|
એ સોળ વરસની છોરી - પ્રિયકાન્ત મણિયાર |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/31/2006 12:37 AM
|
|
|
એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી. ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કંઈ ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર ગોરાં ગોરાં ચરણે એનાં ઘુઘરિયાળાં રૂપાનાં નૂપુરઃ કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમદોરી
એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ એના બીડયા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી એ સોળ વરસની છોરી
|
 |
|
Comments (0)
|
|
|
|
|
|
|
ઉપહાર - મણીશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/27/2006 12:36 PM
|
|
|
ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં સવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે; અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયૂરોની કેકાધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!
તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં વિલોકીને વેર્યો વિમલ કુસુમોના ગણ, અને સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે, અને ત્યાં પાસેના તરુવર રહ્યાં ઉત્સુક બની!
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી, કર્યા ઉદગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા; સખે! થોડી ખીણો ગહન મહિં તો યે રહી ગયા, કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું
અને તેને આજ તરલ ધરું તારા ચરણમાં, ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!
અહીં કવિ કાન્ત પોતાનો કાવ્યસંગ્રહ અંગત મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કરે છે. અને અર્પન રૂપે આ સોનેટ લખે છે. કુદરતને ખોળે આ બે યુવાનોએ યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા. શૈલશિખરે રો નવા પડકારોને ઉગતા જોયા. સરિતા જળમાં થતી તરંગલીલાને કવિજળનું સ્વપ્નસ્મિત કલ્પે છે. સૌંદર્ય ...
|
 |
|
Comments (0)
|
More...
|
|
|
|
રાધાનું નામ - સુરેશ દલાલ |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/25/2006 8:03 PM
|
|
|
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત; લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત. વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ? રાધાનું નામ તમે...
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ; વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ; રાધાનું નામ તમે...
|
 |
|
Comments (0)
|
|
|
|
સોગંદ - રમેશ પારેખ |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/20/2006 11:58 PM
|
|
|
સોગંદ, પેલી રસ્તા પર નીકળેલી છત્રીના સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના સોગંદ, પેલા પગને પંપાળનારા પાણીના ઓ રે વરસાદ! જેના બારણા ખૂલ્યા, તેને આપ્યા તે દિવસો ઉજાણીના
ઠાલવે છે સૂંડે ને સૂંડે તુ ખણખણતી મુદ્રાઓ - જેણે જે માગી એક સાથે આખીયે રૈયતને આજ પોતપોતાની લોટરીઓ લાગી! ફાડે છે સહુ પોતપોતાના ચોપડા ઉધારીના ને ઉઘરાણીના...
માણસને બદલ હું છત્રી જો હોત, તો તો ઉઘાડ્યો હોત મને કોઇએ ઓ રે વરસાદ! મને એટલું યે ભાન નથી - કેવો વરસાદ મારે જોઇએ કિયા સોય દોરા બખિયા મારીને બધાં ચીંથરાં સાંધ્યાં તેં મારી વાણીના?
|
 |
|
Comments (0)
|
|
|
|
|
ગુજારી નાખીએ - શ્યામ સાધુ |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/11/2006 9:11 PM
|
|
|
વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ? એક પળ બસ એક પળ આપી જુઓઃ કેવું જીવનને મઠારી નાખીએ! ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી ચાલો, તમને પણ વિચારી નાખીએ સાવ ઝાંખા છે પરિચયના દીવા રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?
|
 |
|
Comments (0)
|
|
|