Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 Most recent blog entries
ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા
ગુજરાતી લેખો By ગુજરાતી સાહિત્ય on 5/30/2007 1:57 PM

આજકાલ લોકોને ગુજરાતી ભાષામાં પરીવર્તન લાવવા માટેનું ભુત વળગ્યુ છે એટલે લોકો આંખો મીંચીને ઊંઝાની પાછળ દોડે છે અને અન્ય લોકોને ઊંઝા જોડણીની ઊપયોગીતા અંગે "જાગૃત" કરે છે. મારે આ ચર્ચામાં પડવાનો કોઇ જ ઇરાદો નહોતો છતાં પણ ક્યારેક મૌન સંમતિસુચક બની જતુ હોવાથી લોકોને "જાગૃત" બનતા અટકાવવા માટે આ નાનકડો લેખ લખુ છુ.

મને આ ઊંઝા જોડણી માટે એક સરસ મજાનું રૂપક મળ્યુ છે. કદાચ આમ જનતા વ્યવસ્થિત રીતે મારો દૃષ્ટિકોણ સમજી શકશે. હું ઊંઝા જોડણીને આતંકવાદ સાથે સરખાવવા માગુ છુ.

આતંકવાદીઓ દેશમાં પરીવર્તન લાવવા માંગે છે, દેશની રોનક બદલવા માંગે છે. આતંકવાદીઓ થોડાક મોટા મોટા માથાઓને પોતાની તરફેણમાં કરીને પોતાના વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાની કોશીશ કરે છે. તેઓ પોતાનો અમુલ્ય સમય નવા નવા વિચારો કરવામાં અને પોતાની વિચારસરણીને  કઇ રીતે લોકો પર લાદી શકાય તેમાં વ્યથિત કરે છે. પરંતુ એ વિચારવાનો તેમને સહેજ પણ સમય નથી કે દેશની અત્યારની પરિસ્થિતિમાં તેઓ દેશને કઇ રીતે આગળ લઇ જઇ શકે. તેઓ કહે છે કે સરકાર કંઇ કરી શકતી નથી એટલે અમારે અલગ રાજ ...

Comments (8) More...

સર્જિતના રિસર્ચ પેપર-૪ પર પ્રતિભાવ - વિશાલ મોણપરા
ગુજરાતી લેખો By ગુજરાતી સાહિત્ય on 3/15/2007 12:34 PM
સર્જિતે પોતાના બ્લોગ પર http://sarjeet.wordpress.com/2007/03/15/paper4/ આ પેપર મુક્યુ છે. તેનો પ્રતિભાવ હું ત્યાં આપવાની જગ્યાએ થોડી વિસ્તારથી વાત કરવા માટે અહિંયા મુકુ છુ. માટે આપને સૌપ્રથમ તો આ પેપર વાંચવા માટે અનુરોધ છે.

સૌ પ્રથમ તો હું કબુલ કરુ છુ કે હું આસ્તિક માણસ છુ અને ઇશ્વરમાં સંપુર્ણ શ્રદ્ધા ધરાવું છુ અને છતાં પણ સહુના વિચારો નો આદર કરુ છુ. હું ધર્મને આધુનિક વિચારસરણીના દ્રષ્ટિબિંદુથી પણ જોઇ શકુ છુ અને જો કોઇ પણ વસ્તુ અયોગ્ય લાગે તો પ્રાચિન રૂઢિઓને ફગાવી દેવામાં પણ માનું છુ.

હું જે આજે પ્રતિભાવ આપી રહ્યો છુ તે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય એવી ભગવદ્  ગીતાનો આધાર લઇને આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી કોઇને કોઇ પણ જાતની શંકા રહે નહી.

શરૂઆત કરીએ આપણે શ્રદ્ધાથી. ભ.ગી. (૪-૩૯)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા રાખનારો માનવ ...
Comments (4) More...

દિલકી સુનો - રમેશ શાહ
ગુજરાતી લેખો By ગુજરાતી સાહિત્ય on 12/22/2006 12:12 PM

‘ઓફીસ જાવ એ પહેલાં ઘર ખર્ચ ના પૈસા આપતાં જજો’ .  ધર્મપત્ની નો અવાજ.
‘પપ્પા મારે પણ પાંચ (હજાર) આજે તો જોશે જ’ . મોટા ચિરંજીવી નો હુકમ થયો.
‘મેં તો તમને ત્રણ દિવસ થી કહ્યુ છે, મારી ફ્રેન્ડ ની બર્થડે આવે છે . મારે આજે એના માટે પ્રેઝન્ટ લાવવાની છે. કેટલા આપશો?’ મારી દિકરી પણ પારકી થાપણ સોનલ બહુ સલૂકાય થી પ્રગટી.
‘ભાઈ, તું કેમ બાકી રહી ગયો છે ?’ નાના રાજીવ ને મેં ખુબ પ્રેમ થી પુછ્યુ.
હજું તો હું શ્વાસ લઊ એ પહેલા મારા પર રીતસર નો હુમલો થયો, મારાજ માનેલા અને સાચવેલાં પત્ની, પુત્રો, અને પુત્રી મારી સામે આવીને ઊભા રહ્યા. અને હું વધું નર્વસ થઈ ગયો.

મેં શ્રીમતી ને શાંતિથી - લીટરરીલી શાંતિથી -પુછ્યુ ‘બે દિવસ પહેલાં જ જે પૈસા આપ્યા હતા તેનું શું કર્યુ ?’
 ‘હિસાબ ની ડાયરી જોવી છે તમારે ?’ સીધો સવાલ ફેકાયો. ’પપ્પા તમને યાદ છે તમે મને સેલ ફોન લેવા ત્રીસ હજાર આપ્યા એ આપ્યા.પંદર દિવસ થી પુછ્યુ ય નથી કે હું કેમ મેનેજ કરું છુ’.

‘ભાઈ તું તો બોલતો જ નહી, મને બધી ખબર છે તારા પૈસા ક્યાં પૂરા થાય છે .... આ મને ...

Comments (9) More...

મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 12/13/2006 11:59 AM
મારે ચાંદાના ઘેર જાવું,
મારે આકાશે અંબાવું.
હળવે રહીને રાત પડે    
ક્યાં આંખોનું મીચાવું!
 
પવન તણી પાવડીઓ પહેરી
ઓઢું હું પીછાં રૂપેરી
ભીનાભીના વાદળ વચ્ચે
હાં, જઇને હું ભીજાઉં.      
 
ટમકે જે તારા અંધારે
ગણી ગણી એ વિણવા મારે
લાલ મજાની દોર લઇને
માળા હું જ  ...
Comments (5) More...

નથી શકતો - બરકત વિરાણી "બેફામ"
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 10/14/2006 11:21 PM
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
 
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
 
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
 
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
 
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
 
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
 
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
 
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે "બેફામ"
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
Comments (1)

જિંદગી- ‘સૈફ’ પાલનપુરી
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 10/10/2006 12:10 PM
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
Comments (1)

શરત્પૂર્ણિમા -કીર્તિદા બ્રહ્મભટ્ટ્
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 10/6/2006 7:38 AM
નિશા નિર્ઝરી નિર્મલ નભ થકી ઉજ્જ્વલ આ
અરે, રાત્રી લુપ્ત, ઝળહળ અભિભૂત ધરણી
પ્રસારી પૂંજી આભે ગગનવિહારી ઝળળતો
અને તેજે સૌમ્યા ધવલ વિભાવરી મહકતી
વહાવે આભેથી શતશત શશી શીત લહરી
શું આ શર્વરી શોભિત અક્ષત શ્વેત શશિયરે
ઊગી ઊભો કેવો મસરિક ભણી ઇન્દુ હસતો
સર ઉત્ફુલ્લિત, ઉત્પલ રજનીકર નિરખી
ઝિલાયાં વેરાયાં રજનિકિરણ અંજલી થકી
 
અનુરક્તા પ્રુથ્વી અનુપમ ગ્રહી તેજ મલકે
રહી સંતૃપ્ત અમૃતમય થઇ આજ વિલસી
Comments (3) More...

જીવ્યો છું - ઘાયલ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 9/25/2006 1:05 PM
શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું
Comments (6)

ગરબો શિર ધરિયો -કીર્તિદા બ્રહ્મભટ્ટ્
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 9/22/2006 6:59 AM
ઢોલી તારા ઢોલીના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો
 
ગોરી તારા ઝાંઝરના ઝણકારે
ગરબો રણઝણ રણઝણ થાય
દીવડો ઝગમગિયો
 
ગરબે ઊતર્યાં રે આકાશ
શિરે તારલિયો અજવાસ
નીરખી ચાંદલિયો હરખાય
આંગણ અવતરિયો
 
ગોરી તારી તાલીઓના તાલે
ઝીંણાં ચાંદરણાં પથરાય,
Comments (3) More...

સગપણ -પ્રબોધ જોશી
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 9/16/2006 11:06 AM
અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
Comments (0)


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft