Search
Friday, September 03, 2010 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય
Author: ગુર્જરદેશ બોધકથા Created: 6/18/2006
અહીં આપ બોધ કથાઓ વાંચી શકશો. બોધ કથાઓનો મુળ હેતુ લોકોને નાની વાર્તામાંથી બોધ આપવાનો છે. શિખામણના શબ્દો બોલવા કરતા વાર્તા દ્વારા અપાયેલું જ્ઞાન વધારે અસરકારક બને છે.

ચ્યવન ઋષિ ભૃગુ મહર્ષિ અને પુલોમા દેવીના પુત્ર હતા. જ્યારે પુલોમા દેવી ગર્ભવતી હતા ત્યારે ભૃગુ ઋષિને બહાર જવાનું થયુ. તેમણે અગ્નિદેવને પુલોમા દેવીની રક્ષા કરવા માટે વિનંતિ કરી. ત્યારે પુલોમા નામનો રાક્ષસ ત્યાં આવ્યો અને અગ્નિદેવને પુછ્યુ "આ પુલોમા છે?" અગ્નિદેવને કંઇ ખબર ના પડી કે તેને શું જવાબ આપવો. જો તે સાચો જવાબ આપે તો ભૃગુ ઋષિ કોપાયમાન થાય અને જો ખોટુ બોલે તો તેમને ખોટુ બોલવાનું પાપ લાગે. તેથી તેમણે જવાબ આપ્યો "તે ભૃગુ ઋષિના પત્ની છે.". તરત જ રાક્ષસે વરાહનું સ્વરૂપ લીધું અને પુલોમા દેવીને ઉપાડી ગયો. આ દરમિયાન પુલોમા દેવીના ગર્ભમાંથી બાળક પડી ગયુ. (તેથી આ બાળકનું નામ ચ્યવન રાખવામાં આવ્યુ.)

આ બાળકના ચહેરા પર બ્રહ્મતેજ હતું જેને કારણે તેને જોઇને રાક્ષસ બળીને ભસ્મ થઇ ગયો. બાદમાં ચ્યવને ખુબ જ કઠીન તપ કર્યુ અને મોટા મહર્ષિ બન્યા. તે અને તેમની પત્ની સુકન્યાને દધિચિ, પ્રમતિ અને આપ્રવાન નામે સંતાનો હતા. ખુબ જ સમય પછી ચ્યવન ઋષિએ પાણીની અંદર ૧૨ વર્ષ સુધી તપ કર્યુ. આ તપ દરમિયાન એક માછીમાર આવ્યો અને તેણે માછલા પકડવા માટે જાળ નાખી. પરંતુ માછલાની જગ્યાએ આ ચ્યવન ઋષિ જાળમાં ફસાયા. માછીમાર તો ડરનો માર્યો ફફડવા લાયો ત્યારે ચ્યવન...

Read More »

આ કથા રામચંદ્રજીના દાદા રઘુમહારાજના વખતની છે. રઘુમહારાજ તેમના કુળના અન્ય રાજાઓ જેટલા જ ધર્મપ્રિય હતા. તેમના રાજ્યમાં કેટલાય ગુરુકુળ હતા જેમાના કેટલાકમાં ૧૦૦૦ કરતા પણ વધારે શિષ્યો  અભ્યાસ કરતા હતા. એક ગુરુકુળમાં ગુરૂ શિષ્યને કહી રહ્યા હતા. "હે શિષ્ય! મેં તને બધી જ વિદ્યા શિખવી દીધી છે. તે પણ ઘણા ખંતપુર્વક અભ્યાસ કર્યો છે. હવે તુ ગૃહસ્થશ્રમમાં પ્રવેશ કર અને સમાજને ઉપયોગી બન." શિષ્યએ પ્રત્યુત્તર આપ્યો "હે ગુરૂજી! મને ગુરૂદક્ષિણા આપવાનો મોકો આપો." ગુરૂ બોલ્યા "તુ ગરીબ છે. તારે કંઇ પણ દેવાની જરૂર નથી." શિષ્ય આગ્રહ કર્યે જતો હતો અને ગુરૂ ના પાડ્યે જતા હતા. પછી ગુરૂ બોલ્યા. "ભલે! મેં તને ૧૪ વિદ્યા શિખવી છે એટલે મને તુ ૧૪ મણિ ધનરાશિ આપ પણ એ શરત છે કે દરેક મણિની ઊંચાઇ હાથી પર ઊભા રહેલા માણસ જેટલી ઊંચાઇએ પથ્થર ફેંકે તેટલી હોવી જોઇએ.". શિષ્યએ કહ્યુ "ભલે" અને તે ચાલ્યો ગયો પરંતુ તે હવે ખુબ જ ચિંતિત હતો કે ગુરૂદક્ષિણા આપવી કઇ રીતે?

 રાજાને પિતાતુલ્ય જાણીને   તે રઘુમહારાજ પાસે પહોંચ્યો. આગલા દિવસે રઘુમહારાજે મોટો યજ્ઞ કર્યો હતો અને પોતાનું સઘળું દ્રવ્ય દાનમાં આપી દીધું હતું. જ્યારે આ શિષ્ય આવ્યો ત્યારે...

Read More »

એક નાનકડા ગામમાં ખુબ જ મહેનતુ ખેડુત રહેતો હતો. તેની પાસે ૧ એકર જમીન હતી. ખુબ જ મહેનતુ હોવાને કારણે તેને પોતાના કુટુંબના ભરણપોષણ જેટલું મળી રહેતું હતુ જેથી તેને કોઇની પાસે હાથ લાંબો કરવાની જરૂર રહેતી નહોતી. તેને જેટલું મળતું તેનાથી સંતુષ્ટ હોવાને કારણે તેને કોઇ પણ જાતની કમી નહોતી. પરંતુ સમય હંમેશા બદલાતો રહે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વરસાદ ઓછો થતો ગયો અને એક સમય એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો. બીજા બધા જ સામાન્ય ખેડુતોની હાલત કફોડી થઇ ગઇ.

 આ ગરીબ ખેડુતની દશામાં કંઇ ફરક પડ્યો નહોતો. તેના જીવનમાં ચોમેર અંધકાર જ ફેલાયેલો હતો. આશાનું એક પણ કિરણ દેખાતુ નહોતુ છતાં પણ તેની જીવવાની પધ્ધતીમાં કોઇ પણ જાતનો ફેરફાર થયો નહોતો. હંમેશની જેમ તે સૂર્યોદય થતા પહેલા ઊઠી જતો અને થોડુંઘણું ખાઇને ખભા ઉપર હળ નાખીને પોતાના ખેતરે જવા નીકળી પડતો. તેને ખબર હતી કે તે જે કંઇ કરતો હતો તેનો કોઇ જ મતલબ નહોતો. એક દિવસ ખેડુત પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતો. ભગવાન શંકર ત્યાંથી નિકળ્યા.તેમણે આ ગરીબ મહેનતુ ખેડુતને જોયો.

 મુસાફરના વેશમાં આવેલા પરમેશ્વરે આ ખેડુતને પુછ્યુ "તને ખબર છે કે વરસાદ વરસવાનો નથી છતાં...

Read More »

 કૃતજ્ઞતા એ મોટો સદગુણ છે. કોઇએ કરેલા ઉપકારને ન ભુલી જવો જોઇએ. કૃતજ્ઞતા એ એવો ધર્મ છે કે જેને પાળવાથી મોટુ પુણ્ય મળતું નથી પરંતુ તેને ન પાળવાથી મહાપાપના ભાગીદાર થવાય છે.

 એક બ્રાહ્મણ હતો. તે સ્વધર્મ ભુલીને જંગલમાં જઇને પશુઓને મારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે વ્યક્તિ ઇન્દ્રિયસુખને જ સર્વસ્વ માને છે તે વિષયો પાછળ આંધળી દોટ મુકે છે અને વધારે ને વધારે પૈસા કમાવા ઇચ્છે છે. પોતાની ઇચ્છાઓને પુરી કરવા માટે તે ધર્મ અને ન્યાયની વિરુધ્ધ પણ જઇ શકે છે. જે વ્યક્તિ ધર્મભીરુ કે પાપભીરુ નથી તે પોતાના માટે તેમજ સમાજ ને માટે પણ ઘાતક છે.

 આ બ્રાહ્મણ બીજા લોકો સાથે દેશાંતર કરતા કરતા એક દુર્ગમ પર્વત શ્રેણી પાસે આવ્યો. આ દરમિયાન એક મદોન્મત હાથી આવ્યો અને તેની પાછળ દોડવા લાગ્યો. દરેક લોકો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા. આ બ્રાહ્મણ બીજા લોકોથી વિખુટો પડીને ખુબ જ દુર્ગમ સ્થાન પર આવી ગયો. તેને પોતાની જગ્યાએ પાછુ કેમ જવુ તેનો તાગ જ મેળવી ના શક્યો. આખરે તે થાકેલો હોવાને લીધે અશ્વથ્થા વૃક્ષની છાંયામાં બેઠો.

 આ વૃક્ષની ઊપર નાડીજંઘ નામનો એક મહાબક રહેતો હતો. તે કોઇ સાદો બગલો નહોતો. તે વિશાળકાય કાયા,...

Read More »


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft