|
વરસાદ મુબારક |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/27/2006 11:28 PM
|
|
|
આભ નહીં સાંભળી શકશે કારણ કે એ ભોળું છે વરસાદ છે કે તોફાન કરતા છોકરાઓનું ટોળું છે?
શાંત સરોવર ઉપર લખાતું છાંટાનું જોડકણું છે છબાક છબ છબ કરતું કેવું ખાબોચિયું બોલકણું છે!
નેવાંથી પડતાં ટીપાંનું નાનકડું ગીત ગાવું છે, પાણીની સીડીથી મારે મેઘધનુષ પર જાવું છે!
આવે વખતે ચોપડીઓમાં યાં મોં ઘાલી રહેવું છે, એકબીજાને મળી અને 'વરસાદ મુબારક' કહેવું છે!
જો આપને આ કવિતાના કવિ વિશે માહિતી હોય તો અમને કહેવા વિનંતી.
|
 |
|
Comments (0)
|
|
|
|
કક્કો - આદિલ મન્સૂરી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/24/2006 11:55 PM
|
|
|
ક બહુ લિસ્સો હતો, લપસી ગયો ખના પગમાં ખોડ, તે મોડો પડયો ગના બે કટકા, છતાં સાથે રહ્યા ઘનું મોઢું બંધ, ગૂંગળાઈ મર્યો ચ બગાસાં ખાય છે, તે જોઈને છને આવી છીંક, ૨ ૩ ૪ ૬ જનો હાથ ઊંચો થયો સત્કારમાં ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો ટ બહુ ચંચળ ઊછળતો કૂદતો લપસ્યો, પછડાયો ને ઠ ડ ઢ થયો ગ જતો'તો રમવા સંતાકૂકડી હાથ દૈ રોયો તો ગનો ણ થયો ત હતો તૈયાર કૂદકો મારવા થએ કાઢી આંખ, તો થીજી ગયો દને પગ નહોતા, કે ઊભો રહી શકે લૈને ટેકણલાકડી ધ થૈ ગયો નને વાંકી પૂંછડી નડતી રહી, પએ વીંઝી પાંખ, પીંખાઈ ગયો કને ઊગી પૂંછડી, કહેવાયો ફ, બના પેટે ગાંઠ તે રડતો રહ્યો ભ ફરે છે સૂંઢને ડોલાવતો સૂંઢ તૂટી ગૈ તો ભનો મ થયો ય ફૂલેલા પેટથી શરમાય ને રને દુર્બળ દેહનો છે વસવસો લ લડે છે ઢાલ ને તલવાર લૈ વને લાગી બીક, તે નાસી ગયો શને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ ચોથો ભાઈ હ જે પિત્રાઈ હતો ...
|
 |
|
Comments (1)
|
More...
|
|
|
તો કહેવાય નહી - ઘાયલ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/21/2006 11:21 PM
|
|
|
મન મરણ પહેલાં મરી જાય તો કહેવાય નહીં વેદના કામ કરી જાય તો કહેવાય નહીં
આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી દિલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં
આંખડી ભોળી, વદન ભોળું, અદાઓ ભોળી, પ્રાણ એ રૂપ હરી જાય તો કહેવાય નહીં
ચાંદની રાત, ભર્યા જામ, સૂરીલાં ગીતો, આજ મારો દી ફરી જાય તો કહેવાય નહીં
કંઈ મજા મીઠી તડપવામાં મળે છે એને, દિલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં
આંખનો દોષ ગણે છે બધા દિલને બદલે, ચોર નિદોષ ઠરી જાય તો કહેવાય નહીં
શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ', હર્ષનો માયો મરી જાય તો કહેવાય નહીં.
|
 |
|
Comments (2)
|
|
|
|
લાગણીવશ હ્રદય - ગની દહીંવાલા |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/17/2006 6:13 PM
|
|
|
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય! છે મને રાતદી એક તારો જ ભય લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
જોતજોતામાં થઈ જાય તારું દહન વાતોવાતોમાં થઈ જાય અશ્રુવહન દવ દીસે છે કદી તો કદી જળપલય લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
કોઈ દુખિયાનું દુઃખ જોઈ ડૂબી જવું હોય સૌંદર્ય સામે તો કહેવું જ શું? અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
આભ ધરતીને આવી ભલેને અડે તારે પગલે જ મારે વિહરવું પડે તારી હઠ પર છે કુરબાન લાખો વિનય લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
|
 |
|
Comments (0)
|
|
|
|
મને - મરીઝ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/13/2006 5:53 PM
|
|
|
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કૈંક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ, તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું'તું એમનું આખું જીવન હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને
આ સતત અવગણના એની મહેરબાની છે, 'મરીઝ', ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને
|
 |
|
Comments (1)
|
|
|
|
સાહ્યબો - રઘુનાથ બહ્મભટ્ટ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/10/2006 12:29 PM
|
|
|
સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની ઊડશું જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની
આભલાને મેઘ હું, તું મારી છે વીજળી કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની
સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની
|
 |
|
Comments (0)
|
|
|
|
એણે કાંટો કાઢીને -વિનોદ જોશી |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
6/5/2006 11:00 PM
|
|
|
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ
પછી ઢોલિયે જરાક પડી આડી તો, અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી, ઓશિકે બાથ ભરી લીધી તો ફર દઈ ઊડી પતંગિયાની ટોળી; મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ
હવે દીવો ઠારું કે પછી દઈ દઉં કમાડ? હું તો મૂંઝારે રેબઝેબ બેઠી, આઘે વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં પછી પગલું માંડું તો પડું હેઠી! હું તો પડછાયો પાથરીને કરતી'તી જૂલ, કોઈ મારામાં ઓગળીને પરબારું ડૂલ...
|
 |
|
Comments (0)
|
|
|
|
એ સોળ વરસની છોરી - પ્રિયકાન્ત મણિયાર |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/31/2006 12:37 AM
|
|
|
એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી. ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કંઈ ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર ગોરાં ગોરાં ચરણે એનાં ઘુઘરિયાળાં રૂપાનાં નૂપુરઃ કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમદોરી
એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ એના બીડયા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી એ સોળ વરસની છોરી
|
 |
|
Comments (0)
|
|
|
|
ઉપહાર - મણીશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/27/2006 12:36 PM
|
|
|
ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં સવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે; અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયૂરોની કેકાધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!
તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં વિલોકીને વેર્યો વિમલ કુસુમોના ગણ, અને સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે, અને ત્યાં પાસેના તરુવર રહ્યાં ઉત્સુક બની!
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી, કર્યા ઉદગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા; સખે! થોડી ખીણો ગહન મહિં તો યે રહી ગયા, કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું
અને તેને આજ તરલ ધરું તારા ચરણમાં, ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!
અહીં કવિ કાન્ત પોતાનો કાવ્યસંગ્રહ અંગત મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કરે છે. અને અર્પન રૂપે આ સોનેટ લખે છે. કુદરતને ખોળે આ બે યુવાનોએ યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા. શૈલશિખરે રો નવા પડકારોને ઉગતા જોયા. સરિતા જળમાં થતી તરંગલીલાને કવિજળનું સ્વપ્નસ્મિત કલ્પે છે. સૌંદર્ય ...
|
 |
|
Comments (0)
|
More...
|
|
|
રાધાનું નામ - સુરેશ દલાલ |
|
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/25/2006 8:03 PM
|
|
|
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત; લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત. વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ? રાધાનું નામ તમે...
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ; વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ; રાધાનું નામ તમે...
|
 |
|
Comments (0)
|
|
|