|
નથી શકતો - બરકત વિરાણી "બેફામ" |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
10/14/2006 11:21 PM
|
|
|
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો, જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું, છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો, અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો, બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો, ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ? જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો, ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં, રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો, જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે "બેફામ" કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
|
 |
|
Comments (1)
|
|
|
|
જિંદગી- ‘સૈફ’ પાલનપુરી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
10/10/2006 12:10 PM
|
|
|
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો ! તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
|
 |
|
Comments (1)
|
|
|
|
શરત્પૂર્ણિમા -કીર્તિદા બ્રહ્મભટ્ટ્ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
10/6/2006 7:38 AM
|
|
|
|
નિશા નિર્ઝરી નિર્મલ નભ થકી ઉજ્જ્વલ આ
અરે, રાત્રી લુપ્ત, ઝળહળ અભિભૂત ધરણી
પ્રસારી પૂંજી આભે ગગનવિહારી ઝળળતો
અને તેજે સૌમ્યા ધવલ વિભાવરી મહકતી
વહાવે આભેથી શતશત શશી શીત લહરી
શું આ શર્વરી શોભિત અક્ષત શ્વેત શશિયરે
ઊગી ઊભો કેવો મસરિક ભણી ઇન્દુ હસતો
સર ઉત્ફુલ્લિત, ઉત્પલ રજનીકર નિરખી
ઝિલાયાં વેરાયાં રજનિકિરણ અંજલી થકી
અનુરક્તા પ્રુથ્વી અનુપમ ગ્રહી તેજ મલકે
રહી સંતૃપ્ત અમૃતમય થઇ આજ વિલસી
|
 |
|
Comments (3)
|
More...
|
|
|
જીવ્યો છું - ઘાયલ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/25/2006 1:05 PM
|
|
|
શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું
સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું
ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું
મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું
મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું
આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું
બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું
હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું
|
 |
|
Comments (5)
|
|
|
|
ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/22/2006 6:59 AM
|
|
|
|
ઢોલી તારા ઢોલીના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો
ગોરી તારા ઝાંઝરના ઝણકારે
ગરબો રણઝણ રણઝણ થાય
દીવડો ઝગમગિયો
ગરબે ઊતર્યાં રે આકાશ
શિરે તારલિયો અજવાસ
નીરખી ચાંદલિયો હરખાય
આંગણ અવતરિયો
ગોરી તારી તાલીઓના તાલે
ઝીંણાં ચાંદરણાં પથરાય,
|
 |
|
Comments (3)
|
More...
|
|
|
સગપણ -પ્રબોધ જોશી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/16/2006 11:06 AM
|
|
|
અમે મોર હોઈએ તો - અમારાં ખરેલાં આંસુ વીણજો
વાદળ સમા તરતા પ્રસંગોને અમે બોલાવશું - તમે વરસજો.
આવતા ભવે આ અધૂરી મૂકેલી કવિતાની છેલ્લી પંક્તિ થઈ તમે આવી ચડજો.
|
 |
|
Comments (0)
|
|
|
|
સુરતી ગઝલ - મનહરલાલ ચોકસી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/14/2006 10:36 AM
|
|
|
ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં, કામ હારું કોઈ પણ કઈરું નહીં.
ઓટલા ડા'પણની ડાળે હ્ળવળ્યા, હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.
એક હેરીમાં ઉત્તું સપનું સરસ, પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.
કૂતરાની જેમ હઉ ભાગી ગિયા, કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.
લો, જુઓ આવી ગિયો છું બારણે, ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.
માણહાઈ ચેહ પર જોઈ છતાં, ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.
|
 |
|
Comments (0)
|
|
|
|
ક્યાં જીવાય છે - સૈફ પાલનપુરી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/7/2006 4:27 PM
|
|
|
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ એ એકલા શરમાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે. આ વિરહની રાત છે તારીખનું પાનું નથી, અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે. એક પ્રણાલીકા નિભાવું છું, લખું છું 'સૈફ' હું, બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે.
|
 |
|
Comments (2)
|
|
|
|
ખોબો ભરીને અમે - જગદીશ જોષી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/30/2006 3:34 PM
|
|
|
ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ? ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
|
 |
|
Comments (2)
|
|
|
|
હોય છે - મરીઝ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/25/2006 1:09 PM
|
|
|
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ ! તારો જે દુરદુર થી આવકાર હોય છે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે
|
 |
|
Comments (2)
|
|
|