Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ઉપહાર - મણીશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 5/27/2006 12:36 PM
ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકાધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!

તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોના ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેના તરુવર રહ્યાં ઉત્સુક બની!

ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે! થોડી ખીણો ગહન મહિં તો યે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું

અને તેને આજ તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!


અહીં કવિ કાન્ત પોતાનો કાવ્યસંગ્રહ અંગત મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કરે છે. અને અર્પન રૂપે આ સોનેટ લખે છે. કુદરતને ખોળે આ બે યુવાનોએ યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા. શૈલશિખરે રો નવા પડકારોને ઉગતા જોયા. સરિતા જળમાં થતી તરંગલીલાને કવિજળનું સ્વપ્નસ્મિત કલ્પે છે. સૌંદર્યોને પ્રતિબિંબવા જે સર્જનો કર્યા, તેમાનાં ઘણા તો કાળની લહરમાં વહી ગયા; જે થોડા સંગ્રહાયા તેની ભેટ કવિ ધરે છે, મિત્રના ચરણમાં
Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft