Search
Friday, September 03, 2010 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય
Author: vijay Created: 5/7/2006 10:22 PM
વાંચતા અને સર્ફ કરતા ગમેલુ તે સંગ્રહેલ

પ્રાર્થના                        

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ -

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

ઉમાશંકર જોશી

 

 

...

Read More »

બોંબ બ્લાસ્ટ

 

તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઇને ખુબજ ઝઘડ્યા. આમતો તેમનુ જીવન બે સમાંતર પાટા જેવુ હતુ. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં.

નિરવ અને તેનુ કોંપ્યુટર્

જ્યારે ચા પીવાની તલપ લાગે ત્યારે નીચે આવવાનુ અને સેતુને ચા ઉકળે ત્યાં સુધી રમાડવાનો. ગબડાવવાનો અને ટી બ્રેક પતે એટલે પાછો તેના "ક્લીકો"નાં વનમાં એક કલાક ગુમ થઇ જવાનુ. રુપીયાનો ઢગલો થતો પણ અલ્પા હંમેશા કહેતી ઘરેથી કામ કરવાનો મતલબ એવો નહીં કે ચોવિસ કલાક એકનુ એક "ક્લીક્..ક્લીક્" કર્યા કરવાનુ.સેતુ પહેલા હું છુ અને ઘર ગ્રુહસ્થી છે.

નિરવ અલ્પાને કહેતો આ ક્લીક ક્લીક છે તેથી તો રુપીયા ઘરમાં આવે છે અને આ સ્પર્ધાના જમાનામાં જ્યારે તમને કામ મળતુ હોય તો મ્હોં ધોવા જનારાને તકલીફ થતી હોય છે. સેતુનુ બચપણ જતુ રહેશે તુ અને હું ક્યાં જતા રહેવાના છીયે.સહેજ ધંધાને ધીરો પડવા દે.હમણાં તો ટાઇમ જરા પણ બગડવા દેવાય નહીં. અલ્પા તેની બહેનોનાં જીવન જોઇ નિઃસાશા નાખતી અને બબડતી પણ ખરી કે આના કરતા કોઇ બેઠી નોકરીવાળાને પરણી હોત તો એટલુ તો સારુ હોત કે સાંજ પડે વર ઘરે આવે અને સાથે બેસીને ટી.વી. સીરીયલ તો જોવાય...

ડેડ લાઇન ને પહોંચી વળવાની...

Read More »

આજે જાગવું છે



આંખમાં ઊંઘ સળવળે છતાં આજે જાગવું છે.

વીતેલી ક્ષણોને જીવંત કરી આજે જાગવું છે.



વાતવાતમાં લડવું, રિસાવું

દૂર જઇ વળી પાછા ફરવું

એ અમથું અમથું ઇતરાવું

વળી છુટ્ટાં પડતાં કરમાવું

તન્હા બેચૈન રાતોની યાદમાં આજે જાગવું છે.



        લાગણીઓનું મનમાં છુપાવું

        ને અંતે આંખોમાંથી છલકવું

        સાંત્વનનું વાળમાં ફરવું

        ને ઉકળાટનું શાંત પડવું

અવ્યક્ત ઉર્મિની વ્યથાની યાદમાં આજે જાગવું છે.



ડો. ભૂમિકા મહેતા

(‘’કવિ’’ સામયિક, જૂન 2005)



મૌનના પરદે રહીને એકલા બળશુ નહી

આજથી એવા મળીશુ કે અલગ પડશુ નહી

 

આપણા નયને સવારે સૂર્ય થઇ જાગ્યુ મિલન

હૂંફના તડકા સમુ હેમંતમા લાગ્યુ મિલન

સાંજના ભારે નયનમા અસ્ત થઇ જાતુ મિલન

રોજ આવી વેદના લઇ સાંજના ઢળશુ નહી

આજથી...

 

શીત રાતે હુ અધૂરા ચન્દ્ર મા શોધુ તને

ના અટકતા ઊંઘ કે શમણાય તારી પાંપણે

ઝૂરવુ શુ આંખમા ઉજાગરા લઇ આપણે

આપણી આ લાગણીને આપણે છળશુ...

Read More »

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણીતારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવોઅદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવોતારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…તારી આંખનો અફીણી….

– વેણીભાઈ પુરોહિત

Courtesy: www.Readgujarati.com

ખોટ વર્તાયા કરે

 

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા મારાથી એ બનશે નહીં !જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

વિશ્વસર્જક,...

Read More »

માનવીનાં મન - ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી, અને જે કાંઈ જીવ અને જગત બનાવ્યાં તેમાં જીવંત પ્રાણીઓમાં કેટલીક શક્તિઓ મૂકી, જેને કારણે તે પોતાનો વ્યવહાર ચલાવી શકે. નીચી કોટિના જીવોમાં પોષણ અને વૃદ્ધિની શક્તિ મુખ્ય રહી છે. બેકટેરીયા, એકકોષી જીવો વગેરે સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને પોષણ મળે ત્યાં સુધી જીવે છે. વનસ્પતિ તેનાથી ઊંચી કોટિમાં ગણી શકાય. તેનામાં પણ પોષણથી જ જીવન પાંગરે છે, તે પણ વૃદ્ધિ પામવા માટે પ્રકાશ અને પાણી તરફ અંદર-બહાર ગતિશીલ રહે છે. લાગણીનું તંત્ર વનસ્પતિમાં હજુ બહુ જ નીચી કક્ષાનું છે. ત્યાર પછી પ્રાણીઓમાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ તેનાથી ઊંચી કોટિનાં ગણી શકાય. તેમનામાં લાગણીતંત્ર વિક્સેલું જણાય છે. તે સુખ અને દુ:ખની લાગણી પ્રગટ કરે છે, અને જીવનની ચાર મૂળભૂત પ્રેરણાઓથી જીવનની ગાડી ગબડાવે છે. ઊંઘ, ભૂખ, ભય અને મૈથુન દ્વારા તે પોતાનું જીવન વ્યતિત કરે છે. પાલતું પ્રાણીઓમાં આ પ્રેરણાઓ ઉપરાંત થોડું વિકસિત લાગણીતંત્ર વધારે સ્પષ્ટ કામ કરતું જોવામાં આવે છે. તેને પ્રતિક્રિયા કરનારું નીચી કક્ષાનું મન કહી શકાય. કૂતરાને કોઈ પથ્થર મારે તો તરત એ પથ્થરને બચકુ ભરવા દોડે છે. અહીં મન પ્રતિક્રિયા જ કરે છે; પરંતુ નિર્ણય...

Read More »

ગૌરવ-કથા ગુજરાતની -’શૂન્ય’ પાલનપુરી

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

http://urmi.wordpress.com/2006/07/22/gaurav_katha_gujaratni/

હું ગુર્જર ભારતવાસી

હું ગુર્જર ભારતવાસી.ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું.....અર્બુદ- અરબસમુદ્ર વચાળેધરતીના આ આઉ દુધાળે,આવી વળગી હર્ષ-ઉછાળેઉત્તર...

Read More »

મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળPosted in કવિતા (kavita), સંગીત સાથે (audio), લોક સાહિત્ય (lok sahitya) જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,         મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,         પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો …

તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,         ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો …

બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,         પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો

http://www.forsv.com/guju/?m=200502

શીદને – દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. (ટેક)

સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણને…

...

Read More »

સદવિચારોનો સંચય

§         આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે.                                                                                                                 - ભગવાન શંકરાચાર્ય

§         ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી.                                                                                                                                 – સેંટ ઑગસ્ટાઈન

§         વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી.                                 – કાકા કાલેલકર

§         માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. – ગાંધીજી

§         મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા !                                                                                                                                     – ખલિલ જિબ્રાન

§        ...

Read More »

Kiritkumar G Bhakta's first Short story collection

Read More »

ફક્ત ફેર એટલો  છે કે હવે પ્રભુ મારા ચાળા જોઇને સમજુ બાપની જેમ દુઃખી નથી થતો.
એ સમજી ગયો છે કે હવે આ છોકરો શયતાનની સંગતમાં છે અને હારીને જ વળશે.


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft