Search
Friday, May 16, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી કાવ્યો
Author: ગુર્જરદેશ કાવ્યો Created: 4/22/2006 4:10 PM
આ વિભાગમાં આપ જુદા-જુદા કવિઓ/ગઝલકારોના અનેક રસથી ભરપુર પદ્ય માણી શકો છો. પીઢ કવિઓની રચનાઓથી માંડીને નવોદિત કવિઓની રચનાઓ, છંદબધ્ધ કવિતાઓથી માંડીને આછંદ ગઝલો પણ તમને અહીં જોવા મળશે.

ખોબો ભરીને અમે - જગદીશ જોષી
By ગુર્જરદેશ કાવ્યો on 8/30/2006 3:34 PM
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
Comments (2)

હોય છે - મરીઝ
By ગુર્જરદેશ કાવ્યો on 8/25/2006 1:09 PM
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

Comments (2)

પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ
By ગુર્જરદેશ કાવ્યો on 8/19/2006 9:52 AM
શબ્દ એનો રોજ પડઘાયો હતો
તે છતાં ક્યાં અર્થ સમજાયો હતો

મૂલ્ય જેવું કૈક બાજુમાં મૂકી
હું વિના મૂલ્યે જ ગરવાયો હતો

રેતને ઢાંકી શકે ને જે કનક
શોધમાં એની જ રઘવાયો હતો

એક રાખી મેં ય બારી કેમ કે
દ્વારે ઉંબર એક અટવાયો હતો

એ હિસાબો પણ બધાં ખોટાં ઠર્યાં
સાવ ખોટો આંક મંડાયો હતો

રાતના અંધારને જે જઇ મળ્યો
એ જ મારો એક પડછાયો હતો

એટલે તો હું પ્રકાશી ના શક્યો
પંડ મારો ક્યાંક ઢંકાયો હતો
Comments (5)

હું કોઈ જવાબ દઉં – હેમંત ધોરડા
By ગુર્જરદેશ કાવ્યો on 8/16/2006 12:03 PM
ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.
Comments (0)

બરફની વરાળ
By ગુર્જરદેશ કાવ્યો on 8/14/2006 2:25 PM

 હવે મન વગર મળાતું નથી
બરફની વરાળે બળાતું નથી
તમારાં ચરણ ચિન્હની કેડીએ
અમસ્તુ હવે નીકળાતું નથી

સમય સાથે આગળ ઢસડાઊં છું
વિતેલી પળોમાં વળાતું નથી.
ચણાય છે દિવાલ પાછળ અને
મને કાંઇ આગળ કળાતું નથી

હજુ હોઠ પર સુરની તાજગી
ફક્ત મને સંભળાતું નથી
હું છેદાઇ ચાલ્યો બધી બાજુથી
હવે હું માં હું થી ભળાતું નથી

મુજ શ્વાસે શ્વાસે યાદ તારી
હવે શ્વસનનું કબુતર પળાતું નથી
અહીં જ્યોત પત્થરની છે ઠરેલ
અને મીણથી પીગળાતું નથી.

જો આપને આ ગઝલના રચનાકારનું નામ ખબર હોય તો આપવા વિનંતી.

 

Comments (0)

આપીને - મરીઝ
By ગુર્જરદેશ કાવ્યો on 8/9/2006 3:09 PM
ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.
Comments (1)

માં - ઝવેરચંદ મેઘાણી
By ગુર્જરદેશ કાવ્યો on 7/29/2006 3:30 PM
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
ં માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરી નૈ.

Comments (0) More...

આદમી - અમૃત 'ઘાયલ'
By ગુર્જરદેશ કાવ્યો on 7/20/2006 9:41 PM
ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ

હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ

અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ

નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર!
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ

ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ
Comments (3)

માં - રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદઃ ઝવેરચંદ મેઘાણી)
By ગુર્જરદેશ કાવ્યો on 7/12/2006 11:30 PM
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
ં માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરી નૈ.
Comments (0)

એક મધ્યરાત્રે - રાવજી પટેલ
By ગુર્જરદેશ કાવ્યો on 7/8/2006 11:17 AM
અરે, આ ઓચિતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે!
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુયાં કૈં રુધિરમાં!
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં!
અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા
નયા દૂર્વાકુરો ફર ફર થતાં. સ્હેજ ચમયું
સૂતેલી પત્નીનું શરીર; ઝબયો હુંય, પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલયું.
વીતેલા વષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

(ઊષર - પડતર, પરિમલ્યા - ખીલ્યા, દૂર્વાકુરો - ઘાસનો અંકુર)
Comments (1)


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft