Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 Most recent blog entries
ખોબો ભરીને અમે - જગદીશ જોષી
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 8/30/2006 3:34 PM
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
Comments (2)

ભગવાન રામચંદ્રની કથા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 8/30/2006
ભગવાન રામ ખુબ જ મોટા લડવૈયા હતા. તેમણે સઘળા શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. મહર્ષિ વિશ્વામિત્રે તેમને એવા શસ્ત્રો આપ્યા હતા કે જેને બ્રહ્માંડમાં માત્ર તેમને જ ખબર હતી. વળી અગત્સ્ય ઋષિએ તેમને ઘણી જ શક્તિ આપી હતી. જો આપણે ભગવાન રામની બહાદુરીના પરચા જોઇએ તો
૧) માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી.
૨) બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો.
૩) ખુબ જ આસાનીથી ભગવાન શિવના ધનુષ્યને ઉપાડ્યુ કે જેને સ્વયંવરના સ્થળ પર લાવવા માટે ૫૦,૦૦૦ લોકોનો સહારો લેવો પડ્યો હતો.
૪) રામે ખર, દુષણ, તેમના ૧૦૦૦ ભાઇ અને તેમના સૈન્યનો માત્ર ૧૪ મિનિટમાં એકલા હાથે નાશ કર્યો હતો.

આટલા શક્તિશાળી હોવા છતાં પણ તેઓએ આ શક્તિનો ઉપયોગ પ્રદર્શન માટે ક્યારેય પણ કર્યો નહોતો. સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગ પરથી આ સારી રીતે જાણી શકાય છે. પ્રસંગ કંઇક આવો બન્યો હતો.
રાવણે સીતા માતાને ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જો સીતાજી રાવણ સાથે લગ્ન માટે માને નહી તો રાવણ તેમને મારી નાખે. બીજી તરફ ભરતજીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ૧૪ વર્ષના વનવાસ પછી ...
Comments (1) More...

હોય છે - મરીઝ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 8/25/2006 1:09 PM
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

Comments (2)

પડછાયો હતો - કીર્તિદા બ્રહ્મભટ્ટ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 8/19/2006 9:52 AM
શબ્દ એનો રોજ પડઘાયો હતો
તે છતાં ક્યાં અર્થ સમજાયો હતો

મૂલ્ય જેવું કૈક બાજુમાં મૂકી
હું વિના મૂલ્યે જ ગરવાયો હતો

રેતને ઢાંકી શકે ને જે કનક
શોધમાં એની જ રઘવાયો હતો

એક રાખી મેં ય બારી કેમ કે
દ્વારે ઉંબર એક અટવાયો હતો

એ હિસાબો પણ બધાં ખોટાં ઠર્યાં
સાવ ખોટો આંક મંડાયો હતો

રાતના અંધારને જે જઇ મળ્યો
એ જ મારો એક પડછાયો હતો

એટલે તો હું પ્રકાશી ના શક્યો
પંડ મારો ક્યાંક ઢંકાયો હતો
Comments (5)

હું કોઈ જવાબ દઉં – હેમંત ધોરડા
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 8/16/2006 12:03 PM
ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.
Comments (0)

નૈમિષારણ્યની કથા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 8/15/2006
ગૌરમુખ મહર્ષિ એ ખુબ જ જાણીતા મહર્ષિ છે. તેઓ સેમિકા ઋષિના આજ્ઞાંકિત શિષ્ય હતા. પોતાનો અભ્યાસ પુરો થયા બાદ તેઓએ પોતાના જ્ઞાનને વહેંચવા માટે એક આશ્રમ સ્થાપ્યો. આશ્રમ એકદમ શાંત હતો. જો ગૌરમુખ મહર્ષિના શિષ્યો સમિધ માટે જંગલમાં જાય તો વૃક્ષો લળી લળીને તેમને પોતાની ડાળીઓ આપતા. જો તેમના શિષ્યો મંત્રોચ્ચારમાં ભુલ કરે તો પંખીઓ પોતાના મધુર સ્વરમાં તેમની ભુલ સુધારતા. કળીઓ પણ ભગવાનની પુજામાં ચડી શકે એ માટે આરતી સમયે જ ખીલતી. આ બધુ જ મહર્ષિના તપોબળને કારણે જ શક્ય બન્યુ હતુ.

એક દિવસ રાજા દુર્જય પોતાની સેના લઇને જંગલમાં આવ્યો. ગૌરમુખ મહર્ષિએ રાજાને જોઇને તેની આગતાસ્વાગતા કરી અને રાત રોકાઇ જવા માટે વિનંતી કરી. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ કોઇ પણ ઋષિના આશ્રમમાં જતા ત્યારે પોતાના આયુધ આશ્રમની બહાર રાખતા અને પછી ઋષિની પરવાનગી માંગતા હતા. જ્યારે દુર્જય પોતાની આખી સેનાને લઇને આવ્યો હતો. ગૌરમુખ ઋષિએ ક્રોધ પર કાબુ મેળવી લીધો હોવાને કારણે તેમણે રાજાની સારી રીતે આગતાસ્વાગતા કરી. ઋષિ પાસે આટલા લોકોને ઉતારો તેમ જ જમવા માટેની વ્યવસ્થા ન હોવાથી તેમણે નદીમાં એક ડુબકી લગાવી શુદ્ધ થઇને ભગવાન વિષ્ણુને યાદ કર્યા. ભગવાન વ ...
Comments (0) More...

બરફની વરાળ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 8/14/2006 2:25 PM

 હવે મન વગર મળાતું નથી
બરફની વરાળે બળાતું નથી
તમારાં ચરણ ચિન્હની કેડીએ
અમસ્તુ હવે નીકળાતું નથી

સમય સાથે આગળ ઢસડાઊં છું
વિતેલી પળોમાં વળાતું નથી.
ચણાય છે દિવાલ પાછળ અને
મને કાંઇ આગળ કળાતું નથી

હજુ હોઠ પર સુરની તાજગી
ફક્ત મને સંભળાતું નથી
હું છેદાઇ ચાલ્યો બધી બાજુથી
હવે હું માં હું થી ભળાતું નથી

મુજ શ્વાસે શ્વાસે યાદ તારી
હવે શ્વસનનું કબુતર પળાતું નથી
અહીં જ્યોત પત્થરની છે ઠરેલ
અને મીણથી પીગળાતું નથી.

જો આપને આ ગઝલના રચનાકારનું નામ ખબર હોય તો આપવા વિનંતી.

 

Comments (0)

આપીને - મરીઝ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 8/9/2006 3:09 PM
ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.
Comments (1)

બે ભાઇની કથા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 8/7/2006

એક સમયે બે સંતો નદી કિનારે પોતાના આશ્રમમાં રહેતા હતા. બંને ભાઇઓ હતા. એક

Comments (0) More...

પ્રાર્થના
ગમતાનો ગુલાલ By vijay on 8/2/2006 7:06 AM

પ્રાર્થના
                        

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ ...

More...


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft