Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 બોધ કથા
Author: ગુર્જરદેશ બોધકથા Created: 6/18/2006
અહીં આપ બોધ કથાઓ વાંચી શકશો. બોધ કથાઓનો મુળ હેતુ લોકોને નાની વાર્તામાંથી બોધ આપવાનો છે. શિખામણના શબ્દો બોલવા કરતા વાર્તા દ્વારા અપાયેલું જ્ઞાન વધારે અસરકારક બને છે.

વડિલોને આદર આપો
By ગુર્જરદેશ બોધકથા on 9/25/2007
માર્કંડેય ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી તેઓ ચિરાયુ બન્યા હતા. આ માર્કંડેય ઋષિ એ માર્કંડ ઋષિના પુત્ર હતા. માર્કંડ ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ હતું.
 
તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં. એકવાર સપ્તર્ષિ તેમના પિતાના ઘરે આવ્યા. મૃકંડ ઋષિએ તેમની ટેવ પ્રમાણે સપ્તર્ષિને પ્રણામ કર્યા અને બદલામાં આશિષ મેળવ્યા. આશિષ હતા "દિર્ઘાયુષ્ય ભવ!" તેઓની જીંદગી ટૂંકી હોવાનું જાણતા તેઓ બંને બ્રહ્મા પાસે ગયા. મૃકંડ ઋષિએ બ્રહ્માને પણ પ્રણામ કર્યા અને બ્રહ્માએ પણ "દિર્ઘાયુષ્ય ભવ!" ના જ આશિષ આપ્યા.
 
વાર્તામાંથી મળતો બોધ
  • પોતાના માતાપિતા અને વડિલોનો આદર કરવો એ ભારતીય પરંપરાનું મુળ છે. ભગવાન રામ અને કૃષ્ણ પણ દરેક વડિલોને આદર આપતા હતા અને પોતાનું ...
Comments (1) More...

ભગવાન રામચંદ્રની કથા
By ગુર્જરદેશ બોધકથા on 8/30/2006
ભગવાન રામ ખુબ જ મોટા લડવૈયા હતા. તેમણે સઘળા શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. મહર્ષિ વિશ્વામિત્રે તેમને એવા શસ્ત્રો આપ્યા હતા કે જેને બ્રહ્માંડમાં માત્ર તેમને જ ખબર હતી. વળી અગત્સ્ય ઋષિએ તેમને ઘણી જ શક્તિ આપી હતી. જો આપણે ભગવાન રામની બહાદુરીના પરચા જોઇએ તો
૧) માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી.
૨) બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો.
૩) ખુબ જ આસાનીથી ભગવાન શિવના ધનુષ્યને ઉપાડ્યુ કે જેને સ્વયંવરના સ્થળ પર લાવવા માટે ૫૦,૦૦૦ લોકોનો સહારો લેવો પડ્યો હતો.
૪) રામે ખર, દુષણ, તેમના ૧૦૦૦ ભાઇ અને તેમના સૈન્યનો માત્ર ૧૪ મિનિટમાં એકલા હાથે નાશ કર્યો હતો.

આટલા શક્તિશાળી હોવા છતાં પણ તેઓએ આ શક્તિનો ઉપયોગ પ્રદર્શન માટે ક્યારેય પણ કર્યો નહોતો. સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગ પરથી આ સારી રીતે જાણી શકાય છે. પ્રસંગ કંઇક આવો બન્યો હતો.
રાવણે સીતા માતાને ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જો સીતાજી રાવણ સાથે લગ્ન માટે માને નહી તો રાવણ તેમને મારી નાખે. બીજી તરફ ભરતજીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ૧૪ વર્ષના વનવાસ પછી ...
Comments (1) More...

નૈમિષારણ્યની કથા
By ગુર્જરદેશ બોધકથા on 8/15/2006
ગૌરમુખ મહર્ષિ એ ખુબ જ જાણીતા મહર્ષિ છે. તેઓ સેમિકા ઋષિના આજ્ઞાંકિત શિષ્ય હતા. પોતાનો અભ્યાસ પુરો થયા બાદ તેઓએ પોતાના જ્ઞાનને વહેંચવા માટે એક આશ્રમ સ્થાપ્યો. આશ્રમ એકદમ શાંત હતો. જો ગૌરમુખ મહર્ષિના શિષ્યો સમિધ માટે જંગલમાં જાય તો વૃક્ષો લળી લળીને તેમને પોતાની ડાળીઓ આપતા. જો તેમના શિષ્યો મંત્રોચ્ચારમાં ભુલ કરે તો પંખીઓ પોતાના મધુર સ્વરમાં તેમની ભુલ સુધારતા. કળીઓ પણ ભગવાનની પુજામાં ચડી શકે એ માટે આરતી સમયે જ ખીલતી. આ બધુ જ મહર્ષિના તપોબળને કારણે જ શક્ય બન્યુ હતુ.

એક દિવસ રાજા દુર્જય પોતાની સેના લઇને જંગલમાં આવ્યો. ગૌરમુખ મહર્ષિએ રાજાને જોઇને તેની આગતાસ્વાગતા કરી અને રાત રોકાઇ જવા માટે વિનંતી કરી. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ કોઇ પણ ઋષિના આશ્રમમાં જતા ત્યારે પોતાના આયુધ આશ્રમની બહાર રાખતા અને પછી ઋષિની પરવાનગી માંગતા હતા. જ્યારે દુર્જય પોતાની આખી સેનાને લઇને આવ્યો હતો. ગૌરમુખ ઋષિએ ક્રોધ પર કાબુ મેળવી લીધો હોવાને કારણે તેમણે રાજાની સારી રીતે આગતાસ્વાગતા કરી. ઋષિ પાસે આટલા લોકોને ઉતારો તેમ જ જમવા માટેની વ્યવસ્થા ન હોવાથી તેમણે નદીમાં એક ડુબકી લગાવી શુદ્ધ થઇને ભગવાન વિષ્ણુને યાદ કર્યા. ભગવાન વ ...
Comments (0) More...

બે ભાઇની કથા
By ગુર્જરદેશ બોધકથા on 8/7/2006

એક સમયે બે સંતો નદી કિનારે પોતાના આશ્રમમાં રહેતા હતા. બંને ભાઇઓ હતા. એક

Comments (0) More...

રાજા નહુષની વાર્તા
By ગુર્જરદેશ બોધકથા on 7/20/2006

આ વાર્તા રાજા નહુષની છે કે જે આયુનો પુત્ર હતો અને યયાતિનો પિતા હતો. નહુષનો બ્રહ્મર્ષિ વસિષ્ઠ દ્વારા બાળપણમાં ઉછેર થયો હતો. તેને સુખ અને દુઃખથી પર હોવાને લીધે તેને કોઇ પણ જાતનો અહંકાર નહતો. બાળપણમાં દેવતાઓએ તેમના વખાણ કર્યા છતાં પણ તેમને અહંકાર આવ્યો ન હોવાથી તેમનું નામ નહુષ પાડ્યુ. તેમણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજા બની ગયો. તેમના સદગુણોની સુવાસ થોડા જ વખતમાં ચોતરફ પ્રસરવા લાગી. તેમણે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞો કર્યા અને તેઓ ઇન્દ્ર બનવા માટે લાયક બન્યા.

 એક વખત ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો. વૃત્રાસુર અસુર હતો છતા પણ તે બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાતક લાગ્યુ અને નહુષને ઇન્દ્ર બનવાનો મોકો મળ્યો. નહુષને જ્યાં સુધી ૧૪ લોકના રાજા હોવાનુ માન ન આવ્યુ ત્યાં સુધી તે સારો રહ્યો. અચાનક જ તેમાં અહંકાર આવ્યો. તેને લાગ્યુ કે તે મહાશક્તિશાળી છે અને ક્યારેય પણ ખોટો હોઇ શકે નહી. તેણે શચીદેવી જેવી પતિવ્રતા સ્ત્રીને સંદેશો આપ્યો કે હવેથી તે ઇન્દ્ર બન્યો હોવાથી પોતાની આજ્ઞા પાળે. જે ક્ષણથી તેણે એક પતિવ્રતા સ્ત્રી પર દ્રષ્ટિ નાખી, તે જ ક્ષણથી તેના સદગુણો, પુણ્ય, તપોબ ...

Comments (2) More...

ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું એકરૂપપણુ
By ગુર્જરદેશ બોધકથા on 7/12/2006

એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી. ભુલોક પર આવીને માતાને થયુ કે આ વખતે માત્ર ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે. તેમણે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા. માતાએ કહ્યુ "તમે અને વિષ્ણુ બંને સરખા છો, પરમાત્મા છો. મને મદદ કરો." ભગવાન શિવે કહ્યુ "હે દેવી! તમે કેમ જાણો છો કે અમે બંને સરખા જ છીએ?" માતાએ કહ્યુ "વિષ્ણુએ મને કહ્યુ હતુ. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે મેં તેમને પ્રશ્ન પુછ્યો કે સમુદ્રમંથન વખતે મેં તમને સર્વના કર્તાહર્તા જાણીને હું તમને વરી હતી તો પછી તમે કોનું ધ્યાન ધરો છો?". ભગવાને ઉત્તર આપ્યો "હું ભગવાન શિવનું ધ્યાન ધરુ છુ. હું અને તે બંને સરખા છીએ. સર્વ જ્ઞાની લોકો આ વાત જાણે છે. જો કોઇ મારો ભક્ત હોય અને તે ભગવાન શિવની નિંદા કરતો હોય તો હું તેને ...

Comments (0) More...

એક કંજુસની વાર્તા
By ગુર્જરદેશ બોધકથા on 7/8/2006

શીબી ચક્રવર્તીની વાર્તા ઘણી જ પ્રસિદ્ધ છે. તે પોતાના દયા અને દાનના ગુણથી ઘણા જ ખ્યાતનામ છે. તેના રાજ્યમાં નારાયણ નામનો એક કંજુસ રહેતો હતો. નારાયણ દસ કરોડ કમાયો હતો પરંતુ કોઇને એક રાતી પાઇ પણ આપી નહોતી. પડોશી અથવા પશુઓની વાત તો છોડો પરંતુ પોતાની માતાને પણ વ્યવસ્થિત જમવાનું આપતો નહોતો.

એક દિવસ તેણે ફળ લેવાના હતા. તેણે ભાવતાલ કરવાનું શરૂ કર્યુ. ફળની કિંમત વધારે લાગતા તે બાજુના ગામમાં ચાલતો ગયો અને સસ્તી કિંમતે ફળ ખરીદવાનું વિચાર્યુ. જો વેપારી ૧ આનો કહે તો તે ૧/૨ આના જ કહેતો. છેવટે તેણે ખેતરમાં જઇને ચોરી કરવાનું નક્કી કર્યુ કે જેથી મફતમાં ફળ મળી જાય. ખેતરમાં તે ખુબ ચાલ્યો. તે જુવાન નહોતો છતાં પણ મહેનત કરીને વૃક્ષ પર ચડ્યો. મહામહેનતે તેને થોડાક ફળ મળ્યા. લાલચને કારણે તે વૃક્ષ પર ઊંચે ને ઊંચે ચડવા માંડ્યો. અચાનક જ તે લપસી પડ્યો અને એક ડાળીને આધારે લટકી રહ્યો પરંતુ તે ખુબ જ ઊંચાઇએ હતી.

 સદનસીબે એક મહાવત ત્યાંથી પસાર થતો હતો. તેણે મદદ માટે બુમ મારી. તે મદદ માટે પોતાની અડધી મિલકત દેવા તૈયાર હતો. મહાવત મિલકતની લાલચને કારણે તેની મદદ કરવા તૈયાર ...

Comments (3) More...

બલી રાજાની કથા
By ગુર્જરદેશ બોધકથા on 7/5/2006

બલી રાજા એક મોટો રાજા હતો. જો કે તે દૈત્ય હતો પરંતુ ધર્મના માર્ગમાંથી તે કદી વિચલીત થયો નહોતો. તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે ઘણો જ લોકપ્રિય હતો. ધર્મ સાથે હોવાને લીધે તેની શક્તિ અને સત્તા વિસ્તરતા હતા. એક વખત તેણે ઇન્દ્ર સાથે યુધ્ધ કરવાનું નક્કી કર્યુ. આ જાણીને ઇન્દ્રે ભગવાન વિષ્ણુને પોતાને બચાવવા આજીજી કરી. બલી વિષ્ણુનો પરમ ભક્ત હતો અને ધર્મપ્રિય હોવા છતાં તેને સત્તા અને સંપત્તિની લાલસા હતી. વિષ્ણુએ ઇન્દ્રને અભયદાન આપ્યુ અને પોતે અદિતિ અને કશ્યપ મહર્ષિના ઘરે જન્મ લીધો. આ વામન બલી રાજાને ત્યાં નાના નાના પગલા ભરીને પહોંચ્યા. બલીએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યુ "હે વિપ્ર! તમને દાનમાં શું આપુ? તમને હું વસ્ત્ર, ફળ, હાથી, ગાય, ઘોડા, રથ, રત્નો, સોનુ, જમીન, કન્યા આપવા માટે સમર્થ છું"

 વામને કહ્યુ "હે મહાનુભાવ બલી! હું તો બ્રહ્મચારી છુ. આ બધી ચીજનું હું શું કરીશ? મને તો માત્ર ત્રણ પગલા જમીન જોઇએ છીએ." બલી રાજા તો ત્રણ પગલા જમીન આપવા તૈયાર થઇ ગયો પરંતુ દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને શંકા પડી કે આ કોઇ સામાન્ય વિપ્ર બાળક નથી. આ તો સ્વયં વિષ્ણુ ...

Comments (0) More...

શુક્રાચાર્ય અને કચની વાર્તા
By ગુર્જરદેશ બોધકથા on 7/1/2006

દેવતા અને દૈત્ય વચ્ચે હંમેશા યુધ્ધ થતું જ રહેતું હોય છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાના જાણકાર હતા. આ વિદ્યા તેમને ભગવાન પાસેથી ઘણા વર્ષોની તપશ્ચર્યાને અંતે પ્રાપ્ત થઇ હતી. આ વિદ્યાનો ઉપયોગ કરીને તેઓ મરેલા દૈત્યોને ફરીથી જીવંત કરતા હતા. જો કે દેવતા આ વિદ્યાથી અજાણ હતા. વળી તેમની પાસે અમૃત પણ નહોતું. દેવતાઓએ તેમના ગુરૂ બૃહસ્પતિને કહ્યુ. બૃહસ્પતિએ તેમના પુત્ર કચને શુક્રાચાર્યના શિષ્ય બનવા કહ્યુ. કચે તરત જ પિતાની આજ્ઞાનો અમલ કર્યો અને શુક્રાચાર્યના આશ્રમમાં આવી પહોંચ્યો.

 તેણે શુક્રાચાર્યને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યો "હે ગુરૂદેવ! હું દેવતાના ગુરૂ બૃહસ્પતિનો પુત્ર અને આગ્નીરસ ગોત્રનો છુ. લોકો મને કચના નામે ઓળખે છે. હું અહીં આપના વિદ્યાર્થી તરીકે આવ્યો છુ".

 શુક્રાચાર્યે કચને પોતાના શિષ્ય તરીકે રાજીખુશીથી સ્વીકારી લીધો. કચ હંમેશા સૂર્યોદય પહેલા ઊઠી જતો. તે હંમેશા ગુરૂની આજ્ઞામાં જ રહેતો અને ખુબ જ રસપુર્વક વિદ્યાભ્યાસ કરતો. કોઇપણ જાતના વિકારોને તે પોતાના મનમાં પ્રવેશવા દેતો નહીં અને ગુરૂસેવા અને વિદ્યાભ્યાસમાં ...

Comments (0) More...

ચ્યવન ઋષિ ની કથા
By ગુર્જરદેશ બોધકથા on 6/26/2006

ચ્યવન ઋષિ ભૃગુ મહર્ષિ અને પુલોમા દેવીના પુત્ર હતા. જ્યારે પુલોમા દેવી ગર્ભવતી હતા ત્યારે ભૃગુ ઋષિને બહાર જવાનું થયુ. તેમણે અગ્નિદેવને પુલોમા દેવીની રક્ષા કરવા માટે વિનંતિ કરી. ત્યારે પુલોમા નામનો રાક્ષસ ત્યાં આવ્યો અને અગ્નિદેવને પુછ્યુ "આ પુલોમા છે?" અગ્નિદેવને કંઇ ખબર ના પડી કે તેને શું જવાબ આપવો. જો તે સાચો જવાબ આપે તો ભૃગુ ઋષિ કોપાયમાન થાય અને જો ખોટુ બોલે તો તેમને ખોટુ બોલવાનું પાપ લાગે. તેથી તેમણે જવાબ આપ્યો "તે ભૃગુ ઋષિના પત્ની છે.". તરત જ રાક્ષસે વરાહનું સ્વરૂપ લીધું અને પુલોમા દેવીને ઉપાડી ગયો. આ દરમિયાન પુલોમા દેવીના ગર્ભમાંથી બાળક પડી ગયુ. (તેથી આ બાળકનું નામ ચ્યવન રાખવામાં આવ્યુ.)

આ બાળકના ચહેરા પર બ્રહ્મતેજ હતું જેને કારણે તેને જોઇને રાક્ષસ બળીને ભસ્મ થઇ ગયો. બાદમાં ચ્યવને ખુબ જ કઠીન તપ કર્યુ અને મોટા મહર્ષિ બન્યા. તે અને તેમની પત્ની સુકન્યાને દધિચિ, પ્રમતિ અને આપ્રવાન નામે સંતાનો હતા. ખુબ જ સમય પછી ચ્યવન ઋષિએ પાણીની અંદર ૧૨ વર્ષ સુધી તપ કર્યુ. આ તપ દરમિયાન એક માછીમાર આવ્યો અને તેણે માછલા પકડવા માટે જાળ નાખી. પરંતુ માછલાની જગ્યાએ ...

Comments (0) More...


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft