધામ,
      બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’
      આ પંક્તિમાં પણ વિચાર પર ભાર મુકાયો છે. પ્રભુને પામવા અને ગુમાવવામાં સૌથી મોટો ફાળો વિચારનો છે. – ધૂની માંડલિયા

Courtesy: www.Readgujarati.com

નિષ્ફળતાઓ : જગતના મહાન સફળ પુરુષની

હકીકતે જોવા જાઓ તો સફળ અને નિષ્ફળ વ્યક્તિના સંજોગોમાં ઝાઝો ફેર હોતો નથી. જે મુશ્કેલીઓ, અડચણો, વિટંબણાઓ, સમસ્યાઓ, તકલીફો નિષ્ફળ માણસને નડતરરૂપ હોય છે તે જ સફળ માણસને પણ હોય છે. કુદરત સફળ માણસ માટે એક પ્રકારના સંજોગોનું નિર્માણ કરે છે, તો નિષ્ફળ વ્યક્તિ માટે અન્ય પ્રકારનું એવું કશું જ હોતું નથી. કદાચ દરેકની પરિસ્થિતિની વિકટતાનું પ્રમાણ ઓછુંવધતું હોઈ શકે, પરંતુ તેથી એવું નથી કે સફળ વ્યક્તિને માટે હળવી વિકટ પરિસ્થિતિ જ હોય અને નિષ્ફળ વ્યક્તિ માટે ભયંકર વિકટ એકની એક પરિસ્થિતિને સફળ માણસ એક રીતે નિહાળે છે તો નિષ્ફળ માણસ તેને બીજી રીતે. તદ્દન સામાન્ય માણસ એકવાર પડી જાય તો તે પડેલો રહે છે ઊભો થતો જ નથી. તેનામાં થોડીક મહત્વાકાંક્ષા હશે તો તે શરૂઆતમાં ત્રણચાર વાર પડી જશે અને ત્રણચાર વાર ઊભો થશે. વળી, પ્રત્યેક વાર ઊભો થઈને કદાચ ડગલું આગળ માંડશે, પણ તેમ છતાં તેની મહાત્વાકાંક્ષાને અતૂટપણે વળગી રહેવાની વૃત્તિને અભાવે તે જો પાંચમીવાર પડી જશે તો તે ઊભો થશે ખરો પરંતુ તે પછી પોતાના પગલાં ઊંધી દિશા તરફ માંડશે અને મન મનાવશે મેં તો પૂરતા પ્રયત્નો કર્યા છે, પણ નસીબ યારી આપે તેવું લાગતું નથી એટલે હવે સફળતાની દિશામાં ફાંફાં મારવા જેવું નથી.એનાથી ઉલટું, મહત્વાકાંક્ષી વ્યક્તિ સફળ નીવડે છે કારણકે પોતે જેટલીવાર પડે છે તેટલીવાર ઊભો થતો રહે છે અને સફળતાની દિશા તરફ પોતાનાં ડગ માંડતો જ રહે છે.

અમેરિકાના કર્મયોગી રાજપુરુષ અબ્રાહમ લિંકન આજ દિન સુધી જગતે જોયેલા મુઠ્ઠીભર મહાપુરુષોમાંના એક છે. તેઓ અમેરિકાના પ્રમુખ થયા, પરંતુ એ સ્થાને પહોંચતાં એમને કેટલીયે નિષ્ફળતાઓ જોઈ હતી. કેટકેટલા ફટકા પડ્યા હતા. તેઓ પુખ્ત બન્યાં તે પછીનાં ત્રીસ વરસની એમના જીવનની તવારિખ કંઈક કંઈક આ પ્રમાણે હતી :

ધંધામાં નિષ્ફળ – 1831, ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832, ફરીથી ધંધામાં નિષ્ફાળતા – 1833, ધારાસભામાં ચૂંટાયા – 1834, પત્નીનું અવસાન – 1835, પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર – 1836, સ્પીકરની ચુંટણીમાં હાર – 1838, ઈલેકટર તરીકે હાર – 1840, ‘લૅંન્ડ ઓફિસરતરીકે હાર – 1843, કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843, કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846, કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848, સેનેટની ચુંટણીમાં હાર – 1855, અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856, સેનેટમાં હાર – 1858, અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860.

આમ છતાં અબ્રાહિમ લિંકને પોતાની હારને હાર તરીકે સ્વીકારી નહોતી. ખરેખર જોવા જાઓ તો હાર એ તો માણસના મનની સ્થિતિ જ સૂચવે છે. માણસ પોતે પોતાના મનમાં જો હાર માની લે તો એ સૌથી મોટી હાર છે પરંતુ તેને એક વધુ પ્રયત્નતરીકે સ્વીકારે તો એ હાર, ‘હારરહેતી નથી….. અને કોણ કહી શકે કે દરેક માણસે જીવનની એકએક લડાઈ જીતવી જ જોઈએ? પોતે જે કંઈ કરે તેમાં એ સફળ જ નીવડવો જોઈએ? માણસનું પોતાનું મન માંહેનું અહંએવું કહે છે; એથી બીજું કોઈ જ નહિ. પણ એવી હાર વખતોવખત આવતી રહે એમાં ખોટું પણ શું છે? એને લીધે આપણા અભિમાન પર અંકુશ રહે છે; તે જાતને છકી જતાં અટકાવે છે. રાકેશ ચાવડા

Courtesy: www.Readgujarati.com

 

સુખ એટલે......

સુખ જેવું કંઇ નથી જગમાં, જે કંઇ છે તે આજ છે
સુખ એ તો અમારા દુ:ખનો બદલાયેલો મિજાજ છે.

આ પંક્તિઓ વાંચતા જ સુખની સાદી વ્યાખ્યા શોધવાની મથામણ શરૂં થઈ. દુ:ખી માણસોના સુખનો અને સુખી માણસોના દુ:ખનો અભ્યાસ કરતાં જે વ્યાખ્યા જડી આવી તે આમ છે. જમ્ય હોઇએ તે સમયસર પચી જાય અને પથારીમાં પડતાં જ ઉંઘ આવી જાય તે સુખની નિશાની.

ખોરાક્ની સત્વશીલતાને અને પાચનને જેમ સીધો સંબંધ છે તેવી જ રીતે ખોરાકની તમારી થાળી સુધીની યાત્રાને પણ સીધો સંબંધ છે. આપણે ત્યાં " હરામનો પૈસો" તેવો શબ્દ વારંવાર સંભળાય છે પણ જે ભોજનની તૈયારીમાં આંસુ વપરાયા હોય તેને "હરામનો ખોરાક" ગણવાનો આપણે ત્યાં રિવાજ નથી. રોજી-રોટીની તલાશમાં આવેલો રેસ્ટોરન્ટનો કૂક મનોમન તો દુર દેશાવરમાં રહેતાં પોતાના પરિવાર માટે ઝૂરતો હોય છે. માટે જ તેણે બનાવેલાં ખોરાકમાં સ્વાદની બોલબાલા હોય પણ સત્વ ગેરહાજર હોય તેવું બનતું હોય છે. આ વાત સાસરે મન મારીને જીવતી સ્ત્રીના હાથથી બનેલી રસોઇને પણ એટલી જ લાગું પડે છે. કોઇ વાનગીમાં જ્યાં સુધી ઉમળકાનું રસાયણ ન ભળે ત્યાં સુધી તેમાં સ્વાદ,સત્વ અને માધુર્યનો સમન્વય રચાતો નથી.

ક્યાંક વાંચ્યાનુ યાદ આવે છે કે આ સમાજ બે વર્ગમાં વહેંચાયેલો છે: એક વર્ગ એવો કે જેને શું કરીએ તો ભુખ લાગે તેની ચિંતા સતાવે છે. અખાડાંઓ, જીમ ક્લબ અને જોગીંગ પાર્ક આ વર્ગ માટે સર્જાયા છે. જ્યારે બીજો વર્ગ એવો છે જેને ભુખ લાગી છે તો શું કરવુ તેની ચિંતા સતાવે છે. જે સમાજમાં આ બીજા પ્રકારના વર્ગની સંખ્યા વધારે હોય તે સમાજની તંદુરસ્તી માટે હંમેશા શંકા રહે છે.

ઉંઘ એ માણસની આહાર પછીની બીજી પ્રાથમિક જરૂરિયાત તો છે જ પણ સાથે સાથે સુખીપણાની પારાશીશી પણ છે. ઓશીકું એ આપણી ઉંઘને નજરે જોનાર એક માત્ર સાક્ષી છે. ઘસઘસાટ ઉંઘ એ તો શ્રમનારાયણની કથાની મીઠી પ્રસાદી છે. શ્રમ કર્યા પછીનો પ્રસ્વેદ એ એવો વેદ છે જેની આગળ તો બાકીના ચારેય વેદ પાણી ભરે! એટલે જ કોઇ શ્રમજીવીના પ્રસ્વેદની ગંધ અત્તરની સુગંધથી જરાય ઉતરતી નથી હોતી. અને કોઇ ધનવાન માણસના ઘરે ઇન્કમટેક્ષના દરોડા વખતે તેના કપાળે વળતો પરસેવો વિશ્વની સૌથી ખરાબ ગંધ ધરાવતો હોય છે. કમનસીબે આપણે દિનચર્યામાં શ્રમને બહુ પાછળનું સ્થાન આપ્યું છે. તેથી જ તો ઉંઘની ટિકડીઓ બનાવનાર કંપનીઓ તગડો નફો કમાય છે.

દરેક પરિવારના વડાંની પણ ફરજ બને છે કે પરિવારના મોંમાં મુકાતો પ્રત્યેક કોળિયો સત્વસભર અને પ્રેમસભર બને અને દરેક સભ્ય ઉચાટ વગરની ઉંઘ લઈ શકે. આવા પરિવારનો સભ્ય અવસાદ,અનિંદ્રા અને અસંતોષના ત્રિવિધ દોષથી અવશ્ય બચી જશે. અને વિશ્વ આરોગ્ય સંસ્થા જો જાહેર કરે તો સ્વસ્થતાનુ નોબલ પારિતોષક પણ આવા જ કોઇ પરિવારને એનાયત થાય તો નવાઇ નહી !

સૌને સ્વસ્થ આહાર-વિહારની શુભકામનાઓ....... -પ્રણવ ત્રિવેદી

http://www.stuzan.blogspot.com/

ભદ્રંભદ્ર

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ ! આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાસ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ? કંસના વધનું કાર્ય આરંભતાં શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ? કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે ?’
ચકિત થઈ મેં કહ્યું, ‘અકથ્ય, મહારાજ ! અકથ્ય.
ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ ! એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ મારો પોતાનો વેગ તને વિદિત છે ?’
મેં કહ્યું, ‘મહારાજ ! તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો ?
ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, ‘કંઈક તેવો, પણ તેથી સરસ.ઉત્સાહની વાતો કરતા-કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બન્નેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો.
બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.
ટિકિટ-માસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘સું બકેચ ? આય તો તિકિત ઑફિસ છે.
ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.
ટિકિટ-ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.
ટિકિટ આપતા સોરાબજી બોલ્યા, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ કે એ સું બકેચ.
ભદ્રંભદ્ર હવે કોપ શમાવી શક્યા નહિ. તેમણે મોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ –’
અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ હતું કે, ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે, માટે મારે સ્નાન કરી લેવું પડશે.સ્નાન કરી રહ્યા પછી અમે આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઉપડવાને પંદર મિનિટની વાર હતી, તેથી નીચે ઊતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઉપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા-દોડતા રધવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.એક પૉર્ટરે આવી બારણું ઉઘાડી બન્નેને જોસથી અંદર ધકેલી દીધા. તે ભદ્રંભદ્રની પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછયું, ‘કઈ નાત છો ?’ ‘બ્રાહ્મણ છીએ.એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછયું, ‘ક્યાં જશો?’ ‘મુંબઈકહ્યું એટલે જિજ્ઞાસાથી પૂછયું, ‘નામ શું ?’ પેલા બેમાંના એકે કચવાઈ જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ ભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદિયો અને ઘોરખોદિયો છે. છોકરાં ન જીવે તેથી માબાપે એવાં નામ પાડેલાં.
એક ઉતારુ બોલ્યો, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે છે ?’

આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈમાધવબાગ કી જે !પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ જેપોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જેબધે ગાજી રહેશે, અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે બધા વહેમ કહી ટીકા કરનારે મને પૂછયું, ‘માધવબાગની જાત્રાએ જાઓ છો ? એ તીરથ ક્યાં આવ્યું ?’

આવું શરમભરેલું અજ્ઞાન જોઈને સ્તબ્ધ થઈને મેં ભદ્રંભદ્ર ભણી જોયું.

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘કેવી મૂર્ખતા ! માધવબાગની વાત જાણતા નથી ! જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે, પૃથ્વીના ચતુરંગમાં વ્યાપી રહ્યા છે, દિગંતમા રેલી રહ્યા છે, જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે, દિગ્ગ્જ લથડી પડ્યા છે, દધિસમુદ્ર શાકદ્વિપને ઉલ્લંધી દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે, જે સભાના સમાચારથી સુધારાવાળા યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે, આશ્રયસ્થાન શોધતાં અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે, આર્તસ્વરથી દેવોની નિદ્રા હરી લે છે, જે સભાના દર્શન સારું આવતાં કરોડો જનોનાં ટોળાંએ માર્ગમાંના વ્યાઘ્રવરુને ભય પમાડી પોતે ઉજ્જડ મૂકેલાં નિવાસી કર્યાં છે, જે સભાનાં દર્શન સારું ઊતરી આવતા દેવોનાં વિમાનોથી સૂર્ય આચ્છાદિત થતાં બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે, જે સભાનાં દર્શન સારું સમુદ્ર ઘડીઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે, તે માધવબાગની સભાથી તમે અજ્ઞ છો ? અપશોચ ! અપશોચ !મોટે નાદે કહેલાં આ વાક્ય સાંભળી કેટલાક ઉતારુ ઊભા થઈ ગયા હતા, કેટલાક પાસે આવ્યા હતા, કેટલાક સામું જોઈ રહ્યા હતા, તેથી ભદ્રંભદ્ર પાટલી ઉપર ઊભા થઈ ગયા હતા અને તેમણે ભાષણ કરવા માંડ્યું.

શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો ! શ્રવણ કરો ! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિ-રીતિગીતિધીતિપ્રીતિભીતિ ! અહા કેવી તે ઉત્તમ ! અહા શી તે ઉત્કૃષ્ટ ! અહા ! જયજય શ્રી રંગરંગ ! ઉમંગ ! નંગ ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય ! શિવ ! શિવ ! શિવ ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિના લોકોને ઈંદ્રાદિ દેવો વિશે માહિતી નહોતી, ઈંદ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી. આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય. એવી સર્વ કલા અને પ્રવીણતા, આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા ! હાલ કેવી