By vijay on
5/27/2006 11:22 PM
માનવીનાં મન -
ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી, અને જે કાંઈ જીવ અને જગત બનાવ્યાં તેમાં જીવંત પ્રાણીઓમાં કેટલીક શક્તિઓ મૂકી, જેને કારણે તે પોતાનો વ્યવહાર ચલાવી શકે. નીચી કોટિના જીવોમાં પોષણ અને વૃદ્ધિની શક્તિ મુખ્ય રહી છે. બેકટેરીયા, એકકોષી જીવો વગેરે સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને પોષણ મળે ત્યાં સુધી જીવે છે. વનસ્પતિ તેનાથી ઊંચી કોટિમાં ગણી શકાય. તેનામાં પણ પોષણથી જ જીવન પાંગરે છે, તે પણ વૃદ્ધિ પામવા માટે પ્રકાશ અને પાણી તરફ અંદર-બહાર ગતિશીલ રહે છે. લાગણીનું તંત્ર વનસ્પતિમાં હજુ બહુ જ નીચી કક્ષાનું છે. ત્યાર પછી પ્રાણીઓમાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ તેનાથી ઊંચી કોટિનાં ગણી શકાય. તેમનામાં લાગણીતંત્ર વિક્સેલું જણાય છે. તે સુખ અને દુ:ખની લાગણી પ્રગટ કરે છે, અને જીવનની ચાર મૂળભૂત પ્રેરણાઓથી જીવનની ગાડી ગબડાવે છે. ઊંઘ, ભૂખ, ભય અને મૈથુન દ્વારા તે પોતાનું જીવન વ્યતિત કરે છે. પાલતું પ્રાણીઓમાં આ પ્રેરણાઓ ઉપરાંત થોડું વિકસિત લાગણીતંત્ર વધારે સ્પષ્ટ કામ કરતું જોવામાં આવે છે. તેને પ્રતિક્રિયા કરનારું નીચી કક્ષાનું મન કહી શકાય. કૂતરાને કોઈ પથ્થર મારે તો તરત એ પથ્થરને બચકુ ભરવા દોડે છે. અહીં મન પ્રતિક્રિયા જ કરે છે; પરંતુ નિર્ણય...
Read More »
|
By vijay on
5/27/2006 10:59 PM
ગૌરવ-કથા ગુજરાતની -’શૂન્ય’ પાલનપુરી
વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?
મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.
ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.
ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.
માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
http://urmi.wordpress.com/2006/07/22/gaurav_katha_gujaratni/
હું ગુર્જર ભારતવાસી
હું ગુર્જર ભારતવાસી.ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું.....અર્બુદ- અરબસમુદ્ર વચાળેધરતીના આ આઉ દુધાળે,આવી વળગી હર્ષ-ઉછાળેઉત્તર...
Read More »
|
By vijay on
5/27/2006 10:13 PM
મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળPosted in કવિતા (kavita), સંગીત સાથે (audio), લોક સાહિત્ય (lok sahitya)
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે, પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો …
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે, ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો …
બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ, પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો
http://www.forsv.com/guju/?m=200502
શીદને – દયારામ
ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. (ટેક)
સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણને…
...
Read More »
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/27/2006 12:36 PM
ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાંસવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે; અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયૂરોની કેકાધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાંવિલોકીને વેર્યો વિમલ કુસુમોના ગણ, અને સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે, અને ત્યાં પાસેના તરુવર રહ્યાં ઉત્સુક બની!ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,કર્યા ઉદગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;સખે! થોડી ખીણો ગહન મહિં તો યે રહી ગયા,કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરુંઅને તેને આજ તરલ ધરું તારા ચરણમાં,ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં! અહીં કવિ કાન્ત પોતાનો કાવ્યસંગ્રહ અંગત મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કરે છે. અને અર્પન રૂપે આ સોનેટ લખે છે. કુદરતને ખોળે આ બે યુવાનોએ યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા. શૈલશિખરે રો નવા પડકારોને ઉગતા જોયા. સરિતા જળમાં થતી તરંગલીલાને કવિજળનું સ્વપ્નસ્મિત કલ્પે છે. સૌંદર્યોને પ્રતિબિંબવા જે સર્જનો કર્યા, તેમાનાં ઘણા તો કાળની લહરમાં વહી ગયા; જે થોડા સંગ્રહાયા તેની ભેટ કવિ ધરે છે, મિત્રના ચરણમાં...
Read More »
|
By vijay on
5/26/2006 4:25 PM
સદવિચારોનો સંચય
§ આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. - ભગવાન શંકરાચાર્ય
§ ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન
§ વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી. – કાકા કાલેલકર
§ માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. – ગાંધીજી
§ મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! – ખલિલ જિબ્રાન
§ ...
Read More »
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/25/2006 8:03 PM
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત; લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત. વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ? રાધાનું નામ તમે...
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ; વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ; રાધાનું નામ તમે...
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/20/2006 11:58 PM
સોગંદ, પેલી રસ્તા પર નીકળેલી છત્રીના સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના સોગંદ, પેલા પગને પંપાળનારા પાણીના ઓ રે વરસાદ! જેના બારણા ખૂલ્યા, તેને આપ્યા તે દિવસો ઉજાણીના
ઠાલવે છે સૂંડે ને સૂંડે તુ ખણખણતી મુદ્રાઓ - જેણે જે માગી એક સાથે આખીયે રૈયતને આજ પોતપોતાની લોટરીઓ લાગી! ફાડે છે સહુ પોતપોતાના ચોપડા ઉધારીના ને ઉઘરાણીના...
માણસને બદલ હું છત્રી જો હોત, તો તો ઉઘાડ્યો હોત મને કોઇએ ઓ રે વરસાદ! મને એટલું યે ભાન નથી - કેવો વરસાદ મારે જોઇએ કિયા સોય દોરા બખિયા મારીને બધાં ચીંથરાં સાંધ્યાં તેં મારી વાણીના?
|
By vijay on
5/12/2006 7:16 AM
Kiritkumar G Bhakta's first Short story collection
Read More »
|
By ગુર્જરદેશ કાવ્યો on
5/11/2006 9:11 PM
વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ? એક પળ બસ એક પળ આપી જુઓઃ કેવું જીવનને મઠારી નાખીએ! ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી ચાલો, તમને પણ વિચારી નાખીએ સાવ ઝાંખા છે પરિચયના દીવા રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?
|
By vijay on
5/9/2006 7:42 AM
ફક્ત ફેર એટલો છે કે હવે પ્રભુ મારા ચાળા જોઇને સમજુ બાપની જેમ દુઃખી નથી થતો. એ સમજી ગયો છે કે હવે આ છોકરો શયતાનની સંગતમાં છે અને હારીને જ વળશે.
|