Search
Friday, September 03, 2010 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય

આપણે એ જાણીએ જ છીએ કે પાંડવોએ ૧૩ વરસ સુધી વનવાસ ભોગવ્યો. અર્જુને માત્ર વચન ખાતર જ માત્ર એકલા જ વનવાસ ભોગવ્યો હતો કે જેની કથા આ પ્રમાણે છે.

 

દ્રૌપદીના પાંડવો સાથેના લગ્ન કંઇક અનોખી રીતે થયા હતા પરંતુ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણ પણ હતા. દ્રૌપદી એ એક મહાન પતિવ્રતા છે અને તેના વખાણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પણ સાંભળવા મળે છે. દ્રૌપદી અને પાંડવોના લગ્નની ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણતા નીચેના કારણોથી મુલવી શકાય છે.

૧. કુંતી માતા કે જેઓને ખોટુ શું છે એ જ ખબર નહોતી તેમણે પોતાના સંતાનોને આ લગ્ન માટે સંમતિ આપી.

૨. મહર્ષિ વ્યાસ કે જેઓ ભગવાન વિષ્ણુના એક અવતાર છે તેઓએ આ લગ્ન માટેનો આદેશ આપ્યો.

૩. ભગવાન શિવ દ્રૌપદીના તપથી પ્રસન્ન થઇને દ્રૌપદીને પાંડવો સાથે લગ્ન કરવા માટે આશિષ આપે છે.

૪. પાંડવો દૈહિક રીતે પાંચ હતા પરંતુ તેઓ ઇન્દ્રનો અંશ હોવાથી એક જ હતા.

નારદજી કે જેઓ ભગવાનનું મન કહેવાય છે તેઓએ પાંડવો અને દ્રૌપદીએ સાથે રહેવા માટેના કેટલાક નિયમો ઘડી આપ્યા. કારણકે પાંડવો અને દ્રૌપદી ભલે તેઓ દૈવિક અંશ હતા પરંતુ તેઓ મનુષ્યરૂપે અવતર્યા હોવાથી મનુષ્યધર્મનું પણ પાલન કરવુ...

Read More »

માર્કંડેય ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી તેઓ ચિરાયુ બન્યા હતા. આ માર્કંડેય ઋષિ એ માર્કંડ ઋષિના પુત્ર હતા. માર્કંડ ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ હતું.

 

તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં. એકવાર સપ્તર્ષિ તેમના પિતાના ઘરે આવ્યા. મૃકંડ ઋષિએ તેમની ટેવ પ્રમાણે સપ્તર્ષિને પ્રણામ કર્યા અને બદલામાં આશિષ મેળવ્યા. આશિષ હતા "દિર્ઘાયુષ્ય ભવ!" તેઓની જીંદગી ટૂંકી હોવાનું જાણતા તેઓ બંને બ્રહ્મા પાસે ગયા. મૃકંડ ઋષિએ બ્રહ્માને પણ પ્રણામ કર્યા અને બ્રહ્માએ પણ "દિર્ઘાયુષ્ય ભવ!" ના જ આશિષ આપ્યા.

 

વાર્તામાંથી મળતો બોધ

પોતાના માતાપિતા અને વડિલોનો આદર કરવો એ ભારતીય પરંપરાનું મુળ છે. ભગવાન રામ અને કૃષ્ણ પણ દરેક વડિલોને આદર આપતા હતા અને પોતાનું મસ્તક નમાવતા હતા. સપ્તર્ષિ હંમેશા સાચુ જ બોલતા હોવાથી તેમનું બોલેલું પણ સત્ય જ થઇ ગયું. આપણે પણ હંમેશા સત્ય જ બોલવું જોઇએ. ...

Read More »

આજકાલ લોકોને ગુજરાતી ભાષામાં પરીવર્તન લાવવા માટેનું ભુત વળગ્યુ છે એટલે લોકો આંખો મીંચીને ઊંઝાની પાછળ દોડે છે અને અન્ય લોકોને ઊંઝા જોડણીની ઊપયોગીતા અંગે "જાગૃત" કરે છે. મારે આ ચર્ચામાં પડવાનો કોઇ જ ઇરાદો નહોતો છતાં પણ ક્યારેક મૌન સંમતિસુચક બની જતુ હોવાથી લોકોને "જાગૃત" બનતા અટકાવવા માટે આ નાનકડો લેખ લખુ છુ.

મને આ ઊંઝા જોડણી માટે એક સરસ મજાનું રૂપક મળ્યુ છે. કદાચ આમ જનતા વ્યવસ્થિત રીતે મારો દૃષ્ટિકોણ સમજી શકશે. હું ઊંઝા જોડણીને આતંકવાદ સાથે સરખાવવા માગુ છુ.

આતંકવાદીઓ દેશમાં પરીવર્તન લાવવા માંગે છે, દેશની રોનક બદલવા માંગે છે. આતંકવાદીઓ થોડાક મોટા મોટા માથાઓને પોતાની તરફેણમાં કરીને પોતાના વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાની કોશીશ કરે છે. તેઓ પોતાનો અમુલ્ય સમય નવા નવા વિચારો કરવામાં અને પોતાની વિચારસરણીને  કઇ રીતે લોકો પર લાદી શકાય તેમાં વ્યથિત કરે છે. પરંતુ એ વિચારવાનો તેમને સહેજ પણ સમય નથી કે દેશની અત્યારની પરિસ્થિતિમાં તેઓ દેશને કઇ રીતે આગળ લઇ જઇ શકે. તેઓ કહે છે કે સરકાર કંઇ કરી શકતી નથી એટલે અમારે અલગ રાજ્ય જોઇએ અને અમે તેને નંદનવન બનાવીશું. અને પરિવર્તન દુનિયાનો નિયમ...

Read More »

સર્જિતે પોતાના બ્લોગ પર http://sarjeet.wordpress.com/2007/03/15/paper4/ આ પેપર મુક્યુ છે. તેનો પ્રતિભાવ હું ત્યાં આપવાની જગ્યાએ થોડી વિસ્તારથી વાત કરવા માટે અહિંયા મુકુ છુ. માટે આપને સૌપ્રથમ તો આ પેપર વાંચવા માટે અનુરોધ છે. સૌ પ્રથમ તો હું કબુલ કરુ છુ કે હું આસ્તિક માણસ છુ અને ઇશ્વરમાં સંપુર્ણ શ્રદ્ધા ધરાવું છુ અને છતાં પણ સહુના વિચારો નો આદર કરુ છુ. હું ધર્મને આધુનિક વિચારસરણીના દ્રષ્ટિબિંદુથી પણ જોઇ શકુ છુ અને જો કોઇ પણ વસ્તુ અયોગ્ય લાગે તો પ્રાચિન રૂઢિઓને ફગાવી દેવામાં પણ માનું છુ.

હું જે આજે પ્રતિભાવ આપી રહ્યો છુ તે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય એવી ભગવદ્  ગીતાનો આધાર લઇને આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી કોઇને કોઇ પણ જાતની શંકા રહે નહી.

શરૂઆત કરીએ આપણે શ્રદ્ધાથી. ભ.ગી. (૪-૩૯)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા રાખનારો માનવી જ્ઞાન પામે છે તેથી આપણને જો શ્રદ્ધા હોય તો જ આપણે ખરુ જ્ઞાન પામી શકીએ છીએ. આ જ્ઞાન પામીને...

Read More »

‘ઓફીસ જાવ એ પહેલાં ઘર ખર્ચ ના પૈસા આપતાં જજો’ .  ધર્મપત્ની નો અવાજ.‘પપ્પા મારે પણ પાંચ (હજાર) આજે તો જોશે જ’ . મોટા ચિરંજીવી નો હુકમ થયો.‘મેં તો તમને ત્રણ દિવસ થી કહ્યુ છે, મારી ફ્રેન્ડ ની બર્થડે આવે છે . મારે આજે એના માટે પ્રેઝન્ટ લાવવાની છે. કેટલા આપશો?’ મારી દિકરી પણ પારકી થાપણ સોનલ બહુ સલૂકાય થી પ્રગટી.‘ભાઈ, તું કેમ બાકી રહી ગયો છે ?’ નાના રાજીવ ને મેં ખુબ પ્રેમ થી પુછ્યુ. હજું તો હું શ્વાસ લઊ એ પહેલા મારા પર રીતસર નો હુમલો થયો, મારાજ માનેલા અને સાચવેલાં પત્ની, પુત્રો, અને પુત્રી મારી સામે આવીને ઊભા રહ્યા. અને હું વધું નર્વસ થઈ ગયો.

મેં શ્રીમતી ને શાંતિથી - લીટરરીલી શાંતિથી -પુછ્યુ ‘બે દિવસ પહેલાં જ જે પૈસા આપ્યા હતા તેનું શું કર્યુ ?’  ‘હિસાબ ની ડાયરી જોવી છે તમારે ?’ સીધો સવાલ ફેકાયો. ’પપ્પા તમને યાદ છે તમે મને સેલ ફોન લેવા ત્રીસ હજાર આપ્યા એ આપ્યા.પંદર દિવસ થી પુછ્યુ ય નથી કે હું કેમ મેનેજ કરું છુ’.

‘ભાઈ તું તો બોલતો જ નહી, મને બધી ખબર છે તારા પૈસા ક્યાં પૂરા થાય છે .... આ મને જ પુછ કે છેલ્લા વીક પછી મેં કેવી રીતે ફક્ત બે હજાર માં ચલાવ્યું છે’ . નાના ની નાજુક રજુવાત પણ બહુ નફટાય થી...

Read More »

મારે ચાંદાના ઘેર જાવું,
મારે આકાશે અંબાવું.
હળવે રહીને રાત પડે    
ક્યાં આંખોનું મીચાવું!
 
પવન તણી પાવડીઓ પહેરી
ઓઢું હું પીછાં રૂપેરી
ભીનાભીના વાદળ વચ્ચે
હાં, જઇને હું ભીજાઉં.      
 
ટમકે જે તારા અંધારે
ગણી ગણી એ વિણવા મારે
લાલ મજાની દોર લઇને
માળા હું જ  ગૂથાવું

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
 
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
 
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
 
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
 
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
 
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
 
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
 
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે "બેફામ"
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

નિશા નિર્ઝરી નિર્મલ નભ થકી ઉજ્જ્વલ આ
અરે, રાત્રી લુપ્ત, ઝળહળ અભિભૂત ધરણી
પ્રસારી પૂંજી આભે ગગનવિહારી ઝળળતો
અને તેજે સૌમ્યા ધવલ વિભાવરી મહકતી
વહાવે આભેથી શતશત શશી શીત લહરી
શું આ શર્વરી શોભિત અક્ષત શ્વેત શશિયરે
ઊગી ઊભો કેવો મસરિક ભણી ઇન્દુ હસતો
સર ઉત્ફુલ્લિત, ઉત્પલ રજનીકર નિરખી
ઝિલાયાં વેરાયાં રજનિકિરણ અંજલી થકી
 
અનુરક્તા પ્રુથ્વી અનુપમ ગ્રહી તેજ મલકે
રહી સંતૃપ્ત અમૃતમય થઇ આજ વિલસી
દિસે સ્નાતા સ્નિગ્ધા શુભ્ર શીતલ સ્ફટિક જલ શી
પ્રવાસી પૌર્ણિમા શરદ અવતરી સ્વર્લોકથી

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft