Search
Wednesday, February 08, 2012 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય
Author: vijay Created: 5/7/2006 10:22 PM
વાંચતા અને સર્ફ કરતા ગમેલુ તે સંગ્રહેલ

માનવીનાં મન - ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી, અને જે કાંઈ જીવ અને જગત બનાવ્યાં તેમાં જીવંત પ્રાણીઓમાં કેટલીક શક્તિઓ મૂકી, જેને કારણે તે પોતાનો વ્યવહાર ચલાવી શકે. નીચી કોટિના જીવોમાં પોષણ અને વૃદ્ધિની શક્તિ મુખ્ય રહી છે. બેકટેરીયા, એકકોષી જીવો વગેરે સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને પોષણ મળે ત્યાં સુધી જીવે છે. વનસ્પતિ તેનાથી ઊંચી કોટિમાં ગણી શકાય. તેનામાં પણ પોષણથી જ જીવન પાંગરે છે, તે પણ વૃદ્ધિ પામવા માટે પ્રકાશ અને પાણી તરફ અંદર-બહાર ગતિશીલ રહે છે. લાગણીનું તંત્ર વનસ્પતિમાં હજુ બહુ જ નીચી કક્ષાનું છે. ત્યાર પછી પ્રાણીઓમાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ તેનાથી ઊંચી કોટિનાં ગણી શકાય. તેમનામાં લાગણીતંત્ર વિક્સેલું જણાય છે. તે સુખ અને દુ:ખની લાગણી પ્રગટ કરે છે, અને જીવનની ચાર મૂળભૂત પ્રેરણાઓથી જીવનની ગાડી ગબડાવે છે. ઊંઘ, ભૂખ, ભય અને મૈથુન દ્વારા તે પોતાનું જીવન વ્યતિત કરે છે. પાલતું પ્રાણીઓમાં આ પ્રેરણાઓ ઉપરાંત થોડું વિકસિત લાગણીતંત્ર વધારે સ્પષ્ટ કામ કરતું જોવામાં આવે છે. તેને પ્રતિક્રિયા કરનારું નીચી કક્ષાનું મન કહી શકાય. કૂતરાને કોઈ પથ્થર મારે તો તરત એ પથ્થરને બચકુ ભરવા દોડે છે. અહીં મન પ્રતિક્રિયા જ કરે છે; પરંતુ નિર્ણય...

Read More »

ગૌરવ-કથા ગુજરાતની -’શૂન્ય’ પાલનપુરી

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

http://urmi.wordpress.com/2006/07/22/gaurav_katha_gujaratni/

હું ગુર્જર ભારતવાસી

હું ગુર્જર ભારતવાસી.ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું.....અર્બુદ- અરબસમુદ્ર વચાળેધરતીના આ આઉ દુધાળે,આવી વળગી હર્ષ-ઉછાળેઉત્તર...

Read More »

મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળPosted in કવિતા (kavita), સંગીત સાથે (audio), લોક સાહિત્ય (lok sahitya) જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,         મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,         પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો …

તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,         ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો …

બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,         પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો

http://www.forsv.com/guju/?m=200502

શીદને – દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. (ટેક)

સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણને…

...

Read More »

સદવિચારોનો સંચય

§         આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે.                                                                                                                 - ભગવાન શંકરાચાર્ય

§         ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી.                                                                                                                                 – સેંટ ઑગસ્ટાઈન

§         વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી.                                 – કાકા કાલેલકર

§         માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. – ગાંધીજી

§         મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા !                                                                                                                                     – ખલિલ જિબ્રાન

§        ...

Read More »

Kiritkumar G Bhakta's first Short story collection

Read More »

ફક્ત ફેર એટલો  છે કે હવે પ્રભુ મારા ચાળા જોઇને સમજુ બાપની જેમ દુઃખી નથી થતો.
એ સમજી ગયો છે કે હવે આ છોકરો શયતાનની સંગતમાં છે અને હારીને જ વળશે.

તમે ઍટલે મારુ મન

Read More »


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products