Search
Wednesday, February 08, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશ"સજનવા" ગઝલ"સજનવા" ગઝલ
Disabled 
Previous
 
Next Next
New Post
 5/6/2006 4:54 PM
 
મને એક ગઝલના કેટલાક શેર વાંચવામાં આવ્યા છે.

બે તમારા ડગ સજનવા બે અમારા ડગ સજનવા
પછી વચ્ચેથી ગાયબ બાકીનું આખુ જગ સજનવા

મને આ ગઝલ ખુબ જ ગમી ગયી છે. આ ગઝલ હકીકતમાં ખુબ જ લાંબી છે અને મને ખ્યાલ નથી કે કોણે લખી છે. જો આ ગઝલ કોઇને મળે તો પોસ્ટ કરવા વિનંતી.
New Post
 5/16/2006 2:44 AM
 
પ્રિય વિશાલ,

મારા હમવતની અને મિત્ર ડૉ.મુકુલ ચોક્સીની આ રચના છે જે એમના બે કાવ્યસંગ્રહો 'આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો, સજનવા' અને 'તાજા કલામમાં એ જ કે...' માં સંગ્રહસ્થ છે.

જે શેર આપને યાદ છે એમાં થોડી જોડણીની ભૂલ છે પણ એના કારણે આખા શેરનો અર્થ જ બદલાઈ જાય છે. સાચો શેર આ પ્રમાણે છે:

બે તમારા દૃ્ગ સજનવા, બે અમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા

દૃ્ગ = આંખો.

આખી ગઝલ તો પાનાંના પાનાં ભરીને છે. સ્કેન કરી મોકલાવી શકું.

-વિવેક
New Post
 5/16/2006 9:14 AM
 
અચ્છા,

મેં કોઇ વેબસાઇટ પર આ શેર વાંચેલો તેમાં "દૃગ" હતું પણ મને તેનો અર્થ ખબર જ નહોતી એટલે મેં સમજ્યુ કે ઘણી વખત ફોન્ટને કારણે કદાચ આ ક્ષતિ હોઇ શકે. ચાલો આજે મને મારી માતૃભાષાનો એક વધારે શબ્દ જાણવા મળ્યો. અને ખરેખર ડગ અને દૃગ ને કારણે આ શેરનો આખેઆખો મતલબ જ બદલાઇ જાય છે.

મને તો એમ હતુ કે આ ગઝલ નાની હશે એટલે મેં ફરમા ઇશ કરેલી પણ મને લાગે છે કે મારે આખો કાવ્યસંગ્રહ જ ખરીદવો પડશે. તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમારી પસંદના કો ઇ કોઇ શેર આ કોરમમાં ગુજરાતી ગઝલ/શાયરી વિભાગમાં પોસ્ટ કરવા વિનંતી છે.

આપનો ખુબ ખુબ આભાર, વિવેક (હવેથી હું "વિવેકભાઇ" નહી લખુ બસ!!!!  )

New Post
 5/23/2006 8:09 PM
 

ભાઇ વિવેક ,

    મારે ડો. મુકુલ ચોકસીના અને બની શકે તો શૂન્ય પાલંપુરીના કાવ્યસંગ્રહો ખરીદવા છે. તમે આ બાબતમાં મદદ કરી શકો? હું જે ખર્ચ થાય તેનો ચેક મોકલી આપીશ.

New Post
 5/24/2006 8:01 AM
 
પ્રિય સુરેશભાઈ,
થોડું વહેલું કહ્યું હોત તો કદાચ અત્યારે આ બંનેના પુસ્તકો આપના હાથમાં હોત. મારી બહેન અઠવાડિયા પહેલાં જ અમેરિકા પાછી ફરી છે. મુકુલના કોઈ કાવ્યસંગ્રહ અત્યારે બજારમાં ઉપલબ્ધ નથી. અમેરિકાની મારી એક મિત્ર માટે હમણાંજ મેં એનો કાવ્યસંગ્રહ ફોટોકોપી કરાવી બાઈંડીંગ કરાવી મુકુલની સહી અને શેર સાથે મોકલાવી આપ્યો. શૂન્યના પુસ્તકો બજારમાં મળતાં હશે તો હું તપાસ કરીને જણાવીશ. રહ્યો સવાલ પૈસાનો, આપે ચેક મોકલવાનું કહ્યું એટલે માની લો કે મને ચેક મળી ગયો....
-વિવેક
Disabled 
Previous
 
Next Next
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશ"સજનવા" ગઝલ"સજનવા" ગઝલ


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products