By ગુર્જરદેશ બોધકથા on
7/20/2006
આ વાર્તા રાજા નહુષની
છે કે જે આયુનો પુત્ર હતો અને યયાતિનો પિતા હતો. નહુષનો બ્રહ્મર્ષિ વસિષ્ઠ દ્વારા બાળપણમાં
ઉછેર થયો હતો. તેને સુખ અને દુઃખથી પર હોવાને લીધે તેને કોઇ પણ જાતનો અહંકાર નહતો.
બાળપણમાં દેવતાઓએ તેમના વખાણ કર્યા છતાં પણ તેમને અહંકાર આવ્યો ન હોવાથી તેમનું નામ
નહુષ પાડ્યુ. તેમણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજા બની ગયો. તેમના સદગુણોની સુવાસ
થોડા જ વખતમાં ચોતરફ પ્રસરવા લાગી. તેમણે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞો કર્યા અને તેઓ ઇન્દ્ર બનવા
માટે લાયક બન્યા.
એક વખત ઇન્દ્રે વૃત્રાસુરને
માર્યો. વૃત્રાસુર અસુર હતો છતા પણ તે બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું
પાતક લાગ્યુ અને નહુષને ઇન્દ્ર બનવાનો મોકો મળ્યો. નહુષને જ્યાં સુધી ૧૪ લોકના રાજા હોવાનુ માન ન આવ્યુ ત્યાં સુધી
તે સારો રહ્યો. અચાનક જ તેમાં અહંકાર આવ્યો. તેને લાગ્યુ કે તે મહાશક્તિશાળી છે અને
ક્યારેય પણ ખોટો હોઇ શકે નહી. તેણે શચીદેવી જેવી પતિવ્રતા સ્ત્રીને સંદેશો આપ્યો કે
હવેથી તે ઇન્દ્ર બન્યો હોવાથી પોતાની આજ્ઞા પાળે. જે ક્ષણથી તેણે એક પતિવ્રતા સ્ત્રી
પર દ્રષ્ટિ નાખી, તે જ ક્ષણથી તેના સદગુણો, પુણ્ય, તપોબળ નાશ પામ્યા અને તેનો અંત નિશ્ચીત...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/12/2006
એક દિવસ ભગવાન વિષ્ણુ
અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના
ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને
શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો
જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી. ભુલોક પર આવીને માતાને થયુ કે આ
વખતે માત્ર ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે. તેમણે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન
કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા. માતાએ કહ્યુ "તમે અને વિષ્ણુ બંને સરખા છો, પરમાત્મા
છો. મને મદદ કરો." ભગવાન શિવે કહ્યુ "હે દેવી! તમે કેમ જાણો છો કે અમે બંને
સરખા જ છીએ?" માતાએ કહ્યુ "વિષ્ણુએ મને કહ્યુ હતુ. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા
હતા ત્યારે મેં તેમને પ્રશ્ન પુછ્યો કે સમુદ્રમંથન વખતે મેં તમને સર્વના કર્તાહર્તા
જાણીને હું તમને વરી હતી તો પછી તમે કોનું ધ્યાન ધરો છો?". ભગવાને ઉત્તર આપ્યો
"હું ભગવાન શિવનું ધ્યાન ધરુ છુ. હું અને તે બંને સરખા છીએ. સર્વ જ્ઞાની લોકો
આ વાત જાણે છે. જો કોઇ મારો ભક્ત હોય અને તે ભગવાન શિવની નિંદા કરતો હોય તો હું તેને
નર્કમાં નાખુ છુ."
માતાએ ભગવાન શિવને...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/8/2006
શીબી ચક્રવર્તીની
વાર્તા ઘણી જ પ્રસિદ્ધ છે. તે પોતાના દયા અને દાનના ગુણથી ઘણા જ ખ્યાતનામ છે. તેના
રાજ્યમાં નારાયણ નામનો એક કંજુસ રહેતો હતો. નારાયણ દસ કરોડ કમાયો હતો પરંતુ કોઇને એક
રાતી પાઇ પણ આપી નહોતી. પડોશી અથવા પશુઓની વાત તો છોડો પરંતુ પોતાની માતાને પણ વ્યવસ્થિત
જમવાનું આપતો નહોતો.
એક દિવસ તેણે ફળ
લેવાના હતા. તેણે ભાવતાલ કરવાનું શરૂ કર્યુ. ફળની કિંમત વધારે લાગતા તે બાજુના ગામમાં
ચાલતો ગયો અને સસ્તી કિંમતે ફળ ખરીદવાનું વિચાર્યુ. જો વેપારી ૧ આનો કહે તો તે ૧/૨
આના જ કહેતો. છેવટે તેણે ખેતરમાં જઇને ચોરી કરવાનું નક્કી કર્યુ કે જેથી મફતમાં ફળ
મળી જાય. ખેતરમાં તે ખુબ ચાલ્યો. તે જુવાન નહોતો છતાં પણ મહેનત કરીને વૃક્ષ પર ચડ્યો.
મહામહેનતે તેને થોડાક ફળ મળ્યા. લાલચને કારણે તે વૃક્ષ પર ઊંચે ને ઊંચે ચડવા માંડ્યો.
અચાનક જ તે લપસી પડ્યો અને એક ડાળીને
આધારે લટકી રહ્યો પરંતુ તે ખુબ જ ઊંચાઇએ હતી.
સદનસીબે એક મહાવત
ત્યાંથી પસાર થતો હતો. તેણે મદદ માટે બુમ મારી. તે મદદ માટે પોતાની અડધી મિલકત દેવા
તૈયાર હતો. મહાવત મિલકતની લાલચને કારણે તેની મદદ કરવા તૈયાર થયો. હાથીને ઊભો રાખીને
તે નારાયણને નીચે લાવવા માટે પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન હાથીએ તળાવ જોઇને પાણી પીવાનું...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/5/2006
બલી રાજા એક મોટો
રાજા હતો. જો કે તે દૈત્ય હતો પરંતુ ધર્મના માર્ગમાંથી તે કદી વિચલીત થયો નહોતો. તે
ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે ઘણો જ લોકપ્રિય હતો. ધર્મ સાથે હોવાને લીધે તેની
શક્તિ અને સત્તા વિસ્તરતા હતા. એક વખત તેણે ઇન્દ્ર સાથે યુધ્ધ કરવાનું નક્કી કર્યુ.
આ જાણીને ઇન્દ્રે ભગવાન વિષ્ણુને પોતાને બચાવવા આજીજી કરી. બલી વિષ્ણુનો પરમ ભક્ત હતો
અને ધર્મપ્રિય હોવા છતાં તેને સત્તા અને સંપત્તિની લાલસા હતી. વિષ્ણુએ ઇન્દ્રને અભયદાન
આપ્યુ અને પોતે અદિતિ અને કશ્યપ મહર્ષિના ઘરે જન્મ લીધો. આ વામન બલી રાજાને ત્યાં નાના
નાના પગલા ભરીને પહોંચ્યા. બલીએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યુ "હે વિપ્ર! તમને
દાનમાં શું આપુ? તમને હું વસ્ત્ર, ફળ, હાથી, ગાય, ઘોડા, રથ, રત્નો, સોનુ, જમીન, કન્યા
આપવા માટે સમર્થ છું"
વામને કહ્યુ
"હે મહાનુભાવ બલી! હું તો બ્રહ્મચારી છુ. આ બધી ચીજનું હું શું કરીશ? મને તો માત્ર
ત્રણ પગલા જમીન જોઇએ છીએ." બલી રાજા તો ત્રણ પગલા જમીન આપવા તૈયાર થઇ ગયો પરંતુ
દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને શંકા પડી કે આ કોઇ સામાન્ય વિપ્ર બાળક નથી. આ તો સ્વયં
વિષ્ણુ જ છે. તેમણે બલીને કહ્યુ "હે બલી! આ કોઇ સામાન્ય બાળક...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
7/1/2006
દેવતા અને દૈત્ય
વચ્ચે હંમેશા યુધ્ધ થતું જ રહેતું હોય છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાના
જાણકાર હતા. આ વિદ્યા તેમને ભગવાન પાસેથી ઘણા વર્ષોની તપશ્ચર્યાને અંતે પ્રાપ્ત થઇ
હતી. આ વિદ્યાનો ઉપયોગ કરીને તેઓ મરેલા દૈત્યોને ફરીથી જીવંત કરતા હતા. જો કે દેવતા
આ વિદ્યાથી અજાણ હતા. વળી તેમની પાસે અમૃત પણ નહોતું. દેવતાઓએ તેમના ગુરૂ બૃહસ્પતિને
કહ્યુ. બૃહસ્પતિએ તેમના પુત્ર કચને શુક્રાચાર્યના શિષ્ય બનવા કહ્યુ. કચે તરત જ પિતાની
આજ્ઞાનો અમલ કર્યો અને શુક્રાચાર્યના આશ્રમમાં આવી પહોંચ્યો.
તેણે શુક્રાચાર્યને
સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યો "હે ગુરૂદેવ! હું દેવતાના ગુરૂ બૃહસ્પતિનો પુત્ર
અને આગ્નીરસ ગોત્રનો છુ. લોકો મને કચના નામે ઓળખે છે. હું અહીં આપના વિદ્યાર્થી તરીકે
આવ્યો છુ".
શુક્રાચાર્યે કચને
પોતાના શિષ્ય તરીકે રાજીખુશીથી સ્વીકારી લીધો. કચ હંમેશા સૂર્યોદય પહેલા ઊઠી જતો. તે
હંમેશા ગુરૂની આજ્ઞામાં જ રહેતો અને ખુબ જ રસપુર્વક વિદ્યાભ્યાસ કરતો. કોઇપણ જાતના
વિકારોને તે પોતાના મનમાં પ્રવેશવા દેતો નહીં અને ગુરૂસેવા અને વિદ્યાભ્યાસમાં જ પોતાનું
મન પરોવી રાખતો.
શુક્રાચાર્યને દેવયાની...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
6/26/2006
ચ્યવન ઋષિ ભૃગુ મહર્ષિ
અને પુલોમા દેવીના પુત્ર હતા. જ્યારે પુલોમા દેવી ગર્ભવતી હતા ત્યારે ભૃગુ ઋષિને બહાર
જવાનું થયુ. તેમણે અગ્નિદેવને પુલોમા દેવીની રક્ષા કરવા માટે વિનંતિ કરી. ત્યારે પુલોમા
નામનો રાક્ષસ ત્યાં આવ્યો અને અગ્નિદેવને પુછ્યુ "આ પુલોમા છે?" અગ્નિદેવને
કંઇ ખબર ના પડી કે તેને શું જવાબ આપવો. જો તે સાચો જવાબ આપે તો ભૃગુ ઋષિ કોપાયમાન થાય
અને જો ખોટુ બોલે તો તેમને ખોટુ બોલવાનું પાપ લાગે. તેથી તેમણે જવાબ આપ્યો "તે
ભૃગુ ઋષિના પત્ની છે.". તરત જ રાક્ષસે વરાહનું સ્વરૂપ લીધું અને પુલોમા દેવીને
ઉપાડી ગયો. આ દરમિયાન પુલોમા દેવીના ગર્ભમાંથી બાળક પડી ગયુ. (તેથી આ બાળકનું નામ ચ્યવન
રાખવામાં આવ્યુ.)
આ બાળકના ચહેરા પર
બ્રહ્મતેજ હતું જેને કારણે તેને જોઇને રાક્ષસ બળીને ભસ્મ થઇ ગયો. બાદમાં ચ્યવને ખુબ
જ કઠીન તપ કર્યુ અને મોટા મહર્ષિ બન્યા. તે અને તેમની પત્ની સુકન્યાને દધિચિ, પ્રમતિ
અને આપ્રવાન નામે સંતાનો હતા. ખુબ જ સમય પછી ચ્યવન ઋષિએ પાણીની અંદર ૧૨ વર્ષ સુધી તપ
કર્યુ. આ તપ દરમિયાન એક માછીમાર આવ્યો અને તેણે માછલા પકડવા માટે જાળ નાખી. પરંતુ માછલાની
જગ્યાએ આ ચ્યવન ઋષિ જાળમાં ફસાયા. માછીમાર તો ડરનો માર્યો ફફડવા લાયો ત્યારે ચ્યવન...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
6/24/2006
આ કથા રામચંદ્રજીના
દાદા રઘુમહારાજના વખતની છે. રઘુમહારાજ તેમના કુળના અન્ય રાજાઓ જેટલા જ ધર્મપ્રિય હતા.
તેમના રાજ્યમાં કેટલાય ગુરુકુળ હતા જેમાના કેટલાકમાં ૧૦૦૦ કરતા પણ વધારે શિષ્યો અભ્યાસ કરતા હતા. એક ગુરુકુળમાં ગુરૂ શિષ્યને કહી
રહ્યા હતા. "હે શિષ્ય! મેં તને બધી જ વિદ્યા શિખવી દીધી છે. તે પણ ઘણા ખંતપુર્વક
અભ્યાસ કર્યો છે. હવે તુ ગૃહસ્થશ્રમમાં પ્રવેશ કર અને સમાજને ઉપયોગી બન." શિષ્યએ
પ્રત્યુત્તર આપ્યો "હે ગુરૂજી! મને ગુરૂદક્ષિણા આપવાનો મોકો આપો." ગુરૂ બોલ્યા
"તુ ગરીબ છે. તારે કંઇ પણ દેવાની જરૂર નથી." શિષ્ય આગ્રહ કર્યે જતો હતો અને
ગુરૂ ના પાડ્યે જતા હતા. પછી ગુરૂ બોલ્યા. "ભલે! મેં તને ૧૪ વિદ્યા શિખવી છે એટલે
મને તુ ૧૪ મણિ ધનરાશિ આપ પણ એ શરત છે કે દરેક મણિની ઊંચાઇ હાથી પર ઊભા રહેલા માણસ જેટલી
ઊંચાઇએ પથ્થર ફેંકે તેટલી હોવી જોઇએ.". શિષ્યએ કહ્યુ "ભલે" અને તે ચાલ્યો
ગયો પરંતુ તે હવે ખુબ જ ચિંતિત હતો કે ગુરૂદક્ષિણા આપવી કઇ રીતે?
રાજાને પિતાતુલ્ય
જાણીને તે રઘુમહારાજ પાસે પહોંચ્યો. આગલા
દિવસે રઘુમહારાજે મોટો યજ્ઞ કર્યો હતો અને પોતાનું સઘળું દ્રવ્ય દાનમાં આપી દીધું હતું.
જ્યારે આ શિષ્ય આવ્યો ત્યારે...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
6/21/2006
એક નાનકડા ગામમાં
ખુબ જ મહેનતુ ખેડુત રહેતો હતો. તેની પાસે ૧ એકર જમીન હતી. ખુબ જ મહેનતુ હોવાને કારણે
તેને પોતાના કુટુંબના ભરણપોષણ જેટલું મળી રહેતું હતુ જેથી તેને કોઇની પાસે હાથ લાંબો
કરવાની જરૂર રહેતી નહોતી. તેને જેટલું મળતું તેનાથી સંતુષ્ટ હોવાને કારણે તેને કોઇ
પણ જાતની કમી નહોતી. પરંતુ સમય હંમેશા બદલાતો રહે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ
તેમ વરસાદ ઓછો થતો ગયો અને એક સમય એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો. બીજા બધા જ સામાન્ય
ખેડુતોની હાલત કફોડી થઇ ગઇ.
આ ગરીબ ખેડુતની દશામાં
કંઇ ફરક પડ્યો નહોતો. તેના જીવનમાં ચોમેર અંધકાર જ ફેલાયેલો હતો. આશાનું એક પણ કિરણ
દેખાતુ નહોતુ છતાં પણ તેની જીવવાની પધ્ધતીમાં કોઇ પણ જાતનો ફેરફાર થયો નહોતો. હંમેશની
જેમ તે સૂર્યોદય થતા પહેલા ઊઠી જતો અને થોડુંઘણું ખાઇને ખભા ઉપર હળ નાખીને પોતાના ખેતરે
જવા નીકળી પડતો. તેને ખબર હતી કે તે જે કંઇ કરતો હતો તેનો કોઇ જ મતલબ નહોતો. એક દિવસ
ખેડુત પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતો. ભગવાન શંકર ત્યાંથી નિકળ્યા.તેમણે આ ગરીબ મહેનતુ
ખેડુતને જોયો.
મુસાફરના વેશમાં
આવેલા પરમેશ્વરે આ ખેડુતને પુછ્યુ "તને ખબર છે કે વરસાદ વરસવાનો નથી છતાં...
Read More »
|
By ગુર્જરદેશ બોધકથા on
6/18/2006
કૃતજ્ઞતા એ મોટો
સદગુણ છે. કોઇએ કરેલા ઉપકારને ન ભુલી જવો જોઇએ. કૃતજ્ઞતા એ એવો ધર્મ છે કે જેને પાળવાથી
મોટુ પુણ્ય મળતું નથી પરંતુ તેને ન પાળવાથી મહાપાપના ભાગીદાર થવાય છે.
એક બ્રાહ્મણ હતો.
તે સ્વધર્મ ભુલીને જંગલમાં જઇને પશુઓને મારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે વ્યક્તિ
ઇન્દ્રિયસુખને જ સર્વસ્વ માને છે તે વિષયો પાછળ આંધળી દોટ મુકે છે અને વધારે ને વધારે
પૈસા કમાવા ઇચ્છે છે. પોતાની ઇચ્છાઓને પુરી કરવા માટે તે ધર્મ અને ન્યાયની વિરુધ્ધ
પણ જઇ શકે છે. જે વ્યક્તિ ધર્મભીરુ કે પાપભીરુ નથી તે પોતાના માટે તેમજ સમાજ ને માટે
પણ ઘાતક છે.
આ બ્રાહ્મણ બીજા
લોકો સાથે દેશાંતર કરતા કરતા એક દુર્ગમ પર્વત શ્રેણી પાસે આવ્યો. આ દરમિયાન એક મદોન્મત
હાથી આવ્યો અને તેની પાછળ દોડવા લાગ્યો. દરેક લોકો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા. આ
બ્રાહ્મણ બીજા લોકોથી વિખુટો પડીને ખુબ જ દુર્ગમ સ્થાન પર આવી ગયો. તેને પોતાની જગ્યાએ
પાછુ કેમ જવુ તેનો તાગ જ મેળવી ના શક્યો. આખરે તે થાકેલો હોવાને લીધે અશ્વથ્થા વૃક્ષની
છાંયામાં બેઠો.
આ વૃક્ષની ઊપર નાડીજંઘ
નામનો એક મહાબક રહેતો હતો. તે કોઇ સાદો બગલો નહોતો. તે વિશાળકાય કાયા,...
Read More »
|