|
જીવ્યો છું - ઘાયલ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/25/2006 1:05 PM
|
|
|
શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું
સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું
ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું
મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું
મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું
આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું
બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું
હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું
|
 |
|
Comments (5)
|
|
|
|
ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/22/2006 6:59 AM
|
|
|
|
ઢોલી તારા ઢોલીના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો
ગોરી તારા ઝાંઝરના ઝણકારે
ગરબો રણઝણ રણઝણ થાય
દીવડો ઝગમગિયો
ગરબે ઊતર્યાં રે આકાશ
શિરે તારલિયો અજવાસ
નીરખી ચાંદલિયો હરખાય
આંગણ અવતરિયો
ગોરી તારી તાલીઓના તાલે
ઝીંણાં ચાંદરણાં પથરાય,
|
 |
|
Comments (3)
|
More...
|
|
|
સગપણ -પ્રબોધ જોશી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/16/2006 11:06 AM
|
|
|
અમે મોર હોઈએ તો - અમારાં ખરેલાં આંસુ વીણજો
વાદળ સમા તરતા પ્રસંગોને અમે બોલાવશું - તમે વરસજો.
આવતા ભવે આ અધૂરી મૂકેલી કવિતાની છેલ્લી પંક્તિ થઈ તમે આવી ચડજો.
|
 |
|
Comments (0)
|
|
|
|
સુરતી ગઝલ - મનહરલાલ ચોકસી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/14/2006 10:36 AM
|
|
|
ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં, કામ હારું કોઈ પણ કઈરું નહીં.
ઓટલા ડા'પણની ડાળે હ્ળવળ્યા, હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.
એક હેરીમાં ઉત્તું સપનું સરસ, પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.
કૂતરાની જેમ હઉ ભાગી ગિયા, કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.
લો, જુઓ આવી ગિયો છું બારણે, ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.
માણહાઈ ચેહ પર જોઈ છતાં, ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.
|
 |
|
Comments (0)
|
|
|
|
ક્યાં જીવાય છે - સૈફ પાલનપુરી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
9/7/2006 4:27 PM
|
|
|
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ એ એકલા શરમાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે. આ વિરહની રાત છે તારીખનું પાનું નથી, અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે. એક પ્રણાલીકા નિભાવું છું, લખું છું 'સૈફ' હું, બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે.
|
 |
|
Comments (2)
|
|
|
|
ખોબો ભરીને અમે - જગદીશ જોષી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/30/2006 3:34 PM
|
|
|
ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ? ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
|
 |
|
Comments (2)
|
|
|
|
હોય છે - મરીઝ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/25/2006 1:09 PM
|
|
|
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ ! તારો જે દુરદુર થી આવકાર હોય છે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે
|
 |
|
Comments (2)
|
|
|
|
પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/19/2006 9:52 AM
|
|
|
શબ્દ એનો રોજ પડઘાયો હતો તે છતાં ક્યાં અર્થ સમજાયો હતો
મૂલ્ય જેવું કૈક બાજુમાં મૂકી હું વિના મૂલ્યે જ ગરવાયો હતો
રેતને ઢાંકી શકે ને જે કનક શોધમાં એની જ રઘવાયો હતો
એક રાખી મેં ય બારી કેમ કે દ્વારે ઉંબર એક અટવાયો હતો
એ હિસાબો પણ બધાં ખોટાં ઠર્યાં સાવ ખોટો આંક મંડાયો હતો
રાતના અંધારને જે જઇ મળ્યો એ જ મારો એક પડછાયો હતો
એટલે તો હું પ્રકાશી ના શક્યો પંડ મારો ક્યાંક ઢંકાયો હતો
|
 |
|
Comments (5)
|
|
|
|
હું કોઈ જવાબ દઉં – હેમંત ધોરડા |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/16/2006 12:03 PM
|
|
|
ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.
હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.
શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.
આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.
તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.
|
 |
|
Comments (0)
|
|
|
|
બરફની વરાળ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/14/2006 2:25 PM
|
|
|
|
હવે મન વગર મળાતું નથી બરફની વરાળે બળાતું નથી તમારાં ચરણ ચિન્હની કેડીએ અમસ્તુ હવે નીકળાતું નથી
સમય સાથે આગળ ઢસડાઊં છું વિતેલી પળોમાં વળાતું નથી. ચણાય છે દિવાલ પાછળ અને મને કાંઇ આગળ કળાતું નથી
હજુ હોઠ પર સુરની તાજગી ફક્ત મને સંભળાતું નથી હું છેદાઇ ચાલ્યો બધી બાજુથી હવે હું માં હું થી ભળાતું નથી
મુજ શ્વાસે શ્વાસે યાદ તારી હવે શ્વસનનું કબુતર પળાતું નથી અહીં જ્યોત પત્થરની છે ઠરેલ અને મીણથી પીગળાતું નથી.
જો આપને આ ગઝલના રચનાકારનું નામ ખબર હોય તો આપવા વિનંતી.
|
 |
|
Comments (0)
|
|
|