Search
Saturday, February 04, 2012 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું

ઢોલી તારા ઢોલીના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો
 
ગોરી તારા ઝાંઝરના ઝણકારે
ગરબો રણઝણ રણઝણ થાય
દીવડો ઝગમગિયો
 
ગરબે ઊતર્યાં રે આકાશ
શિરે તારલિયો અજવાસ
નીરખી ચાંદલિયો હરખાય
આંગણ અવતરિયો
 
ગોરી તારી તાલીઓના તાલે
ઝીંણાં ચાંદરણાં પથરાય,
સરખી સહિયર ઝીલતી જાય
લેતી ઘુમ્મરિયો.
 
ગોરી તારા ઢોલના ધબકારે
ગોરી ઘૂમીઘૂમીને ગાય
ગરબો શિર ધરિયો.

અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.

ઓટલા ડા'પણની ડાળે હ્ળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.

એક હેરીમાં ઉત્તું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.

કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.

લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

માણહાઈ ચેહ પર જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.

ફુલ કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો
યાદ આવી જાય છે,
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા
માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ
નિભાવી જાય છે.
આ વિરહની રાત છે
તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય
તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,
લખું છું 'સૈફ' હું,
બાકી ગઝલો જેવું
જીવન હવે ક્યાં જીવાય છે.


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products